these 4 mistakes your fridge gets damaged quickly
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ક્યારેક આપણા દ્વારા અજાણતામાં થયેલી નાની ભૂલ આપણને મોટું નુકસાન પહોંચાડે છે. શું તમારું ફ્રિજ પણ વારંવાર બગડે છે? ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે કઈ ભૂલોના કારણે તેમનું ફ્રિજ ખરાબ થઈ ગયું છે.

આવી સ્થિતિમાં, આજના લેખમાં, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે તમારા ફ્રિજને ખરાબ થવાથી બચાવી શકો છો. ફ્રિજ કેવી રીતે અજાણતામાં ખરાબ થઇ જાય છે તે પણ જણાવીશું.

સફાઈ સારી રીતે કરો : ઘણી વખત ફ્રીજમાં કંઈક પડી જાય છે અથવા કંઈક દૂધ કે છાસ ઢોરાઈ જાય છે અને આપણે તેને બરાબર સાફ નથી કરતા. તેથી ફ્રિજને સારી રીતે સાફ કરવું ખૂબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં, ફ્રિજમાં ફૂગ વધવા લાગે છે અને થોડા જ દિવસોમાં આપણું મોંઘું ફ્રિજ બગડવા લાગે છે અને આપણને ખબર પણ પડતી નથી. ઘણી વખત અમે કંપનીમાં આ અંગે ફરિયાદ કરીએ છીએ પરંતુ દોષ બીજા કોઈનો નથી પણ આપણો છે.

દબાવીને ફ્રિજમાં વધારે સામાન ન ભરો : ઘણી વખત આપણે ફ્રિજમાં જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ મૂકીએ છીએ. આવી સ્થિતિમાં પણ ફ્રિજ બગડી જાય છે. ફ્રીજની સારી રીતે સાચવવા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે. જો તમે વધારે સામાન રાખો છો તો પણ તમારું ફ્રિજ ખરાબ થાય છે.

ફ્રીજને લાંબા સમય સુધી ખુલ્લું ન રાખો : કેટલીકવાર આપણે ફ્રીજમાંથી કોઈ વસ્તુ બહાર કાઢતી વખતે લાંબા સમય સુધી ખુલ્લું રાખીએ છીએ. જેના કારણે પણ ફ્રિજ ખરાબ થઈ જાય છે. જો તમે ફ્રિજને રિપેર કરવામાં પૈસા વેડફવા નથી માંગતા તો તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો.

જ્યારે તમે બહાર જાઓ ત્યારે ફ્રિજ બંધ ન કરો :  તમે બહાર જઈ રહયા છો તો તમારે તમારા ફ્રીજને બંધ ન કરીને જવું જોઈએ. ક્યારેક આના કારણે પણ ફ્રિજ ખરાબ થઈ જાય છે. હવેથી તમે પણ થોડું લાઈટ બિલ બચાવવા માટે ઘણું નુકસાન ન કરો તે માટે આ વાતનું પણ ધ્યાન રાખો.

ઘણા લોકોને આ જાણકરી હોવા છતાં આ ભૂલો કરતા હોય છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવી જ અવનવી ટિપ્સ અને તરીકે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા