simple kitchen tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી 11 કિચન ટીપ્સ વિશે જણાવવા જઈ રહયા છીએ, જે તમે કદાચ તમે જાણતા પણ હશો તો તમે તેને આજ સુધી અપનાવી નહિ હોય. જો આ ટીપ્સ તમને ખબર નથી તો તમે રસોઈમાં ઘણા કામો કરતી વખતે મુશ્કેલી માં મુકાઈ શકો છો. તો આ કિચન ટિપ્સ જાણ્યા પછી તમને ગમે છે તો તો તમારી બીજી મહિલા ફ્રેન્ડને પણ જણાવજો.

(1) ભજીયા બનાવતી વખતે તેલ વધારે બળે છે તો તમે ખીરામાં ૧ લીંબુ નો રસ મિક્સ કરો. પછી ભજીયા બનાવશો તો તેલ ઓછુ બળશે અને ભજીયાનો સ્વાદ પણ સારો આવશે. (2) ચણા બાફવા મુકો ત્યારે ખુબ જ સમય લાગી જાય છે તો, આ માટે તમે ચણા બાફતી વખતે તેમાં એક ચમચી સાકર ઉમેરો, ચણા જલ્દી બફાઈ જશે.

(3) ઘણીવાર દૂધ ગરમ કરતા હોય છે અને તે ઉભરાઈ જાય છે, તો તેથી બચવા માટે, દુધ ને જે વાસણ મા ગરમ કરવાનું છે તેના કોર પર માખણ અથવા ઘી લગાવો. આમ કરવાથી, દુધનો ઉભરીને વાસણની બહાર નહિ આવે.

(4) ગ્રેવીવાળું શાક બનાવી રહયા છો પણ પાતળું થઇ ગયું છે તો, શાકની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર મિક્સ કરો. શાક પણ સ્વાદિષ્ટ બનશે.

(5) જો તમે રસોઈ બનાવતા હોય ત્યારે ત્યારે પાવડર, પ્રવાહી અને ચીકાસવાળી પણ સામગ્રી હોય છે, તો જો રસોડામાં કોઈ ચીકણો પદાર્થ પડે છે તો તમે તેના પર બ્લિચ નાખી બ્રશથી સાફ કરી શકો છો.

(6) ઘણી વાર સફરજન કાપીને ફ્રિજમાં મૂકીએ છીએ અને થોડીવાર પછી જોઈએ ત્યારે તે તેનું ઉપરનું પડ કાળું પડી જાય છે, તો તમે કાપેલા સફરજનમાં લીંબુના થોડાં ટીપાં નાખીને મુકશો તો તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે.

(7) મોટાભાગની મહિલાઓ સુકા આદુની છાલ નીકાળવા માટે ચપ્પાનો ઉપયોગ કરે છે, જેમાં ઘણી મુશ્કેલી પડે છે, કારણે કે આદુનો આકાર વાંકોચૂંકો હોય છે, તો આ માટે થોડી વાર માટે આદુને ઠંડા પાણીમાં રાખો અને ચમચીથી તેની છાલને કાઢો, છાલ ફટાફટ ઉતરી જશે.

(8) મરચા સમારતી વખતે આંખ મા બળતરા થાય છે, જો ખુબ જ તીખા મરચા સમારતા હોય ત્યારે હાથ આંખ ની આજુબાજુ અડી જાય તો આંખમાં બહુ બળતરા થાય છે. તો બળતરા નાં થાય તેની માટે તમારે ઘી ને ચપ્પા પર અને હાથની બંને હથેળી મા લગાવો. ઘી લગાવાથી મરચા વાળા હાથ આંખની આજુબાજુ અડશે તો પણ બળતરા નહિ થાય.

(9) લીંબૂ ને લાબો સમય સુધી સંગ્રહ કરવાથી જલ્દી બગડી જાય છે, તો લીંબુ ને જો લાંબો સમય સુધી સ્ટોર કરવું હોય તો લીંબુ પર કોપરેલ તેલ લગાવીને તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખો અને ફ્રિજમાં મુકો. આમ કરવાથી લીંબુ લાંબા સમય સુધી બગડશે નહિ.

(10) તમે પણ આંબલી વધારે લાવીને સ્ટોર કરો છો તો ઘણી વાર બજારમાંથી લાવ્યા પછી તે બગડી જતી હોય છે તો તેના માટે આબલીમાં થોડું મીઠું ઉમેરીને કાચની બોટલ માં ભરીને મુકી દો. આમ કરવાથી આંબલી બગડશે નહિ.

(11) ઘણી વાર રસોડામાં ખાંડને ડબ્બા માં ભરીને રાખીએ છીએ અને બીજે દિવસે જ્યારે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જોઈએ તો તેમાં કીડી- મકોડા ફરતા હોય છે. તો આવી સ્થિતિમાં, જો તમે ખાંડ માં કીડી- મકોડા ના આવે તે માટે, ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ મુકી દો. આમ કરવાથી ખાંડ માં કીડી- મકોડા નહિ આવે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા