ઘરે સરળતાથી બનાવો પાચનશક્તિને મજબૂત કરનાર રાયતા મસાલો


ખાવાની સાથે જો રાયતા હોય તો ખાવાની મજા અનેકઘણી વધી જાય છે. રાયતા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પરંતુ તેની સાથે તમારા પાચનને પણ સારી સ્થિતિમાં રાખે છે. જો તમને પણ રાયતા ખાવાનું પસંદ હોય તો તમે ઘરે જ રાયતાનો મસાલો બનાવી શકો છો.

બધા મસાલાની જેમ રાયતા મસાલા પાવડર એ ખૂબ જ ઉપયોગી મસાલા પાવડર છે, જ્યારે આપણે રાયતા, દહીં વડા અથવા મસાલા ચાટ બનાવીએ ત્યારે આપણે તેમાં આ મસાલાનો પાવડર ઉમેરી શકાય છે.

રાયતા મસાલા પાવડર શેકેલા મસાલા અને મીઠામાંથી બનાવવામાં આવે છે અને તેને 2-3 અઠવાડિયા સુધી હવાચુસ્ત બરણીમાં સ્ટોર કરી શકાય છે. તમે કોઈપણ પ્રકારના રાયતામાં ઉમેરી શકો છો અને તેને દહીં વડા પર પણ છાંટી શકો છો. અને આ ઘરે બનાવેલા રાયતા મસાલાની ખાસ વાત એ છે કે તાજા હોવાની સાથે સાથે તેમાં રહેલા મસાલા તમારી પાચનશક્તિને પણ વધારે છે.

સામગ્રી : કાળું મીઠું 1 ચમચી, વરિયાળી 1 મોટી ચમચી, કાળા મરી 10-15, હીંગ 1/2 નાની ચમચી, જીરું – 1 ચમચી

4

રાયતા મસાલો બનાવવાની રીત : રાયતા મસાલા બનાવવા માટે સૌથી પહેલા એક ગરમ પેનમાં જીરું, વરિયાળી અને હિંગ નાખીને ધીમા ગેસ પર શેકી લો. જયારે જીરું અને વરિયાળી બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા માટે પ્લેટમાં કાઢી લો.

જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેમાં જીરું, વરિયાળી અને હિંગ ને મિક્સર જારમાં નાખો. આ સાથે જ કાળા મરી ઉમેરો. પછી તેને પીસીને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં કાળું મીઠું ઉમેરીને મિક્સ કરો. તો તૈયાર છે તમારો રાયતા મસાલો. હવે તેને એરટાઈટ બરણીમાં ભરી સ્ટોર કરો.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.


રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા