Sev khamani recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Sev khamani recipe in gujarati: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ (Sev khamani recipe) બનાવવાની રીત એકદમ સરળ છે. તો ચાલો જોઈ લઇએ સુરતી સેવ ખમણી રેસિપી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય.

સેવ ખમણી માટે જરૂરી સામગ્રી
  • ૧ કપ ચણાનો લોટ
  • ૨ ચમચી રવા
  • ૧ ચમચી મરચાની પેસ્ટ
  • અડધી ચમચી આદું ની પેસ્ટ
  • અડધી ચમચી પીસેલું લસણ
  • સ્વાદ મુજબ મીઠું
  • દરેલી ખાંડ
  • અડધી ચમચી લીંબુ ના ફૂલ
  • ૨ મોટી ચમચી તેલ
  • પાણી
  • ઈનો

 વઘાર માટે

  • ૩ ચમચી તેલ
  • ૧ ચમચી રાઇ
  • ૧ ચમચી સફેદ તલ
  • લીમડા ના પાન
  • એક લીલા મરચાના નાના ટુકડા
  • ૧ ચમચી હિંગ
  • હળદર
  • થોડું પાણી
  • મીઠું
  • ખાંડ

સજાવટ માટે

  • નાયલોન ની સેવ
  • શેકેલા તાજા નારિયેળ
  • દાડમ ના દાણા

sev khamani recipe

સેવ ખમણી બનાવવાની રીત (Sev khamani in recipe gujarati): સૌ પ્રથમ ચણાનો લોટ અને રવાના લોટ ને એક ચારણી માં લઈને ચાળી લો. હવે તેમાં મરચાની પેસ્ટ, આદું ની પેસ્ટ, પીસેલું લસણ, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ અને તેલ નાખો. હવે ધીમે ધીમે પાણી ઉમેરી અને બટર બનાવો. (બટર વધુ પડતું જાડું કે વધુ પાતળું બનાવવાનું નથી.મીડિયમ બનાવવું.) હવે તેને ૬-૭ મિનીટ સુધી હલાવી અને ૧૦ મિનીટ સુધી ઢાંકી ને મૂકી દો.

ત્યાર સુધી એક કડાઈ મા ૨ કપ પાણી લઇને તેણે ગરમ થવા દો. હવે ખમણ ઢોકળાના મોલ્ડ ગ્રીસ કરીલો. ત્યારબાદ બટર મા ઇનો નાખીને બરાબર હલાવીને મિક્સ કરીલો. હવે ગ્રીસ કરેલા મોલ્ડમા બટર નાખી ને મોલ્ડ ને ગરમ કરેલી કડાઈ માં મુકી ને ઢાંકી દો. ૧૫ મિનિટ પછી એક પાતળી સળીની મદદથી ચેક કરીલો કે બરાબર થઈ ગયા છે કે નહિ. હવે તેણે બહાર કાઢી થોડાં ઠંડાં થાય પછી તેના પીસ કરીલો. હવે ખમણ નો ભુક્કો કરવાં માટે એક છીણી ની મદદ થી તેનો એકસરખો ભૂક્કો કરી દો.

વઘાર માટે: એક કડાઇ ને મીડિયમ ગેસ પર મૂકી તેમાં  ૩ ચમચી તેલ નાખો. હવે તેમાં રાઇ, સફેદ તલ, લીમડા, મરચાના  નાના ટુકડા, હિંગ, હળદર, પાણી,મીઠું, અને ખાંડ નાખી બરાબર વઘાર કરી લો. હવે તેમાં ભૂક્કો કરેલા ઢોકળાં નાંખી ને બરાબર મિક્સ કરી લો. અંતે કોથમીર નાખો અને સેવ, તાજા નારિયેળ અને દાડમ ના દાણા નાખી પીરસો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા