tameta ni chutney gujarati recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામગ્રી

  • 2 મધ્યમ લાલ ટામેટાં, બારીક સમારેલા
  • 1/4 ચમચી જીરું
  • 1-2 લસણની કળી, બારીક સમારેલી
  • 1/2 લીલું મરચું, બારીક સમારેલું
  • 1/2 ચમચી છીણેલું આદું
  • 1 ચમચી ખાંડ (વૈકલ્પિક)
  • 1 ચમચી તેલ
  • મીઠું, સ્વાદ અનુસાર

ટામેટાં ની ચટણી બનાવવાની રીત

  • એક નોન-સ્ટિક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય, એટલે તેમાં જીરું, સમારેલું લસણ, સમારેલું લીલું મરચું અને છીણેલું આદું નાખોં અને એક મિનિટ સાંતળો.
  • તેમાં સમારેલા ટામેટાં, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખોં.
  • તેને ધીમી આંચ પર ટામેટાં થોડા નરમ થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી અથવા લગભગ 6 મિનિટ માટે પકાવો. તેને કડાઈથી ચોંટતા રોકવા માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
  • ગેસને બંધ કરી દો અને તેને રૂમના તાપમાને ઠંડુ થવા દો.
  • હવે ગ્રાઈન્ડરના અથવા મિક્સર જારના નાના ચટણી જારમાં મિશ્રણને નાખોં અને તેને પીસી લો અને મુલાયમ પેસ્ટ બનાવી લો. ખાટી અને તીખી ભારતીય ચટણી સેન્ડવિચ અને ઢોસાની સાથે પીરસવા માટે તૈયાર થઇ ગઈ છે, હવે તેને પીરસો અથવા ફ્રીજમાં સ્ટોર કરો.

ટીપ્સ

  • મનપસંદ ગળ્યો અને ખાટો સ્વાદ લાવવા માટે ટામેટાંની ખટાશ પ્રમાણે ખાંડ ઉમેરો.
  • મુલાયમ ચટણી બનાવવા માટે ટામેટાંને સમારવા ના બદલે તેને પીસી લો.
  • ઢોસા માટે ટામેટાંની લાલ ચટણી બનાવવા માટે ઉપર બતાવેલી રેસીપી પ્રમાણે ચટણી બનાવ્યા પછી
  • તેમાં રાઈ, જીરું અને મીઠા લીમડાનાં પાનનો વઘાર નાખોં.
  • જો તમને ઘાટી ચટણી પસંદ હોય તો ટામેટાંને પકાવ્યા પછી મિશ્રણને ન પીસો.
  • જો આ ચટણીને હવાચુસ્ત ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરશો તો તેનો 4-5 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.

પીરસવા માટે રીત

આ ચટણી ભાત, રોટલી અને શાકની સાથે પીરસવા માટે સૌથી સારી લાગે છે. તેનો ઉપયોગ ટોમેટો રાઈસ, સાઉથ ઇન્ડિયન રાઈસ ડીશ, બનાવવા માટે એક સામગ્રીની જેમ કરી શકાય છે. કારણકે આ ચટણી કુદરતી લાલ રંગ અને તીખાપણું આપે છે, તેનો ઉપયોગ ઘણી બધી વેજ અને નોન-વેજ ડીશ બનાવવા માટે એક મૂળભૂત સામગ્રીની જેમ કરવામાં આવે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ટામેટાં ની ચટણી | Tameta Ni Chatni Banavani Rit”

Comments are closed.