દિવાળી માં તમે ઘરે જુદાં જુદાં પ્રકારની રેસિપી બનાવતા હસો. આજે અમે તમને દિવાળી માં ઘરે પડવાળી પૂરી કેવી રીતે બનાવી શકાય જે તમે ૨૦ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઇ લઈએ પડવાળી પૂરી બનાવવા ની એકદમ સરળ રીત.
સામગ્રી
- ૧ કપ મેંદા નો લોટ / ઘઉં નો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- અડધી ચમચી અજમો
- ૨ ચમચી ઘી / તેલ
- ચમચી કાળા મરીનો ભુકો
- કણક બાંધવા માટે જરુરી પાણી
પેસ્ટ માટે:
- ૧ ચમચી વનસ્પતિ / દેશી ઘી
- અડધી ચમચી ચોખા નો લોટ
બનાવવાની રીત
- મિક્સિંગ બાઉલમાં મેંદા નો લોટ, સ્વાદ મુજબ મીઠું, અજમો, ઘી, કાળા મરીનો પાઉડર લો. તેમને સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં થોડું પાણી ઉમેરો અને થોડી કડક અને સરળ કણક બનાવિલો.
- કણક ને ૨૦ મિનિટ માટે એક બાજુ મા મુકી રાખો.
- બીજા બાઉલમાં ચોખાના લોટ અને ઘી મિક્સ કરો. (ઘી થોડું વધારે લેવું જેથી પ્રવાહી સ્વરૂપમાં મિશ્રણ રહે)
- ૨૦ મિનિટ પછી બનાવેલી કણક ના સમાન લુવા(ભાગ) કરી દો.( રોટલી માટે)
- રોટલી કરવાના પાટલા પર થોડું ઘી લગાવીને વેલણ ની મદદથી મોટી અને પતલી રોટલી વણી લો. હવે રોટલી પર ઘી અને લોટની પેસ્ટ લગાવી દો.
- પેસ્ટ લગાવ્યા પછી બીજી રોટલી તે રોટલી પર મુકો અને તેને પણ ઘી અને લોટ ની પેસ્ટ લગાવો.તેજ રીતે ત્રીજી રોટલી પણ તેનાં પર મુકી ને પેસ્ટ લગાવી દો.
- હવે રોટલી ત્રણ પડ વારી થઈ ગઈ હસે, તેને એકબાજુ થી રોલની જેમ વાળી દો.
- આ રોલ ને થોડો પાટલા પર ફેરવીને લાંબો કરી લો.
- હવે રોલ ને ૧ ઇંચના ટુકડાઓમાં કાપો.
- કટ કરેલા ટુકડામાંથી એક ટુકડો લો અને તેણે પાટલા પર મુકી ને પૂરી વણી લો.
- આ જ રીતે બાકીની પુરી તૈયાર કરી લો..
- મધ્યમ તાપમાને તેલ ગરમ કરો.
- પુરી ને તળવા માટે મૂકો. પુરી બંને બાજુ હળવા સોનેરી થાય ત્યાં સુધી પુરીને ફ્રાય કરો.
- પૂરી બની ગયા પછી તેને તમે ૧૫ દિવસ સૂધી આરામ થી સ્ટોર કરી શકો છો.
નોંધ લેવી:
- લોટ એકદમ સરખી રીતે મિકસ હોવો જોઈએ.
- કણક ભેળવવા ઠંડા પાણીનો ઉપયોગ કરવો
- ફરસી પુરી માટે ચુસ્ત અને સરળ કણક ભેળવી દો.
- ૨૦ મિનિટ માટે કણક બનાવીને મુકી રાખવી.
- ઘી અને લોટનું મિશ્રણ પ્રવાહી હોવું જોઈએ.
- વણેલી રોટલી પર ઘી-લોટ ના મિશ્રણનો(પેસ્ટ) પાતળો પડ લગાવો.
- હાથની મદદથી રોલ કરો, રોલ ને પાતળો ન કરો.
- રોલ પુરી ધીમેધીમે બનાવવી, વધુ ભાર આપીને પૂરી બનાવવી નહી, નહિંતર સ્તરો યોગ્ય રીતે અલગ નહીં થાય.
- મધ્યમ ગેસ પર પૂરી ફ્રાય કરો.