રેસ્ટોરન્ટ જેવા પંજાબી શાક બનાવવા માટે વપરાતી સિક્રેટ ગ્રેવી – Punjabi Shaak Gravy

0
730
Punjabi Shaak Gravy In Gujarati

આજે આપણે બનાવીશું પંજાબી શાક(Punjabi Grevy) માં વપરાતી ગ્રેવી ની રેસિપી અથવા તો બધા શાક માં ઉપયોગ મા લઈ શકાય એવી ગ્રેવી ની રેસિપી. તમે આ ગ્રેવી ને સ્ટોર કરી શકો છો અને ફકત ૫-૧૦ મીનીટ માં ૨૦ થી વધુ પંજાબી શાક માં ઉપયોગ કરી શકો છો.

  • સામગ્રી:
  • ૫૦૦ ગ્રામ ટામેટા
  • ૫૦૦ ગ્રામ ડુંગળી
  • ૫૦ ગ્રામ આદું
  • ૫૦ ગ્રામ લસણ ની કરી
  • ૨૫ ગ્રામ મગજતરી નાં બી
  • ૨૫ ગ્રામ કાજુ

ટામેટાની પ્યુરી બનાવવાની રીત:  સૌ પ્રથમ ટામેટા ને લઈ તેમાં પાણી એડ કર્યાં વગર તેની પ્યુરી તૈયાર કરી લો. પ્યુરી બનાવ્યા પછી ડુંગળીની સ્લાઈસ કરી લો.

  • કાજુ-મગજતરી નાં બી ની પેસ્ટ માટે
  • પાણી
  • મગજતરી નાં બી
  • કાજુ

કાજુ-મગજતરી ની પેસ્ટ બનાવવાની રીત:  ગેસ પર એક પેન માં પાણી એડ કરી તેમાં મગજતરી નાં બી અને કાજુ એડ કરી ને બન્ને ને પાણી માં બોઇલ કરી લો. બંને સારી રીતે બોઈલ થઈ ગયા પછી નીચે ઉતારી ઠંડું થવા દો.ઠંડું થયા પછી તેને મિક્સર બાઉલમાં એડ કરી તેમાં ૪-૫ બરફ નાં ટુકડાં એડ કરી બરાબર ગ્રાઇન્ડ કરી લો.

Punjabi Shaak Gravy recipe

ડુંગળીની પેસ્ટ બનાવવાની રીત :  ગેસ પર પેન મુકી તેમા ૪ ચમચી તેલ એડ કરી તેમાં ૫૦૦ ગ્રામ સ્લાઈસ કરેલી  ડુંગળી એડ કરો. હવે સારી રીતે ડુંગળીને સોતે કરી લો. ૭-૮ મીનીટ સુધી ડુંગળીને હલાવતાં રહો. ત્યાં સુઘી ડુંગળીની કલર ગોલ્ડન બ્રાઉન નાં થાય ત્યાં સુધી તેને થવા દો. ડુંગળી સોતે થઈ જાય પછી ગેસ ને બંધ કરી નીચે ઉતરી ઠંડું થવા દો. ડુંગળી ઠંડી થઈ ગયાં પછી મિક્સર બાઉલમાં લઈ તેમાં ૫-૬ બરફના ટુકડા એડ કરી  ડુંગળીને ગ્રાઇન્ડ કરી લો.

Punjabi Shaak Gravy recipe in gujarati

  • આદું – લસણ ની પેસ્ટ માટે
  • ૫૦ ગ્રામ આદુના ટુકડાં
  • ૫૦ લસણ ની કરી
  • પાણી
  • એક મિક્સર બાઉલ માં આદુના ટુકડા અને લસણ લઈ પાણી એડ કરી ગ્રેવી બનાવી લો.

Punjabi Shaak Gravy recipe

ગ્રેવી માટે:

  • ૧ કપ તેલ
  • ૧ ચમચી લવિંગ
  • ૧ ચમચી એલચી
  • ૧ તજ નો ટુકડો
  • તમાલ પત્ર
  • ૧ ચમચી જીર
  • હળદળ
  • મરચુ
  • ૩ ચમચી ધાણા જીરું પાઉડર
  • ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર

શાક માટે ગ્રેવી બનાવવાની રીત

  • એક પેન એમ તેલ લઈ બધા મસાલા એડ કરી સારી રીતે સોતે કરી લો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ એડ ક્રો. ૩-૪ મિનિટ સુધી હલાવતા જાઓ.
  • હવે ગ્રેવી મા મસાલા માટે હળદળ, લાલ મરચું, ધાણા જીરું, અને શેકેલા જીરા ને લઈ પાણી એડ કરી પેન મા એડ કરો.
  • બધા મસાલા ને ૨-૩ મિનિટ  માટે સારી રીતે સોતે કરી લો.
  • હવે ટામેટા પ્યુરી ને એડ કરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. ૬-૭ મિનિટ માટે ગેસ પર ઢાંકણ ઢાંકી થવા દો.
  • ૬-૭ મિનિટ થયા પછી તેમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ એડ કરો. અને સારી રીતે સોતે કરી લો. ૪-૫ મિનિટ માટે ઢાંકી થવા સોતે થવા દો.

તો તૈયાર થઈ ગઈ છે ગ્રેવી. તમે આ ગ્રેવી ને બાઉલમાં ભરી ને ફ્રીજર  માં ૧૫ દિવસ સુધી રાખી શકો છો.. જ્યારે શાક બનાવવામાં જરૂર પડે ગ્રેવી ની ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Punjabi Shaak Gravy recipe

ગ્રેવી ને પંજાબી રેસ્ટોરન્ટ જેવી બનાવવા માટે બનાવેલ ગ્રેવી માં કાજુ અને મગજતરી ની પેસ્ટ એડ કરો.હવે તેને મીડિયમ ગેસ પર સારી રીતે કુક કરો.૪-૫ મીનીટ સુધી સતત હલાવતા જાઓ. અહિયાં તમારી પંજાબી રેસ્ટોરન્ટ જેવી શાક ની ગ્રેવી તૈયાર થઇ ગઈ છે. હવે આ ગ્રેવી ને એરટાઈટ કન્ટેનર માં ભરી ને ફ્રીઝ મા ૧૫ દિવસ સુધી રાખી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.