અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
શું તમે પણ ઘરે સોજીનો શીરો બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને સોજીનો શીરો બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
- સોજી – 1 કપ
- ઘી – 1 કપ
- ચણાનો લોટ – 1 ચમચી
- કેસર દોરા
- એલચી પાવડર – 1/2 ચમચી
- સમારેલી બદામ – 1 ચમચી
- સમારેલા કાજુ – 1 ચમચી
- પિસ્તા
- કિસમિસ – 1 ચમચી
પરફેક્ટ સોજીનો શીરો બનાવવાની રીત
- પરફેક્ટ સોજીનો શીરો બનાવવા માટે, એક પેનને ગેસ પર મૂકો અને તેમાં 1 કપ ઘી માંથી અડધું ઘી ઉમેરો (રેસીપીમાં પાછળથી વાપરવા માટે 4 ચમચી ઘી બાજુમાં રાખો).
- ઘી ઓગળે પછી તેમાં 1 કપ સોજી ઉમેરો અને ધીમી આંચ પર સોજીનો રંગ બદલાય ત્યાં સુધી સારી રીતે શેકો.
- એક મિનિટ શેક્યા પછી તેમાં 1 ચમચી ચણાનો લોટ (તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો) ઉમેરો અને હલાવતા રહો.
- ગેસ પર એક તપેલી મૂકો, તેમાં 3 કપ પાણી, 1 ચમચી ઘી, થોડા કેસરના દોરા (કેસરી ફૂડ કલર પણ લઇ શકો), 1/2 ચમચી એલચી પાવડર ઉમેરો અને સારી રીતે ગરમ કરો.
- સોજીનો રંગ બદલાઈ જાય પછી તેમાં 1 ચમચી સમારેલી બદામ, 1 ચમચી સમારેલા કાજુ, ઝીણા સમારેલા પિસ્તા અને 1 ચમચી કિસમિસ નાખીને 30 સેકન્ડ માટે પકાવો.
- 30 સેકન્ડ પછી ગેસ બંધ કરી દો.
- હવે તપેલીમાં ગરમ કરેલું થોડું-થોડું ગરમ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ફરી થી ગેસ ચાલુ કરો અને શીરાને 1 મિનિટ માટે પકાવો.
- 1 મિનિટ પછી તેમાં 1 કપ ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે 2 ચમચી ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ગેસ બંધ કરો અને શીરાને સમારેલા ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો.
- હવે તમારો પરફેક્ટ સોજીનો શીરો બનીને તૈયાર થઇ ગયો છે, તમે પણ એકવાર આ રીતે શીરો જરૂર બનાવીને ટ્રાય કરો.
જો તમને અમારી પરફેક્ટ સોજીનો શીરો બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.