shardi khasi kaf mate deshi upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને જણાવીશું કે શરદી, ખાસી, ઉધરસનો ઘરેલુ ઉપચાર. આ ઉપચાર એટલો ઝડપથી અસરકારક છે, કે તમારી શરદી, ખાસી અને ઉધરસ ને ૫ મીનીટ માં દૂર કરી દેશે. આ ઉપાય તમે ઘરે સરળ રીતે કરી શકો છે.

અત્યાર ની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે બાળકોની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણકે તેમને ખૂબ જ ઝડપથી ખાંસી અને શરદી જેવી સમસ્યા થતી હોય છે. તો તમને બતાવીશું એકદમ સરળ રીતે ઘરે બનતો ઉપાચાર. આ ઉપચાર કરવાથી તમારી બધી તકલીફમા  ફકત ૫ મીનીટ માં તેની અસર જોવા મળશે.

સૌ પ્રથમ ૨ આદુના ટુકડા લેવા. આ આદુના ટુકડા તાજા લેવા જેથી તેમાંથી રસ નિકળે. ૧૦-૧૨ તુલસીના પાન લેવાં. અડધી ચમચી અજમો લેવો.અડધી ચમચી થી ઓછી હળદળ લેવી અને ૨ ગોળ નાં ટુકડાં લેવા. અહિયાં આદુ શરીર માટે ગરમ પડે છે પણ તેનો જો માપસર ઉપયોગ કરવામાં આવે તો તે શરીર નાં રોગો માટે રામબાણ ઉપાય છે. ગોળ ની તાસી ગરમ હોય છે પણ શરદી, ખાસી, ઉધરસ જેવા રોગો માં રામબાણ સાબિત થાય છે.

બનાવવાની રીત:- આદુના ટૂકડાને ધોઈ તેની છાલ કાઢી લેવી. હવે તેને એક છીણીની મદદ થી તેને છીણી લો. ગોળ ને ચપ્પાની મદદ થી સમારી લો. હવે આદુના છીણ ને હાથ વડે લઈ તેને ગોળ માં નીચોવી લો. તમે આદુના છીણ ને કપડામાં લઈને પણ તેનો રસ નીચોવી શકો છો. હવે બંનેને મિક્સ કરી લો.એક ખાંડણી માં તુલસી નાં પાન અને અજમાં ને નાખી તેને ક્રશ કરી લો.

હવે એક કડાઈમાં આદુ અને ગોળ નાં મિશ્રણ ને લઈ ઘીમાં ગેસ પર થવા દો. હવે તેમાં તુલસીનાં પાન અને અજમા ને ક્રશ કરેલી પેસ્ટ એડ કરો. હવે તેમાં હળદળ એડ કરો. ૨-૩ મીનીટ માટે આ મિશ્રણ ને ગેસ પર ગરમ થવા દો.૨-૩ મીનીટ થયા પછી પેન ને નીચે ઉતારી લો અને મિશ્રણ ને ઠંડું થવા દો.

આ મિશ્રણ ને તમે એક કાચના કન્ટેનર માં ભરી ને ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ મિશ્રણ નો ઉપયોગ કરવાથી તમને ખુબજ ઝડપ થી તેની અસર જોવા મળે છે. તો જ્યારે ઓન શરદી, ખાસી કે ઉધરસ આવે તો આ ઉપાય ને જરૂર અજમાવી જોજો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા