shahi paneer tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એક વસ્તુ છે જે સૌને પ્રિય છે, તેનું નામ છે પનીર. તમને પણ પનીર ખૂબ ગમતું હશે, પછી ભલે તે શાકમાં હોય કે પરાઠામાં હોય. પનીરમાંથી બનાવેલું શાક દરેકને પસંદ આવે છે એવું જ એક છે શાહી પનીર. જ્યારે પણ આપણે બહાર હોટેલમાં જઈએ અથવા ઘરે પ્રસંગ હોય ત્યારે શાહી પનીર ચોક્કસ બનાવીએ છીએ.

જે દિવસે પનીર ઘરે બનાવવામાં આવે છે તે દિવસે બાળકો અને વડીલો બધા, દરરોજ કરતા એક રોટલી વધારે ખાય છે. પરંતુ કેટલીકવાર ઘરે રાંધેલું શાક હોટેલ જેટલું સ્વાદિષ્ટ હોતું નથી. જો તમારે સારું અને સ્વાદિષ્ટ શાહી પનીર બનાવવું હોય તો આ લેખમાં જણાવેલી ભૂલો ના કરવી જોઈએ.

વટાણાને વધુ ના ઉકાળો : ઘણી વખત શાકમાં ઉમેરવામાં આવેલા વટાણા અડધા કાચા રહી જાય છે અથવા વધારે બફાઈ જાય છે અને તે શાકનો સ્વાદ ઓછો કરે છે. શાહી પનીર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વટાણાને વધારે રાંધવામાં ન આવે.

ઘણી વખત જ્યારે વટાણાને વધુ રાંધવામાં આવે ત્યારે તે ચીકણું બની જાય છે અને શાકમાં ઓગળી જાય છે. શાકનો સ્વાદ ત્યારે જ સારો લાગે છે જ્યારે દરેક વસ્તુનો સ્વાદ તેમાં હોય. વધુ પડતા ઓગળેલા વટાણા ગ્રેવીનો સ્વાદ પણ બગાડી શકે છે. એટલા માટે વટાણાને ક્યારેય વધારે ન બાફો.

વધારે ટામેટાં ન ઉમેરશો : ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે આપણે બહારથી શાહી પનીર લાવીએ અથવા ઘરે બનાવીએ ત્યારે તેનો સ્વાદ થોડો ખાટો હોય છે અને જો આપણે બીજા દિવસ માટે શાક સાચવવાનું વિચારીએ તો તેમાંથી ખરાબ સ્વાદ આવવા લાગે છે. તેનું કારણ છે ટામેટાંનો વધારે પડતો ઉપયોગ.

જો તમે ટામેટાંનો વધુ ઉપયોગ કરશો તો શાક ખાટું બને છે જે શાકના સ્વાદને બગાડે છે. જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે ટામેટા અને ડુંગળીની સરખી માત્રામાં પ્યુરીનો ઉપયોગ કરો. આમ કરવાથી ગ્રેવી પણ જાડી થઈ જશે અને શાક પણ ખાટું નહીં બને. આપણે ટામેટાં વધારે નાખીએ છીએ કારણ કે ગ્રેવી સારી અને જાડી બને, પરંતુ તમે ગ્રેવીને સારી બનાવવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે કરો પનીરનો ઉપયોગ : જો તમે શાહી પનીર બનાવો છો અને પનીર જ સારું ન હોય તો બધી મજા બગડી જાય છે. ક્યારેક પનીર સોફ્ટ નથી હોતું તો ક્યારેક તેમાંથી ગંધ આવતી હોય છે. જો તમે પનીર સોફ્ટ બનાવવા માંગતા હોય તો પનીરને ગરમ મીઠાના પાણીના બાઉલમાં પલાળી દો.

10 મિનિટ પછી પનીરને બહાર કાઢીને હળવા હાથે પાણીને કાઢી લો. આ રીત પનીરને સોફ્ટ બનાવશે. હવે તમે ઇચ્છો તો પનીરને સીધું જ શાકમાં નાખી શકો છો અથવા તેલમાં ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો. તેનાથી શાક પણ સ્વાદિષ્ટ બનશે.

હવે જયારે પણ તમે શાક બનાવો ત્યારે આ ભૂલો કરવાનું ટાળજો, અમે તમારા માટે આવી જ રસોઈ ટિપ્સ લાવતાં રહીશું, વધુ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા