શિયાળો ચાલુ થઇ ગયો છે અને તે પોતાની સાથે શુષ્ક હવામાન પણ લઈને આવે છે. શિયાળાની સૌથી મોટી સમસ્યા એ છે કે આ ઋતુમાં ત્વચા અને વાળને લગતી અનેક સમસ્યાઓ થાય છે. જે લોકોને ડ્રાયસ્કિન છે અને વજન વધારે છે અને ખુલ્લા પગે ચાલવાની આદત હોય છે તેઓને તો પગની ફાટેલી એડીઓ પણ વધારે પરેશાન કરે છે.
આવી સ્થિતિમાં પગને વારંવાર ધોવા પણ યોગ્ય નથી અને પગને ગંદા છોડી દેવા પણ યોગ્ય નથી. મહિલાઓને શિયાળામાં પેડિક્યોર વગેરે કરાવવામાં પણ ઘણી આળસ આવે છે અને ઘણા લોકો પગની સાફ સફાઈ માટે અવગણના કરે છે. આના પરિણામ એ આવે છે કે ક્યારેક તો લોકોના પગ એટલા ફાટી જાય છે કે તેમને દુખાવો થવા લાગે છે અને લોહી પણ આવવા લાગે છે.
આવી સ્થિતિમાં તમે કેટલીક સરળ ટિપ્સની મદદથી ફક્ત 5 થી 10 મિનિટમાં તમારા પગને સાફ કરી શકો છો અને આ ટિપ્સ શિયાળાના સમય માટે યોગ્ય રહેશે. તો ચાલો જાણીએ આ ટિપ્સ શું છે અને તેની મદદથી શું થશે.
સ્ટેપ 1 : પગની સફાઈ : ત્વચાની સફાઈ કેટલી જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ પગને સાફ કરવું પણ એટલું જ જરૂરી છે. પહેલા નખને ટ્રિમ કરો અને તમારા પગને ભીના કપડાથી લૂછીને અથવા પાણી અને સાબુથી ધોઈને પગમાં તેલની માલિશ કરો.
તમે કોઈપણ તેલ લઇ શકો છો જે તમારા પગને અનુકૂળ હોય છે. તમે આ માટે 60 સેકન્ડ સુધી ડીપ મસાજ કરવાનો પ્રયત્ન કરો. તે પગની ડીપ કન્ડીશનીંગ માટે આ જરૂરી છે અને તમારી ત્વચા પણ આરામથી મોઈશ્ચરાઈઝ થઇ જશે.
અહીં પણ તે જ રીત લાગુ પડે છે જે ચહેરાના તેલને સાફ કરવા માટે છે. તમે તેને આ રીતે આખી રાત માટે પણ રાખી શકો છો અને સવારે તેને ધોઈ શકો છો અથવા આગળનું સ્ટેપ પણ ફોલો કરી શકો છો.
સ્ટેપ 2 : હૂંફાળા પાણીથી સફાઈ : હૂંફાળા પાણીમાં સેંધા નમક (મીઠું) અને થોડું શેમ્પૂ ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને તેમાં તમારા પગ મૂકીને બેસી જાઓ. જો તમારી પાસે સમય હોય તો તમે 10 મિનિટ માટે બેસી હકો છો.
જો સમય ના હોય તો ઓછામાં ઓછા 2 મિનિટ માટે તેમને ડૂબાડીને બેસો. 2 મિનિટમાં તે તમારા પગની ઉપરની ગંદકીને ખૂબ સારી રીતે દૂર કરી નાખશે. આમ શેમ્પૂ નો ઉપયોગ કર્યો હોવાથી તેલ પણ સાફ થવા લાગશે. આ સ્ટેપમાં તમે તમારા પગને રિલેક્સ કરી શકો છો.
સ્ટેપ 3 : પગનું એક્સ્ફોલિયેશન : હવે ઓછામાં ઓછી 45 સેકન્ડ અથવા જો તમારી પાસે સમય હોય તો તેનાથી પણ વધારે સમય તમારા પગને ઘસવામાં આપો. આ સ્ટેપમાં તમારે પગની મૃત ત્વચા દૂર કરવાની છે. આ સ્ટેપમાં તમે પ્યુમિસ સ્ટોન અથવા ફુટ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો, ઘરમાં જે વસ્તુઓ છે તેના પર આધાર છે.
સ્ટેપ 4 : મોઇશ્ચરાઇઝેશન : હવે તમે છેલ્લી 30 સેકંડમાં મોઇશ્ચરાઇઝિંગ કરશો જે રીતે તમે દરરોજ કરો છો તે જ રીતે તમારા પગને મોઇશ્ચરાઇઝ કરો. વેસેલિન, કોલ્ડ ક્રીમ, લોશન તમે જે પણ ઉપયોગ કરતા હોય તેનાથી પગની ઘૂંટીઓને સારી રીતે મસાજ કરો. આ પછી તમે મોજાં પહેરી લો અને આરામથી બેસી જાઓ. તમારા પગને યોગ્ય રીતે સાફ થઇ ગયા છે અને મોઇશ્ચરાઇઝ પણ થઇ ગયા છે.
પગને સાફ કરવામાં એક વાતનું ધ્યાન રાખો કે તમે આ આખી પ્રક્રિયા 5 મિનિટમાં પણ કરી શકો છો અને અડધો કલાક માટે પણ કરી શકો છો. દરેક સ્ટેપન અલગ અલગ પોતાના ફાયદા છે અને દરેક સ્ટેપ તમારા પગને સાફ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.