sabudana-recipes
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સાબુદાણા એટલે શુંવજન ઘટાડવા માટે સાબુદાણા કેમ સારું નથી તે સમજવા માટે, તે શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. સાબુદાણા એ કાર્બોહાઇડ્રેટનો એક પ્રકાર છે જેમ કે બટાકા, બ્રેડ, ચોખા અને પાસ્તા. કાર્બોહાઇડ્રેટ્સ શરીરને energy પ્રદાન કરે છે, તેથી આ ખોરાક કોઈપણ આહાર માટે મહત્વપૂર્ણ છે. પરંતુ તમારે મધ્યસ્થતામાં કાર્બોહાઇડ્રેટ ખાવું જોઈએ, ખાસ કરીને જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ. તે તમને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક અને ઉચ્ચ કેલરીવાળા ખોરાકના વપરાશને મર્યાદિત કરવામાં પણ મદદ કરે છે. સાબુદાણા “હાઇ-કાર્બ” અને “હાઇ કેલરી” ની કેટેગરીમાં આવે છે, કેમ કે તેમાં કપ દીઠ ઘણી કેલરી હોય છે.

  • કેલરી: 544
  • કાર્બોહાઇડ્રેટ્સ: 135 જી
  • ફાઇબર: 1.37 જી
  • પ્રોટીન: 0.29 જી
  • ચરબી: 0.03 ગ્રામ
  • કેલ્શિયમ: 30.4 મિલિગ્રામ
  • આયર્ન: 2.4 મિલિગ્રામ
  • મેગ્નેશિયમ: 1.52 મિલિગ્રામ
  • પોટેશિયમ: 16.7 મિલિગ્રામ

1- સાબુદાણા ચાટ

sabudana-recipes

સામગ્રી :

  • ૨૦૦ ગ્રામ સાબુદાણા
  • ૨૦૦ ગ્રામ બટાકા
  • ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
  • ૧ ટેબલસ્પૂન ખાંડ
  • ૨-૩ લીલા મરચા ઝીણા કાપેલા
  • ૧ ટીસ્પૂન લાલ મરચું
  • ૧/૨ કપ શેકેલા સીંગદાણા
  • ૧ કપ ગળ્યું દહીં
  • ૧ કપ આંબલીની ગળી ચટણી
  • ૧/૨ કપ લીલા ધાણાની ચટણી
  • ૧/૨ કપ ફરાળી સેવ
  • ૧ કપ બટાકાની કાતરી
  • ૧/૨ કપ દાડમના દાણા
  • ૨ ટેબલસ્પૂન દ્રાક્ષ
  • ૨ ટેબલસ્પૂન કાજુના ટુકડા
  • ૨-૩ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટીસ્પૂન જીરું
  • ૧ ટીસ્પૂન તલ
  • ૧ ટીસ્પૂન જીરા પાવડર
  • થોડા લીમડાના પાન
  • સિંધવ સ્વાદ મુજબ
  • થોડા લીલા ધાણા કાપેલા

બનાવાની રીત :

  1. બટાકાને છોલી, તેના નાના ટુકડા કરી, તેલમાં કડક તળી લેવા. સાબુદાણાને ૨ કલાક પાણીમાં પલાળી રાખવા.
  2. પછી સાબુદાણામાંથી પાણી નિતારી, એકદમ કોરા કરવા. હવે એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં જીરું અને તલનો વઘાર કરવો. પછી તેમાં લીલા મરચા અને લીમડાના પાન નાંખી, એક મિનિટ સાંતળવા.
  3. પછી તેમાં સાબુદાણા, સિંધવ, ખાંડ અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ પરથી ઉતારી લેવું.
  4. હવે એક બાઉલમાં સાબુદાણા લઈ, ઉપર ઢાંકણ ઢાંકી, સ્ટીમરમાં સાબુદાણાને ૧૫ મિનિટ સ્ટીમ કરવા. સાબુદાણા બરાબર બફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવા.
  5. હવે એક બાઉલમાં તળેલા બટાકા લઈ, તેમાં દ્રાક્ષ, કાજુ, અડધા સીંગદાણા, કાતરી, થોડું મીઠું, થોડા દાડમના દાણા અને લાલ મરચું નાંખી, બરાબર મિક્સ કરવા.
  6. પછી તેમાં સાબુદાણા, ૨-૩ ટેબલસ્પૂન દહીંની ચટણી, ૨-૩ ટેબલસ્પૂન આંબલીની ચટણી અને ૨ ટેબલસ્પૂન લીલી ચટણી નાંખી, બરાબર મિક્સ કરવું.
  7. હવે એક સર્વિંગ પ્લેટમાં થોડું સાબુદાણાનું મિશ્રણ લઈ, તેની ઉપર થોડું દહીં, થોડી આંબલીની ચટણી, થોડી લીલી ચટણી, થોડા દાડમના દાણા, સીંગદાણા, થોડી સેવ અને લીલા ધાણા નાંખવા.
  8. પછી ઉપર થોડું જીરું, મીઠું અને લાલ મરચું ભભરાવી ભેળ સર્વ કરવી.

2- સાબુદાણા ના વડા

sabudana-recipes

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ બટાકા
  • ૧ ૧/૨ કપ સાબુદાણા
  • ૧ કપ શેકેલાસીંગદાણાનો ભૂકો
  • ૧ ટીસ્પૂન ખાંડ
  • ૧ લીંબુનો રસ
  • ૧ ટેબલસ્પૂન તલ
  • ૪-૫ લીલા મરચા
  • ૨-૩ ટેબલસ્પૂન કાપેલા લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

બનાવાની રીત :

  1. સાબુદાણાને ૪-૫ કલાક પાણીમાં પલાળી રાખવા. પછી તેમાંથી પાણી નિતારી, ચારણીમાં અડધો કલાક રાખવા. બટાકાને બાફી, છોલી, તેનો ભૂકો કરવો.
  2. લીલા મરચાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. હવે એક વાસણમાં સાબુદાણા, બટાકા, લીલા મરચા, લીલા ધાણા, ખાંડ, સીંગદાણા, તલ, લીંબુનો રસ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરવું.
  3. પછી તેના નાના ગોળા બનાવી, હાથથી ટીપીને નાના અને થોડા જાડા વડા બનાવવા. હવે એક પેનમાં તેલ ગરમ કરી, મીડીયમ તાપે, બધા વડા લાઈટ બ્રાઉન કલરના તળી લેવા.
  4. ગરમા ગરમ વડાને લીલી ચટણી સાથે સર્વ કરવા.

3- સાબુદાણા નો હલવો

sabudana-recipes

સામગ્રી :

  • ૧૦૦ ગ્રામ સાબુદાણા
  • ૫૦ ગ્રામ કોપરાનું છીણ
  • ૧૦૦ ગ્રામ માવો
  • ૨૦૦ ગ્રામ દૂધ
  • ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  • ૧ ટીસ્પૂન ઈલાયચી પાવડર
  • ૨-૩ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • ૨ ટેબલસ્પૂન દ્રાક્ષ
  • ૨ ટેબલસ્પૂન બદામની કતરી
  • ૨ ટેબલસ્પૂન પિસ્તાની કતરી
  • ૫૦ ગ્રામ ઘી
  • ચપટી કેસર

બનાવાની રીત :

  1. દુધમાં કેસર બરાબર મિક્સ કરી, તેમાં સાબુદાણા નાંખી, તેને ૪-૫ કલાક પલાળી રાખવા. પછી તેમાંથી વધારાનું દૂધ નિતારી, સાબુદાણાને થોડા કોરા કરવા. હવે એક પેનમાં અડધું ઘી ગરમ કરી, તેમાં કોપરાની છીણ નાંખી, ધીમા તાપે ૨ મિનિટ શેકવું.
  2. પછી બાકી બચેલું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરી, થોડીવાર સાંતળવું.
  3. છીણમાંથી બધું દૂધ બળી જાય પછી તેમાં બાકીનું ઘી, સાબુદાણા, માવો, દ્રાક્ષ, કાજુનો ભૂકો અને ખાંડ નાંખી, બરાબર મિક્સ કરી, ધીમા તાપે થોડીવાર સાંતળવું.
  4. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં ઈલાયચી પાવડર નાંખી, મિક્સ કરી, ગેસ પરથી ઉતારી લેવું. હલવો સાધારણ ઠંડો થાય પછી એક તેને સર્વિંગ પ્લેટમાં લઈ, તેની ઉપર બદામ-પિસ્તાની કતરી નાંખી, ગરમ ગરમ હલવો સર્વ કરવો.
  5. નોધ – આ હલવો ઠંડો સારો નથી લાગતો તેથી જયારે ખાવો હોય ત્યારે જ બનાવવો.