ડુંગળી અને ટામેટાનો રસોઈમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. સલાડ હોય કે કોઈપણ શાક, આ બે શાકભાજીની સૌથી વધુ જરૂર પડે છે. હવે જ્યારે તમે ગ્રેવી બનાવતા હોવ તો સમજી લો કે ડુંગળી અને ટામેટાં વગર ગ્રેવી બનાવવી સપના જેવું છે.
ઘણી સ્ત્રીઓ ટિપ્સ જાણે છે તો તેઓ ડુંગળી કે ટામેટા વગર સ્વાદિષ્ટ અને જાડી ગ્રેવીનું શાક બનાવી લે છે. પરંતુ જયારે તમારા ઘરે ટામેટા અને ડુંગળી નથી ત્યારે તમે શું કરશો? તો શું તમને આવી ટિપ્સ વિશે જાણવા માંગો છો.
જો નથી જનતા તો અમારો આ લેખ જરૂર વાંચો. આજે આ લેખમાં અમે તમને આવી જ ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે પણ ગ્રેવીને જાડી કરી શકશો. આ ટિપ્સ ગ્રેવીનો સ્વાદ પણ વધારશે અને ડુંગળી અને ટામેટાંની જરૂર પણ નહીં પડે.
શેકેલા કાજુ અને મલાઈ
કાજુનો ઉપયોગ લોકો શાહી પનીર જેવી વાનગીઓ બનાવવા માટે કરતા હોય છે. જો તમે ડુંગળી અને ટામેટાં વગર તમારી ગ્રેવીને ઘટ્ટ કરવા માંગતા હોય તો તમે શેકેલા કાજુ અને મલાઈને મિક્સ કરીને ગ્રેવી બનાવી શકો છો. આ ગ્રેવીનો રંગ, ટેક્સચર અને સ્વાદ પણ વધી જશે.
શુ કરવુ તો, સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચી ઘી નાંખો અને તેમાં કાજુ નાખીને શેકી લો. હવે તેમાં એક ચપટી મીઠું ઉમેરો અને 2 મિનિટ સાંતળ્યા પછી ગેસ બંધ કરી દો. હવે એક બાઉલમાં તાજી મલાઈ લો અને તેને 1 થી 2 મિનિટ માટે ફેટી લો (1 મિનિટ હલાવી લો).
હવે બ્લેન્ડરમાં કાજુ અને તાજી મલાઈને બ્લેન્ડ કરો. પછી, ગ્રેવી તૈયાર કરવા માટે પેનને ધીમી આંચ પર રાખો અને ધીમે ધીમે આ મલાઈ અને કાજૂનું બનાવેલું મિશ્રણ ઉમેરો. ધીમી આંચ પર 5-7 મિનિટ સારી રીતે પકાવો અને પછી બધા મસાલા અને તમારા શાકભાજી ઉમેરીને તમારું ગ્રેવીવાળું શાક બનાવી લો.
સફેદ તલ, કાજુ અને મખાના
તમારી ગ્રેવીને ઘટ્ટ કરવા માટે કાજુ, તલ અને મખાના પણ એક સારો વિકલ્પ છે. તમે અત્યાર સુધી દહીં અને મલાઈ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ગ્રેવીને ઘટ્ટ કરવા વિશે સાંભળ્યું જ હશે, પરંતુ આ પ્રકારની ગ્રેવી માત્ર ટેસ્ટી જ નહીં પણ હેલ્ધી પણ બનશે.
શુ કરવુ તો, એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં 1/2 ચમચી જીરું, 2 તમાલપત્ર, 1 નાનો તજનો ટુકડો, 4-5 ઈલાયચી, 4 લવિંગ અને 5 કાળા મરીના દાણા નાખીને સાંતળો. જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે તેમાં 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખીને મિક્સ કરો.
હવે આ પેનમાં 1 મોટી ચમચી કાજુ, 1 મોટી ચમચી સફેદ તલ અને 2 ચમચી મખાના નાખીને બધી વસ્તુઓને ફ્રાય કરો. જો તમે ઈચ્છો તો તેમાં થોડી આમલીની પેસ્ટ પણ ઉમેરી શકો છો. બધી વસ્તુઓ 5 મિનિટ સુધી રાંધ્યા પછી ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો.
ઠંડુ થયા પછી તેમને મિક્સર જારમાં નાખીને સ્મૂધ પેસ્ટ બનાવો. આ પછી, પેનમાં તેલ ગરમ કરો અને આ પેસ્ટને ઉમેરીને રાંધો અને તમારા શાકભાજી, ચીઝ વગેરે ઉમેરીને ગ્રેવીવાળું શાક તૈયાર કરો.
આ વસ્તુઓ સિવાય પણ તમે કોર્ન સ્ટાર્ચ ઉમેરીને ઘટ્ટ ગ્રેવી બનાવી શકો છો. આ સિવાય શાક બનાવતી વખતે તેમાં ધીમે-ધીમે દહીં ઉમેરવાથી પણ ગ્રેવી જાડી બને છે. અમને આશા છે કે તમને આ ટિપ્સ ખુબ જ ઉપયોગી થશે. આવી જ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.