tukmaria benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું તકમરિયા ના ફાયદા(tukmaria benefits), તકમરિયા ના ઉપયોગ વિષે. ઉનાળામાં પડતી ગરમીમાં ઠંડક મેળવવા આપણે વિવિધ ઠંડા ખાદ્ય પદાર્થો પર મારો ચલાવતા હોઈએ છીએ. જેવા કે આઈસ્ક્રીમ, બરફનો ગોળો, વિવિધ ફળોના જ્યૂસ, મિલ્ક શેક, ફાલુદા વગેરે.

આ બધામાં નાના-મોટા બધાને જ ફાલુદા તો પસંદ હશે જ ને બધાએ ખાધા પણ હશે. ઠંડું ફ્લેવર્ દૂધ સાથે આઈસ્ક્રીમની મજામાં ફાલુદા માં વપરાતા જેલી જેવા બી એટલે આપણા તકમરીયા.

તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મ, તેમ જ ઓમેગા ફેટી એસીડ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા વિટામિન ને કારણે તેની ગણના સુપરફૂડ તરીકે કરવામાં આવે છે. તો ચાલો હવે જોઈશું તકમરીયા નાં ફાયદા વિશે.

પાચન સુધારવા:  તકમરીયા માં રહેલા ફાઇબર પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે. તેમ જ તેનાથી પાચન ક્રિયા ઝડપી થાય છે. તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી બી નાખી વાપરવાથી પાચન સુધરે છે.

એનિમિયા માટે રામબાણ ઈલાજ: એનીમિયા એટલે શરીરમાં રક્તકણોની એવી સ્થિતિ જેમાં તેઓ શરીર માટે પૂરતું ઓક્સિજનનું પરિવહન કરવામાં અસક્ષમ બને છે. જે શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી કરે છે .આ પરિસ્થિતિ અનેક કારણોથી પેદા થઈ શકે છે પરંતુ મુખ્યપણે શરીરમાં આયર્ન ની ઉણપથી થતી હોય છે.

આ એનિમિયા સામે તમે ન્યુટ્રિસન થી ભરપુર એવા તકમરીયા ની મદદથી લડી શકો છો. કારણ કે તકમરીયા આયર્નથી ભરપૂર સ્ત્રોત છે. તેનાથી બ્લડ કાઉન્ટ પણ વધે છે.બે ટેબલ-સ્પૂન બીથી દરરોજની જરૂરિયાતનું 12% આયન શરીરને મળી રહે છે.

ઊર્જા માટે: તકમરીયા  પ્રોટીનથી ભરપૂર હોવાથી શરીરમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. તકમરીયા વિવિધ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી તે તમને આખો દિવસ સ્ફૂર્તિ રાખવાની સાથે તમારા શરીરનું મેટાબોલિઝમ રેટ પણ વધારે છે. એક અભ્યાસ મુજબ તકમરીયા ના રોજીંદા વપરાશ થી કોઈ સાઈડ ઈફેક્ટ વિના તમારી એક્સરસાઈઝના પરફોર્મન્સમાં સુધારો આવે છે.

બ્લડશુગરને નિયંત્રિત કરવા:  એક સર્વે મુજબ તકમરીયા માં રહેલ પ્રોટીનને કારણે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટસ ના પાચનક્રિયા મંદ પડે છે. જે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. તેમજ તકમરીયા લોહીમાં કોલેસ્ટેરોલ અને ફેટ નું પ્રમાણ ઘટાડે છે જેનાથી કાર્ડિયોવસ્ક્યુલર નું રિસ્ક ઘટે છે. રોજ એક થી બે  ટેબલ સ્પૂન તકમરીયા ખાવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ખોરાક ઘટાડે: વજન ઘટાડવા માટે રોજિંદા જીવનમાં તકમરીયા નો સમાવેશ એ સારી બાબત છે. ખૂબ પ્રમાણમાં ફાઈબર હોવાથી તકમરીયા ને પાણીમાં ભીંજવતા તે જેલવાળા બી માં પરિવર્તિત થાય છે. જે આકાર અને વજનમાં પણ વધે છે. જેનાથી પેટ જલ્દી ભરાઇ છે અને ઓછું ખવાય છે. તે સાથે જ પ્રોટીન પણ ખોરાક ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે જરૂર ફેટી એસિડ મેટાબોલિઝમ વધે છે તેથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.

એજિંગ પ્રોસેસ મંદ કરે છે :-  તકમરીયા એક સારું એન્ટી એજિંગ ફુડ છે. જે ત્વચા, વાળ અને નખની સૌંદર્ય વધારે છે. તેમાં રહેલ એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને કારણે તકમરીયા પ્રિમેચ્યોર સામે રક્ષણ આપે છે. તેમાં રહેલું ઓમેગા-૩ એસિડ કરચલીઓ જેવી ત્વચાની સમસ્યાને નિવારી ને ત્વચાને પોષણ આપે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા: તકમરીયા રદય માટે સારા હોય છે. ઓમેગા ૩ અને ઓમેગા ૬ એસિડ થી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે છે એ સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ, પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયના રોગો અને સ્ટ્રોકનો ખતરાને ઘટાડે છે.

મગજ ની કાર્યપ્રણાલી સુધારવા:–  મગજ ની કાર્યપ્રણાલી સારી યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. ઓમેગા ૩ મગજની નસો માં જમા થયેલ પ્લાન્ટને સાફ કરે છે જેથી મગજ સારી રીતે કામ કરે છે. હવે જાણો કે તકમરીયા ને અલગ અલગ વસ્તુઓ સાથે કઈ રીતે ઉપયોગ કરી શકાય છે.

૧) તકમરીયા ને પાણીનું સેવન કરવાની રીત: તકમરીયાનાં પાણીને તમારા ડાયટમાં સામેલ કરો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તકમરીયા નું પાણી બનાવવા માટે ૧/૪ ભાગ એટલે કે ચોથા ભાગના તકમરીયા અને ચાર કપ પાણી લઈ લેવું.આ પાણીમાં તકમરીયા ને એક કલાક પલાડી રાખો. પછી તેમાં લીંબુ કે સંતરાનો રસ નાખીને પી શકાય છે.

૨) તકમરીયા નું સેવન સલાડમાં:- સુધારવા પાણી પછી ઘણા લોકો તેમના ડાયટમાં સલામ સેવન કરતા હોય છે.  તે સલાડમાં ઉપરથી ) તકમરીયા ઉમેરીને પણ તેનું સેવન કરી શકાય છે. ઘણા લોકોને દહીં સાથે તકમરીયા નાખીને સેવન કરવાનું પસંદ હોય છે અને અધકચરા પીસી ને દહીં નાખવાથી સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છ.

તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા