tali padvana fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈનો ઉત્સાહ વધારવા અથવા જ્યારે આપણે વધારે ખુશ હોઈએ ત્યારે, આપણે કોઈની પ્રશંસા કરવા માટે તાળી જરૂર થી પાડીયે છીએ. કોઈનો ઉત્સાહ વધારવા અને ખુશી વ્યક્ત કરવા માટે આ સૌથી સહેલી અને અસરકારક રીત છે.

પણ શું તમે જાણો છો કે તે માત્ર ખુશી વ્યક્ત કરવાની રીત નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજના સમયમાં આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છીએ કે આ સ્થિતિમાં આપણને ધ્યાન નથી કે આપણે આપણા સ્વાસ્થ્ય પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ.

એવામાં જો તાળીઓ પાડવાની વાત આવે તો સ્વાભાવિક છે કે આપણે હસીશું. તે શું છે, પણ તાળી પાડવી એ આપણા માટે ઘણા સ્વાસ્થ્ય લાભો છે અને આપણે કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાળી પાડી શકીએ છીએ.

વાળને ખરતા રોકે છે : દરરોજ થોડો સમય જોરથી તાળીઓ પાડવાથી તમારા વાળ ખરતા ઓછા થાય છે. એટલું જ નહીં તાળીઓ પાડવાથી વાળ લાંબા અને જાડા અને ચમકદાર બને છે.

લો બ્લડ પ્રેશર સામે રક્ષણ : લો બ્લડ પ્રેશરમાં તાળીઓ પાડવી ખૂબ ફાયદાકારક છે. માટે લો બ્લડ પ્રેશરવાળા વ્યક્તિએ દરરોજ જોરથી તાળી પાડવાની ટેવ પાડવી જોઈએ.

પેટ સ્વસ્થ રાખે છે : તાળીઓ પાડવાથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત, અપચોથી રાહત આપે છે. એટલે કે માત્ર તાળી વગાડીને તમારા પેટને સ્વસ્થ રાખી શકો છો.

હૃદયનું જોખમ ઓછું છે (હાર્ટ અટેક) : જ્યારે પણ આપણે સતત 10 થી 15 મિનિટ સુધી તાળીઓ પાડીએ, ત્યારે આપણા લોહીનું કોલેસ્ટ્રોલ ઘટે છે. જેના કારણે આપણું લોહી ઝડપથી કામ કરે છે અને હાર્ટ અટેકના જોખમને ઘટાડે છે.

ચરબી ઓછી કરો : સતત તાળીઓ પાડવાથી આપણા શરીરની વધારાની ચરબી ધીરે ધીરે ઘટવા લાગે છે. જેના કારણે મોટાપાની સમસ્યા દૂર થાય છે.

તાળીઓ પાડવી સૌથી વધુ સારી અને સસ્તી કસરત બીજી કોઈ હોઈ શકે નહીં, તો તમે પણ દરરોજ તાળી વગાડો અને સ્વસ્થ બની જાઓ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા