things you don't put in the fridge
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ કોઈપણ વસ્તુને તાજી રાખવા માટે ફ્રિજમાં રાખો છો, તો હવેથી સાવચેત રહો કારણ કે તમે દરેક પ્રકારનો ખોરાક ફ્રિજમાં નથી રાખી શકતા. શું તમે જાણો છો કે બ્રેડ, મધ અને બટાકા જેવા બીજા કેટલાક ખોરાકનો તમે દરરોજ ઉપયોગ કરો છો જેને તમારે ફ્રીજમાં ના રાખવા જોઈએ.

આવું અમે નથી કહી રહ્યા, પરંતુ આવું કહેવા પાછળ એક યોગ્ય કારણ પણ હોય છે, જેના વિશે don’t Diet ! 50 Habits Of Thin People નામનું પુસ્તકમાં લખેલું છે, તેમાં ખાવા પીવાની દરેક ખાવાની આદતો વિશે સાચી માહિતી આપેલી છે.

આ પરથી જાણી શકો છો કે એવા કયા ખોરાક છે જે તમારે તમારા ફ્રીજમાં ના રાખવા જોઈએ અને તેના પાછળનું કારણ શું છે. અત્યાર સુધી બધાને લાગતું હતું કે ખાવાનું બગડી જાય છે એટલે તેને ફ્રીજમાં રાખો છો, પરંતુ આ લેખમાં જણાવેલ ખોરાકને ફ્રીજમાં રાખવાથી ખરાબ થઈ શકે છે, લોકોને હજુ સુધી તેની ખબર નથી. તો ચાલો જાણીયે આ લેખમાં.

1 મધ : મધ ખરાબ ના થાય એટલે લોકો ફ્રિજમાં રાખે છે. પરંતુ આ કારણે મધ ઘટ્ટ બને છે અને જ્યારે તમે તેને ખાઓ છો ત્યારે તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે અને તેના ફાયદા પણ ઓછા થઈ જાય છે. તમે મધને બહાર પણ રાખી શકો છો, જ્યાં સુધી મધની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે ત્યાં સુધી તમે તેનો આરામથી તેનો ઉપયોગ કરી શકો છો.

પરંતુ આગળ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તેને ફ્રીજમાં ના રાખો. જો ફ્રિજમાં રાખવામાં આવે તો ભેળસેળવાળું મધ પણ તમને ખબર પડી જશે અને જો તેમાં ખાંડને અલગથી ભેળવવામાં આવી હશે તો તે ખૂબ જ નીચે બેસી જશે જ્યારે અસલી મધ ગમે તેટલું ઠંડુ રાખવામાં આવે તો પણ તે જામતું નથી.

2 બટાકા : બટાટાને ફ્રિજમાં ના રાખવા જોઈએ કારણ કે બટાકામાં સ્ટાર્ચ હોય છે અને જો તમે બટાકાને ફ્રીજમાં રાખો છો તો આ સ્ટાર્ચ ખાંડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે બટાટા મીઠા થઈ જાય છે જે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તમે જાણો છો કે વધુ પડતી મીઠાઈ સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી, પરંતુ જો તે સ્વીટ સ્ટાર્ચથી બનેલી હોય તો તે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

3 કોફી : કોફી થોડી મોંઘી હોય છે તેથી મહિલાઓ કોફીને ફ્રિજમાં રાખે છે જેથી તે ઘરમાં બગડી ના જાય, પરંતુ જો તમે કોફીને ફ્રીજમાં રાખો છો તો તે કોફી ફ્રિજની અંદર રાખેલા બાકીના ખોરાકનો સ્વાદ કોફી જેવો આવે છે.

કોફીને ફ્રીજમાં રાખવાથી તેની ફ્લેવર ઓછી થઇ જાય છે. ફ્રિજમાં રાખેલા બાકીના ખોરાકનો સ્વાદ કોફી સાથે ભળે છે અને કોફીનો અસલી સ્વાદ ઓછો થઇ જાય છે. તેથી જો તમે કોફીના શોખીન છો તો તેને ફ્રીજમાં રાખવાની ભૂલ ના કરો કારણ કે તે તમારો સ્વાદ બગડી જશે. તમે કોફીના ડબ્બાને ચુસ્તપણે બંધ રાખશો તો તે બગડશે નહીં.

4 ટામેટા : ટામેટાંને બજારમાંથી આવતાં જ તે સીધા ફ્રિજમાં જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ટામેટાંને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે. ટામેટાં મેલ્ટ થવા લાગે છે. ટામેટાં ખાટા હોય છે પરંતુ જો લાંબો સમય ફ્રીજમાં રાખવામાં આવે તો ખાટા સ્વાદ સડેલા ટામેટાંનો સ્વાદ આવવા લાગે છે.

5 ડુંગળી : મહિલાઓ ડુંગળી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખે છે કે તે કરમાઈ ગયેલી, ઢીલી ડુંગળી સારી નથી હોતી, તેનો અર્થ એ છે કે તે બગડવાનું શરૂ કરી દીધું છે, એવી જ રીતે ડુંગળીને ફ્રિજમાં રાખવાથી તે ઢીલી પડી જાય છે અને તેથી જ્યારે પણ તમે શાક અથવા સલાડમાં ખાઓ ત્યારે તેનો સ્વાદ બગડી જાય છે.

6 લસણ : લસણને ફ્રીજમાં રાખવાથી ઝડપથી અંકુરિત થાય છે અને ફણગાવેલા લસણનો સ્વાદ તમારા શાકનો સ્વાદ બદલી નાખે છે. જો કે એવું કહેવાય છે કે ડોકટરો અંકુરિત લસણને વધુ આરોગ્યપ્રદ માને છે અને તેની ઘણી પ્રકારની સારવાર પણ છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ખાસ વસ્તુઓમાં જ થાય છે. તેથી લસણનો તમે જેટલો ફ્રેશ ઉપયોગ કરશો તેટલું સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

7 બ્રેડ : બ્રેડ જેટલી નરમ હોય તેટલી તે સ્વાદિષ્ટ હોય છે. જો બ્રેડને ફ્રીજમાં રાખવામાં આવે તો ઝડપથી સુકાઈ જાય છે અને તેનો સ્વાદ પણ બગડે છે. અને જો તમે ધ્યાન દોર્યું હોય તો વધારે સમય બ્રેડને ફ્રિજમાં રાખવાથી ફંગસ લાગી જાય છે અને ફ્રિજમાં રાખેલા બાકીના સામાનને પણ બગાડે છે. તેથી બ્રેડ હંમેશા તાજી જ ખાવી જોઈએ અને ફ્રીજમાં રાખ્યા પછી બ્રેડનો સ્વાદ બદલાઈ જાય છે.

અત્યાર સુધી જો તમે પણ આ બધી વસ્તુઓ ફ્રિજમાં રાખતા હતા અને સમજતા હતા કે તે બગડતી નથી તો આ માહિતી જાણ્યા પછી તમે સમજી જ ગયા હશો કે એવું નથી હવેથી તમે બટેટા બ્રેડ ટમેટા ડુંગળી લસણ વગેરેને ફ્રીજમાં રાખવી નહીં.

તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેવાને બદલે બગાડી શકે છે. આ ફૂડમાંથી જે તમને ફાયદો મળવો જોઈએ તે ઓછો થઇ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. આ સિવાય પણ તમારે એ પણ જોવું જોઈએ કે બીજું શું છે જેને ફ્રીજમાં રાખવાથી સ્વાદ બગડી શકે છે.

જો તમને આજની આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ રસોઈ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા