shardi kaf ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને જણાવીશું જૂના જમાનામાં જો તાવ, શરદી, ઉધરસ કે કફ થયો હોય તો જૂના જમાના નાં લોકો કેવી રીતે ઘરેલૂ ઉપાય કરીને છુટકારો મેળવતા હતા. આજે ઉકાળા વિષે જણાવીશું જે ઉકાળાની મદદથી જુના જમાનાના લોકો નાની મોટી સમસ્યાથી છુટકારો મેળવતા હતા.

જે લોકોને વાતાવરણમાં થતા ફેરફાર ને કારણે તાવ, શરદી, ઉધરસ કે કફ થતો હોય તે લોકો માટે આ ઉકાળો ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉકાળો બનાવવા રસોડામાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો હોય છે.

આ ઉકાળો ખુબજ ફાયદાકારક છે અને તરત જ રાહત આપનારો છે. અત્યારના સમયે વાતાવરણમાં થતા ફેરફારને કારણે થતી નાની મોટી સમસ્યાઓ શરદી, તાવ સાથે સાથે ઇન્ફેક્સન થી બચાવવા માટે પણ ફાયકારક છે. તો ચાલો જાણીએ આ ઉકાળો બનાવવાની રીત.

આ ઉકાળો બનાવવા માટે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં બે તજ પત્તા ઉમેરો. હવે બે ટુકડા ક્રશ કરેલા આદુ ના ઉમેરો. આદુને ક્રશ કરીને નાખવાથી તેનો પુરે પૂરો કસ ઉકાળામાં આવે છે અને વધુ ફાયદો કરાવે છે.

હવે ચારથી થી પાંચ લવિંગ નું ટુકડા ઉમેરો. તમને જણાવીએ કે લવિંગ છાતીમાં રહેલા કફ ને દૂર કરવામાં મદદ કરે છે. હવે બે ચમચી તજ પાઉડર ઉમેરો. તમને જણાવીએ કે તજ શરદી અને તાવ સામે રક્ષણ આપે છે. હવે તેમાં એક નાની ચમચી હળદર પાઉડર, એક ચમચી જેટલો અજમો અને 7 થી 10 કાળામરી નો પાઉડર ઉમેરો.

તમને જણાવીએ કે કાળામરી તમને કફ અને ખાસ કરીને ઇન્ફેક્સન રોકવામાં મદદ કરે છે. હવે તેમાં બે ચમચી સંચર પાઉડર ઉમેરો.સંચર કફ અને શરદી ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હવે તેમાં 6 થી 8 પાન તુલસીના ઉમેરો. તુલસીનો ઉપયોગ શરદી માટે રામબાણ સાબિત થાય છે.

બધી વસ્તુઓ ઉમેર્યા પછી જ્યાં સુધી તપેલીમાં પાણી અડધું ન થાય ત્યાં સુધી પાણી ઉકરવા દો. બે ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે એટલે જ્યાં સુધી તપેલીમાં પાણી એક ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકરવા દો. તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી રહે એટલે તપેલીને નીચે ઉતારી લો અને ગરણી ની મદદ થી ગાળી લો.

અહીંયા ઉકાળો બનીને તૈયાર છે. આ ઉકાળો થોડો ગરમ હોય એટકે સર્વ કરો. આ ઉકાળો દિવસ માં બે થી ત્રણ વાર પી શકો છો. આ ઉકાળો જો તમને તાવ, શરદી, ઉધરસ, કફ કે કોઈ પણ વાઇરસ નું ઇન્ફેક્સન હોય તો પી શકો છો. અહીંયા જેટલી પણ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે બધી સામગ્રી રોગ પ્રતિકારક શક્તિ પુરી પાડે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા