saragavana fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને એક એવી જડીબુટ્ટી વાત કરવાની છે જે જડીબુટ્ટી દર્દીના રોગની રાહ જુએ છે અને આયુર્વેદમાં જેને રોગોનો દુશ્મન કહેવામાં આવ્યું છે. જે ૨૫૦ જેટલી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે. તો આ જડીબુટ્ટીઓનું નામ એટલે સરગવો. આ સરગવો બાગ-બગીચામાં ખાસ કરીને ખેતરના શેઢે જોવા મળે છે.

સરગવાના પાન અને સિંગ ને પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. આફ્રિકા જેવા કેટલાક દેશો એવા છે કે જે કુપોષણથી લોકો પીડાઇ રહ્યા છે. જ્યાં ડબલ્યુએચએ એવી સલાહ આપી છે કે તેમના રોજિંદા ખોરાકમાં સરગવો સામેલ કરવામાં આવે.

કારણકે સરગવો પોષક તત્વો નો ખજાનો છે. સરગવા ની અંદર પ્રોટીન અને એમીનો એસિડ, બીટા કેરોટિન,આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ, ફોલિક એસિડ જેવા તમામ પ્રકારના પોષક તત્વો પુષ્કળ માત્રામાં ની અંદર મળી આવે છે.

કેટલાક લોકો એવા હોય છે જેના શરીરમાં પોષક તત્વની ખામી હોય છે જેના કારણે એમ મલ્ટી વિટામિન કેપ્સ્યુલ લેતા હોય છે. આવા લોકો માટે સરગવો રામબાણ ઔષધી છે. જેમ કે સરગવાની અંદરથી તમામ પ્રકારના વિટામીન્સ મળી રહેશે, મલ્ટી વિટામીન ઈ કેપ્સુલ ની ગરજ સારે છે.

શાકભાજી વર્ગમાં સરગવો રાજા ગણાય છે અને તમામ પ્રકારના શાકભાજી માંથી માત્ર સરગવો જ એક એવું શાક ભાજી તો કે જેની અંદર થી આટલા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. બીજા કોઈ શાકભાજીમાં આ તમામ પ્રકારના તત્વો ખનીજ તત્વ છે,પોષક તત્વ છે એ બીજા કોઈ શાકભાજી માંથી મળતા નથી જેટલા સરગવામાંથી મળે છે.

સરગવા ની અંદર દૂધ કરતાં વધારે કેલ્શિયમ હોય છે, ગાજર કરતાં વધારે વિટામિન એ હોય છે, સંતરાં કરતાં વધારે વિટામિન સી હોય છે, કેળા કરતા વધુ ફોસ્ફરસ હોય છે. સરગવાના પાન માં સરગવાની સીંગ કરતા વધુ પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલા હોય છે.

સરગવાની સીંગ નું શાક બની શકાય છે, તેનો જ્યુસ પણ બનાવવામાં આવે છે જ્યારે પાન માંથી ઉકાળો, અને પાન ને સૂકવી ઉકાળો પણ બનાવી શકાય છે.હવે જાણો તેના ફાયદા.

સરગવાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બને છે. જેથી શરીરમાં નાની-નાની બીમારી થતી નથી. સરગવો એન્ટિઓક્સિડન્ટ નો ખજાનો છે. તેમજ આનાથી તમારું લીવર ખૂબ મજબૂત બને છે. એ સિવાય સરગવાની નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ ના દર્દી હોય એની માટે ખૂબ ફાયદો થાય છે. ડાયાબિટીસ સંપૂર્ણ રીતે કાબુમાં રહેશે.

આ સિવાય જે લોકોને માથાનો દુખાવો વારંવાર થતો હોય તેમણે સરગવાનું સેવન શરૂ કરવું જોઈએ. જેથી માથાનો દુખાવો અને વાના દુખાવામાં રાહત મળે છે.જે લોકોને હાઈ બીપીની પ્રોબ્લેમ હોય, બીપી વધી જવાની સમસ્યા હોય એની માટે પણ સરગવાનો રામબાણ ઉપાય છે.

સરગવાનાં પાનનો જૂસ પીવાથી તમને ખૂબ જ અદભુત ફાયદા થાય છે .નિયમિત સેવન કરવાથી તમારી પાચનશક્તિ ખૂબ મજબૂત બને છે. જેના કારણે ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થતી નથી અને નિત્ય સેવન કરવાથી લોહી ને એકદમ સાફ રહેશે. ચામડી ની કોઈ સમસ્યા રહેતી નથી અને ચરબી ઘટાડે છે.

આ સિવાય સરગવાનું સેવન કરવાથી તમારી આંખોની રોશની  વધશે, આંખોની દૃષ્ટિ ખૂબ મજબૂત બને છે. જે લોકોને ખાલી ચડી જવાની સમસ્યા રહેતી હોય, યાદશક્તિની સમસ્યા હોય તેની માટે પણ સરગવાનું સેવન કરવું તે ખૂબ જ ફાયદો કરે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા