thak lage to su karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દિવસ દરમિયાન થાક લાગવો એ સામાન્ય બાબત છે. પરંતુ થાક લાગવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે વધારે કામ કર્યું હોય અથવા તમારી શારીરિક અને માનસિક ગતિવિધિઓ આખા દિવસ દરમિયાન વધારે રહી હોય અને પછી તમે જે થાક અનુભવતા હોય તે સામાન્ય છે, પરંતુ ક્યારેક કોઈપણ કારણ વગર આપણે નિસ્તેજ અને થાક અનુભવીએ છીએ, જેની પાછળ આપણી ખોટી જીવનશૈલી જવાબદાર છે.

જો કે, જો તમે વાયરલ તાવમાંથી સાજા થઈ રહ્યા હોવ તો પણ તમારા શરીરમાં થાક મહેસુસ થાય છે. પરંતુ જો તમે આ લેખમાં જણાવવામાં આવેલી આ ટિપ્સ ફોલો કરશો તો તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

જો કે આ લેખમાં અમે તમારી સાથે થાકના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે માટે કેટલીક સરળ ટિપ્સ શેર કરી છે. જો તમે પણ થાક અનુભવો છો તો તમે આ ટિપ્સ અપનાવીને તમારી જાતને આ સમસ્યામાંથી બહાર કાઢી શકો છો.

થાકના કારણો : જો તમે દિવસભર ઓછું હલનચલન કરો છો અને કસરત પણ નથી કરતા તો એક જગ્યાએ બેઠા બેઠા તમને થાકનો અનુભવ થાય છે. જો તમે વધારે ખાંડયુક્ત ખોરાક ખાતા હોય અથવા વધારે જંક ફૂડ ખાતા હોય તો તમારે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

જો તમે 5 કપ થી વધુ ચા-કોફી અથવા કોલ્ડ ડ્રિંકનું સેવન કરતા હોય તો તમે દિવસભર થાક અનુભવશો. મોટાભાગના ભારતીયો, ખાસ કરીને મહિલાઓ તેમના આહારમાં પ્રોટીન, વિટામિન-ડી3, બી12 વગેરે ઓછી માત્રામાં લે છે, તો આ પોષક તત્વોના શરીરમાં અભાવને કારણે તમે થાક અનુભવી શકો છો.

જો તમને ખોરાક ખાધા પછી કબજિયાત, પેટ ફૂલવું અને એસિડિટી થાય છે તો તમારે જાણવું જોઈએ કે તમારું આંતરડાનું સ્વાસ્થ્ય ખરાબ છે અને તેના કારણે તમે થાકી રહ્યા છો. બ્લડ શુગર લેવલમાં વધઘટ થવાને કારણે પણ થાકનો અનુભવ થાય છે. જો તમારી માંસપેશીઓ કમજોર છે તો તમે થાક અનુભવી શકો છો.

થાક દૂર કરવા શું કરવું : તમારા આહારમાં ખાંડયુક્ત ખોરાક લેવાનું ટાળો. ઓછામાં ઓછું કેફીનનું સેવન કરો. જો શક્ય હોય તો મીઠાનું સેવન પણ ઓછું કરો. ફક્ત તે જ ખાઓ જે તમને સરળતાથી પચી શકે. આ માટે, તમે અંકુરિત, સૂર્યપ્રકાશમાં સુકવેલો ખોરાક ખાઈ શકો છો.

દિવસ દરમિયાન શક્ય તેટલું તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. આખા દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવો. તમારે તમારા આહારમાં નટ્સ, બીજ, ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.

તમારા આહારમાં યોગ્ય માત્રામાં પ્રોટીન લો છો તેની ખાતરી કરો. આ માટે તમે પ્રોટીન શેક પણ પી શકો છો. આયર્નથી ભરપૂર ખોરાક ખાઓ. આ માટે તમે તમારા આહારમાં પાલક, કોળું, બીજ અને માંસનો સમાવેશ કરી શકો છો. તમારા પેટને હંમેશા સાફ રાખો, આ માટે નિયમિત મળત્યાગ કરો.

થાક દૂર કરવા માટે : ચા અને કોફીની જગ્યાએ ફળો ખાઓ. વિટામિન સીથી ભરપૂર ફળો ખાવાથી તમારું એનર્જી લેવલ હંમેશા હાઈ રહેશે. તમારે નિયમિતપણે 2 કાળી કિસમિસ પાણીમાં પલાળીને ખાવી જોઈએ. તેનાથી તમારું શુગર લેવલ નિયંત્રણમાં રહેશે.

તમારા આહારમાં લીલા અને લાલ જ્યુસનો સમાવેશ કરો. જો શક્ય હોય તો તમારે સવારે સૌથી પહેલા કાકડી, ફુદીનો, નારિયેળ પાણી મિક્સ કરીને તેનો રસ પીવો જોઈએ. લાલ રસમાં તમે સફરજન, બીટ, ગાજર વગેરેનો રસ પી શકો છો. તે તમારા શરીરને ડિટોક્સ કરશે અને તમને થાક પણ લાગશે નહીં.

જયારે તમે થાક મહેસુસ કરો એટલે 1 થી 2 ગ્લાસ ધીમે ધીમે ઘૂંટડા મારતા પાણી પીવો. આનાથી તમે સારું અનુભવશો. તમે ગ્રીન ટીનું સેવન પણ કરી શકો છો. જો તમે કોફી અને ચા પીવાના ટેવાયેલા છો તો દિવસમાં 1 કે 2 કપથી વધારે કેફીનનું સેવન કરવાનું ટાળો.

જો તમે તમારી જાતને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આ લેખમાં આપવામાં આવેલી આ ટિપ્સને તમારી દિનચર્યામાં ચોક્કસપણે સામેલ કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા