sabudana ane batakani chakri
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને બતાવીશું જે ઉપવાસ હોય ત્યારે તમે ખાઈ શકો અને સ્ટોર પણ કરી શકો એવી ફરાળની રેસિપી “સાબુદાણા – બટેટાની ચકરી”. આ ચકરી તમે ઘરે રહેલા મસાલાથી સરળ રીતે બનાવી શકો છો.જો રેસિપી સારી લાગે તો શેર જરૂર જરૂરથી કરજો.

  • જરૂરી સામગ્રી:
  • ૫૦૦ ગ્રામ સાબુુદાણા
    ૧ કિલોોબટેટા
  • ૮ થી ૧૦ નંગ લીલાં મરચાં
  • ૨ ચમચી જીરૂ
  • સ્વાદ પ્રમાણે મીઠું

સાબુદાણા-બટેટાની ચકરી બનાવવાની રીત:

જ્યારે પણ ચકરી બનાવવાનું થાય તેના આગળ નાં દિવસે સાબુદાણા ને આખી રાત પલાળી રાખવા. હવે બીજે દિવસે બટેટાનેે બાફી લો. બટેટા સારી રીતે બફાઈ જાય પછી તેને થોડા ઠંડા પડવા દો. બટેટા ઠંડા થાય એટલે તેને ખમણી વડે છીણી લો. હવે મરચાં લઈ તેને સમારી અને ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

હવે એક મોટું તપેલું લો જેમાં સાબુદાણા સારી રીતે ડૂબી જાય. આ તપેલામાં સાબુદાણા ડૂબે તેટલું પાણી,  સ્વાદ અનુસાર મીઠું, જીરું અને લીલાં મરચાંની પેસ્ટ નાખી ગેસ પર ધીમી આંચે ઉકળવા મૂકો. સાબુદાણા ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દો અને ચમચા થી હલાવતા રહો જેથી સાબુદાણા નીચે ચોંટી ન જાય.

હવે ગેસ બંધ કરી તપેલું ગેસ પર થી નીચે ઉતારી તેમાં છીણેલા બટેટા ઉમેરી બરાબર મિક્સ કરી, મિશ્રણને ૧૦ થી ૧૫ મિનિટ ઠંડુ થવા દો. હવે એક પ્લાસ્ટિકની થેલી લઈ તેમા કાણું પાડી સાબુદાણા નું મિશ્રણ ભરી લો. હવે તમારે જેવી ચકરી જોઈતી હોય તે પ્રમાણે ચકરી પાડી લો. આ ચકરી ને એક દિવસ તડકામાં સૂકવવા દેવી અને જો બીજા દિવસે થોડી હવાયેલી લાગે તો ફરીથી તડકે મૂકવી.

ચકરી સુકાઈ જાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લો. તો અહિયાં તૈયાર છે ઉપવાસમાં ઘરે જ તરી ને ખાઈ શકાય તેવી “સાબુદાણા – બટેટાની ચકરી”. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow અને શેેર તો જરૂર કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા