protein rich food for vegetarians
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શરીરમાં જુદા જુદા અંગો રહેલા છે જે દરેક અંગો શરીર માટે ખુબજ અગત્યના છે. તેજ રીતે શરીરમાં રહેલા સ્નાયુઓ પણ ખુબજ મોટી ભૂમિકા ભજવે છે. શરીર સારી રીતે કામ કરે તેમ સ્વસ્થ સ્નાયુઓ મજબૂત શરીરમાં મોટી ભૂમિકા ભજવે છે. જો સ્નાયુઓ મજબૂત હોય તો દરરોજનું કામ સરળતાથી કરી શકાય છે.

મજબૂત સ્નાયુઓ ના કારણે શરીરના સાંધા એટલે કે હાડકાના સાંધા પણ સારી રીતે કામ કરે છે. તંદુરસ્ત અને મજબૂત શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીન માત્ર શરીરની રોગપ્રતિકારક શક્તિ જ નથી વધારતું, પરંતુ સ્નાયુઓને પણ શક્તિ આપે છે. પ્રોટીન શરીરના નવા કોષો બનાવે છે.

વજન ઘટાડવું હોય કે વધારવું, બંનેમાં પ્રોટીનની ભૂમિકા મહત્વની છે. શરીરને નિયમિત પ્રોટીનની જરૂર હોય છે જે આહાર દ્વારા પૂરી થઈ શકે છે. તેથી પ્રોટીનથી ભરપૂર ખોરાકને આહારમાં સામેલ કરવું એટલું જ જરૂરી છે. ડાયેટિશિયન્સ કહે છે કે પ્રોટીન સહિત તમામ પોષક તત્વો આપણે શાકાહારી આહાર દ્વારા સરળતાથી મેળવી શકીએ છીએ.

ઘણા શાકાહારી ખોરાક પ્રોટીનથી ભરપૂર હોય છે. તો અહીંયા તમને શાકાહારીઓ માટે એવા પાંચ ફૂડ વિશે જણાવીશું જે પ્રોટીનથી ભરપૂર હોય છે.

મસૂરની દાળ: મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. 240 મિલી રાંધેલી દાળમાં 18 ગ્રામ પ્રોટીન હોય છે. સાથે જ દાળમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પણ સારી હોય છે. 240 મિલી એટલે કે એક કપ દાળ શરીરને જરૂરી ફાઈબરના 50 ટકા પ્રદાન કરે છે. મસૂરમાં જોવા મળતા ફાઈબર કોલોનમાં સારા બેક્ટેરિયાને વધારવામાં પણ મદદરૂપ છે.

લીલા વટાણા: તમને જણાવી દઈએ કે શાકભાજીમાં પણ પ્રોટીન હોય છે. શિયાળામાં લીલા વટાણાનું સેવન વધુ કરવામાં આવે છે. સ્વાદની સાથે લીલા વટાણામાં પ્રોટીન પણ ભરપૂર હોય છે. એક કપમાં પ્રોટીનનું પ્રમાણ એટલે કે 240 મિલી લીલા વટાણા લગભગ 9 ગ્રામ છે.

આ એક કપ દૂધ કરતાં થોડું વધારે છે. આ ઉપરાંત, લીલા વટાણા ફાયબર, વિટામિન એ, સી, કે, થાઇમીન, ફોલેટ અને મેંગેનીઝ પ્રદાન કરે છે. જે શરીરની દૈનિક જરૂરિયાતના 25 ટકાથી વધુ છે. આ સિવાય લીલા વટાણાને આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર અને અન્ય ઘણા વિટામિન્સનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે.

સફેદ ચણા: તમારે તમારા આહારમાં સફેદ ચણાનો પણ સમાવેશ કરવો જોઈએ. સફેદ ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. એક કપ સફેદ ચણામાં અંદાજે 15 ગ્રામ પ્રોટીન હોય છે. સફેદ ચણા કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેંગેનીઝના સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.

સોયા મિલ્ક: સોયા મિલ્ક પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર હોય છે. નિયમિત સોયા મિલ્કનું સેવન કરવાથી શરીરમાં આ પ્રોટીન અને વિટામિન્સની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળે છે. સોયાબીનમાંથી બનેલું આ દૂધ વિટામિન્સ અને મિનરલ્સનો સ્ત્રોત પણ છે. 240 મિલી સોયા મિલ્ક 7 ગ્રામ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન બી12 યોગ્ય માત્રામાં પ્રદાન કરે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા