tiles crack repair
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘર બનાવવું એ એક સપનું પૂરું કરવા જેવું છે અને દીવાલથી લઈને ફ્લોર સુધી બધું જ પરફેક્ટ રાખવું આપણને સારું લાગે છે. પરંતુ ક્યારેક કોઈ કારણસર ઘરની છત પર ક્રેક પડી જાય છે તો ક્યારેક ઘરની ટાઈલ્સ પર તિરાડ પડી જાય છે.

આ તો ના દેખાવમાં સારું લાગે છે અને ના તો ઘરની સફાઈમાં સારું છે કારણ કે તિરાડોમાં હંમેશા ધૂળ અને ગંદકી ફસાઈ જતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં આ તૂટેલી ટાઇલ્સને કારણે ઈજા પણ થઈ જાય છે. ક્યારેક ભારે વસ્તુઓ ટાઇલ્સ પર પડવાને કારણે પણ ટાઈલ્સ તૂટી જાય છે.

કેટલીકવાર ફ્લોર અથવા દિવાલની ટાઇલ્સ બરાબર લગાવી ના હોવાથી પણ તૂટી જાય છે. હવે તૂટેલી ટાઇલ્સ બદલવા જઈએ તો પણ ઘણા પૈસા ખર્ચવા પડે છે. આ સ્થિતિમાં જો ટાઇલ્સને વધારે નુકસાન થયું નથી તો તમે તેને જાતે ઘરે જ ઠીક કરી શકો છો.

આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે સરળતાથી ટાઇલ્સને ઓછા સમયમાં ઘરે જ સારી રીતે રિપેર કરી શકો છો. તિરાડ પડેલી ટાઇલ્સને રિપેર કરવા માટે તમારે પહેલા થોડીક વસ્તુઓની જરૂર પડશે. જેમ કે 100-200 ગ્રામ સફેદ સિમેન્ટ, એક થી બે પેક ઇપોક્સી લીકવીડ (epoxy liquid), ખાવાનો સોડા અને એક છરીની જરૂર પડશે.

તમે આ ઉપર જણાવેલી સામગ્રીને બજારમાં કોઈપણ હાર્ડવેર સ્ટોરમાં જઈને આ વસ્તુઓ ખરીદી શકો છો, જો તમારી પાસે આ વસ્તુઓ પહેલેથી છે તો તમારા પૈસાની બચત થઈ શકે છે. તો જાણો તેને રીપેર કરવા શું કરવું.

પહેલા ટાઇલ્સ સાફ કરો : ટાઇલ્સને રીપેર કરવા માટે તૂટેલી ટાઇલ્સને સારી રીતે સાફ કરો. આ માટે પહેલા પાણીથી સાફ કરો અને પાણીથી સાફ કર્યા પછી ખાવાના સોડાથી સાફ કરો. ટાઇલ્સ સાફ કરવાથી તેમાંથી ધૂળ અને ગંદકી નીકળી જશે, જેથી કરીને ઇપોક્સી લિકવિડને ચોંટાડવામાં તકલીફ નહિ પડે. સફાઈ કર્યા પછી તેને 10 મિનિટ સૂકવવા માટે છોડી દો.

ઇપોક્સી લીકવીડ અને સફેદ સિમેન્ટનું મિશ્રણ બનાવો : એક વાસણમાં ઇપોક્સી લીકવીડ, સફેદ સિમેન્ટ અને બે ચમચી પાણી નાખો. આ ત્રણ વસ્તુઓને લગભગ 5 મિનિટ માટે સારી રીતે મિક્સ કરો. અહીંયા વધારે પાણીનો ઉપયોગ કરવાનો નથી. એક રીતે જાડું બેટર બનાવવાનું છે. મિશ્રણ તૈયાર થયા પછી તેને થોડી વાર સેટ થવા માટે રાખો.

હવે તૂટેલી ટાઇલ્સ પર આ રીતે લગાવો : હવે તૂટેલી ટાઇલ્સ રિપેર કરવાનો સમય છે. આ માટે તૂટેલી ટાઈલ્સ પર ક્રેક થયો હોય ત્યાં ચમચીથી ઈપોક્સીનું બનાવેલું મિશ્રણ લગાવો અને તે જ ચમચીથી તેને સારી રીતે ફેલાવો. ઇપોક્સી મિશ્રણને ફેલાવ્યા પછી લગભગ 10-15 મિનિટ માટે સુકાવા માટે છોડી દો.

15 મિનિટ પછી તેને તમારી આંગળીથી સ્પર્શ કરીને જુઓ કે મિશ્રણ સારી રીતે સુકાઈ ગયું છે કે નહીં. જો મિશ્રણ સુકાઈ ગયું હોય તો છરીથી વધારાનું ઇપોક્સી પ્રવાહીને કાઢી નાખો અને બેકિંગ સોડાથી ફરીથી ફ્લોર એટલે કે ટાઈલ્સને સાફ કરો.

સફાઈ કર્યા પછી તેને સુંદર દેખાવા માટે ટાઇલ્સનો કલર છે તે અનુસાર ઇપોક્સી પ્રવાહીને રંગ પણ કરી શકો છો. જો તમને આ માહિતી ખરેખર ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા