kitchen tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એવું કહેવાય છે કે કોઈના હૃદય સુધી પહોંચવાનો રસ્તો તેના પેટમાંથી પસાર થાય છે. જો તમને સારી રસોઈ બનાવતા આવડે છે તો તમે પણ તમારી રસોઈના સ્વાદથી સરળતાથી કોઈનું પણ દિલ જીતી શકો છો.

જો કે, મહિલાઓને રસોઇ બનાવવી વધારે ગમે છે, પરંતુ સમયના અભાવે, તેઓ કઈ નવું કરવા માટે પ્રયાસ કરી શકતી નથી. પરંતુ આજે અમે તમને કેટલીક એવી રસોઈ ટિપ્સ જણાવીશું કે જેને અપનાવીને તમે ઓછા સમયમાં ભોજનનો સ્વાદ વધારી શકો છો અને દરેક વ્યક્તિ તમારી રસોઈની પ્રશંસા કરશે.

સમયાંતરે અમે તમને રસોઈની ટિપ્સ વિશે પણ જણાવીએ છીએ જેથી કરીને તમે તમારા ભોજનનો સ્વાદ અનેકગણો વધારી શકો અને એક સ્માર્ટ રસોઈનીરાણી બની શકો ચો. તો ચાલો, આજે પણ અમે તમને આવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ.

રસોઈ ટિપ્સ : ટામેટાંનો સૂપ બનાવતી વખતે તેમાં થોડો ફુદીનાનો પાવડર ઉમેરો. તેનાથી સૂપનો સ્વાદ અને સુગંધ વધી જશે અને સૂપ વધુ હેલ્ધી બનશે. ભરેલું શાક બનાવતી વખતે મસાલામાં શેકેલી મગફળીનો પાવડર ઉમેરવાથી શાક વધારે સ્વાદિષ્ટ બને છે.

ફુદીનાનો પાઉડર બનાવવા માટે ફુદીનાના પાનને 1 દિવસ માટે સૂર્યપ્રકાશમાં સુકાવો. પછી તેને પીસીને પાવડર બનાવીને, આ પાવડરને હવાચુસ્ત પાત્રમાં રાખો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરો.

દહીં વડા બનાવતી વખતે, જ્યારે તમે દાળને ફેંટો છો, ત્યારે તેમાં એક બાફેલા બટાકાને સારી રીતે મેશ કરીને ઉમેરો. તેનાથી તમારા દહીં વડા ખૂબ જ મુલાયમ અને સ્વાદિષ્ટ બને છે.

જો તમે ભીંડાના શાકમાં તેની ચીકાસને ઓછી કરવા માંગતા હોય તો, ભીંડાનું શાક બનાવતી વખતે છેલ્લે મીઠું નાખો. આ સિવાય, લીંબુનો રસ ઉમેરવાથી પણ ભીંડાની ચિકાસ દૂર થાય છે અને સ્વાદ વધી જાય છે.

ચોખાને જીવ જંતુઓથી બચાવવા માટે ચોખાના ડબ્બામાં સૂકા કડવા લીમડાના પાન નાખો અથવા તે ડબ્બામાં આખા લાલ મરચાં રાખો. આમાં કરવાથી તમારા ચોખામાં કોઈપણ કીડા નહીં પડે.

પનીરનું શાક બનાવતી વખતે પનીરને તળ્યા પછી તેને થોડી વાર ગરમ પાણીમાં મૂકી રાખો. પછી તેને પાણીમાંથી બહાર કાઢી ગ્રેવીમાં થોડીવાર પકાવો, આમ કરવાથી પનીરનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મુલાયમ બને છે.

દહીંવાળી ગ્રેવીના શાકમાં મીઠું હંમેશા ઉકાળ્યા પછી જ નાખો, આમ કરવાથી દહીં ફાટશે નહીં અને સાથે જ મીડીયમ ગેસ પર રાંધવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે.

પૂરીને ખૂબ જ મુલાયમ, સોફ્ટ અને ફુલેલી બનાવવાની હોય તો લોટ બાંધતી વખતે પાણીને બદલે દૂધનો ઉપયોગ કરો. આ સિવાય, જો તમારે ઈડલીને વધારે સોફ્ટ બનાવવી હોય તો તેના બટરમાં થોડા મેથીના દાણા ઉમેરો.

આલૂ પરાઠા દરેકને પ્રિય વાનગી છે. આ વખતે જો તમે બટાકાના પરાઠા બનાવવા માંગતા હોય તો બટાકાના મિશ્રણમાં થોડી કસૂરી મેથી ઉમેરો. પરાઠા એટલા સ્વાદિષ્ટ બનશે કે દરેક વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટતા રહી જશે.

આ ટિપ્સ અપનાવીને તમે પણ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકો છો અને તમે પણ સ્માર્ટ ગૃહિણી બની શકો છો. આ કિચન ટીપનો ઉપયોગ કરશો તો લોકો તમારા વખાણ કરતાં થાકશે નહીં. તો આજથી જ આ ટિપ્સ અપનાવો. આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા