સામાન્ય રીતે હાથ અને પગના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે મહિલાઓ વેક્સિંગ કરાવતા હોય છે. આ પ્રક્રિયા દરમિયાન તેમને ઘણી પીડા સહન કરવી પડે છે. ખાસ કરીને વેક્સિંગ પછી ઘણીવાર ત્વચા પર નાના ફોલ્લીઓ અને ખંજવાર પણ થાય છે.
જે મહિલાઓની ત્વચા સૂકી હોય છે તેમને વેક્સિંગ પછી આ સમસ્યા વધુ જોવા મળે છે. આ માટે તમારે હંમેશા જેલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ઇચ્છો તો બજાર કરતા પણ સારી ઘરે મોઇશ્ચરાઇઝિંગ જેલ પણ બનાવી શકો છો. આવો જાણીએ તેને ઘરે બનાવવાની રીત.
મધ જેલ બનાવો : નારિયેળ તેલ ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. તેમાં ફેટી એસિડ હોય છે જે ત્વચાને કોમળ બનાવવાનું કામ કરે છે.
જરૂરી સામગ્રી : 1 ચમચી નાળિયેર તેલ અને 1 ચમચી મધ. જેલ બનાવવા માટે, 1 ચમચી મધમાં 1 ચમચી નારિયેળ તેલ ઉમેરો અને તેમને મિક્સ કરો. તમારી જેલ બનીને તૈયાર થઇ ગઈ છે
લગાવાની રીત : વેક્સિંગ કર્યા પછી આ જેલને તમારા હાથ પર લગાવો. તેને લગભગ અડધો કલાક માટે રહેવા દો. આ પછી તમારા હાથને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે આ જેલનો ઉપયોગ ચહેરા પરઅને પગ પર પણ કરી શકો છો.
આ બાબતોનું ધ્યાન રાખો : ઘણીવાર એવું જોવા મળે છે કે વેક્સિંગ કર્યા પછી હાથ પર ખંજવાળ આવવા લાગે છે. આ માટે હંમેશા લાઈટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. વેક્સિંગ કર્યા પછી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ના આવો. તેનાથી ત્વચાને વધુ નુકસાન થઈ શકે છે.
જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો વેક્સિંગ કર્યા પછી તરત જ તમારા હાથ પર કંઈપણ વસ્તુ ન લગાવો. આશા છે કે તમને અમારો આ જાણકરી ગમી હશે. આવી જ બ્યુટી સબંધિત માહિતી મેળવવા માટે રસોઇની રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.