રજા ના દિવસ કઈંક જુદો જ નાસ્તો ખાવાનુ મન થાય તો બનાવો આ નાસ્તો. – Suju Bols

0
187
suju bols banavani rit in gujarati

જ્યારે રજા નો દિવસ હોય અને સવારે નાસ્તા માં કઈંક જુદો જ નાસ્તો ખાવાનુ મન થાય તો આ નાસ્તો. તમારે માટે એકદમ બરાબર છે. આ નાસ્તો બનાવવો એકદમ સરળ અને ઘરે તૈયાર થઈ જાય એવી છે. તો આ નાસ્તા નું નામ છે “સુજી બોલ્સ”. તો હવે જ્યારે રજા નો દિવસ હોય ત્યારે બનાવો આ નાસ્તો.

 • સામગ્રી:
 • ૧ કપ દહી
 • હળદળ
 • મીઠું
 • આદું- મરચાંની પેસ્ટ
 • લસણ ની પેસ્ટ
 • ૧ કપ રવો
 • તેલ
 • રાઈ
 • હીંગ
 • ૧ ચમચી અડદની દાળ.
 • ઝીણી સમારેલી ડુંગળી
 • તલ
 • આખા લાલ મરચાં
 • મીઠો લીમડો
 • ધાણાજીરૂ
 • કોથમીર

સૂજી બોલ્સ બનાવવાની રીત

સૌ પ્રથમ ૨ કપ પાણી અને ૧ કપ દહીંને ગરમ થવા મુકો. હવે તેમાં થોડું હળદર, મીઠું, આદુ મરચા પેસ્ટ અને લસણ ની પેસ્ટ ઉમેરો. હવે પાણી ઉકળે એટલે તેમાં ૧ કપ રવો ઉમેરીને ઘાટું થાય ત્યાં સુધી મિક્સ કરો. હવે જ્યારે ઠંડું પડે એટલે તેના બોલ્સ બનાવીને ઢોકળિયામાં ૧૦-૧૫ મિનિટ માટે ફરીથી બાફી લો..

એક પેન મા ૩ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી તતડે અથવા ફૂટવા લાગે એટલે તેમાં હિંગ અને ૧ ચમચી અડદ ની દાળ ઉમેરીને સાંતળો. જ્યારે દાળ નો કલર બદલે એટલે એક મધ્યમ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી તલ, ૨ આખા લાલ મરચાં, મીઠો લીમડો, ધાણાજીરૂ અને હળદર ઉમેરી ફરી થોડું સાંતળો.

હવે બાફેલા ગોળા ઉમેરી મિક્સ કરી ને પ્લેટમાં કાઢી ઉપર ચપટી ચીલી ફ્લેક્સ અને કોથમરી ભભરાવીને પીરસો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.