આજના સમયમાં વધી રહેલા પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીમાં ફેરફારોને કારણે વાળ ખરવા એ મહિલાઓ માટે મોટી સમસ્યા છે. વાળનો ગ્રોથ વધારવા માટે મહિલાઓ ઘણી રીતો અજમાવતી હોય છે જેમ કે નવા શેમ્પૂ, તેલ અને હેર સીરમ અજમાવતી હોય છે.
કેટલીક વાર તેઓ વાળની મોંઘી ટ્રીટમેન્ટ પણ લે અને બજારમાં મળતી બધી જ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. દરેક સ્ત્રીની એવું ઈચ્છે છે કે સુંદર વાળ હોય અને આ માટે તે પોતાની તરફથી ઘણા પ્રયત્નો કરવા છતાં વાળનો વિકાસ દેખાતો નથી અને તેઓ નિરાશ થઇ જાય છે.
જો તમે પણ લાંબા સમયથી વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો અને વાળના વિકાસ માટે વિવિધ ઉપાયો કરીને કંટાળી ગયા છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારા વાળનો ગ્રોથ વધારવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. કદાચ તમને પણ ખબર હશે કે ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડુંગળીના રસથી વાળનો વિકાસ સારો થાય છે કારણ કે તેમાં સલ્ફરનું પ્રમાણ સારું એવું હોય છે. ડુંગળીનો રસ વાળને અંદરથી મજબૂત બનાવીને ખરવાની સમસ્યામાં રાહત મળે છે. તેનાથી વાળના ફોલિકલ્સમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને થોડા જ દિવસમાં વાળ સ્વસ્થ દેખાવા લાગે છે. તો ચાલો ડુંગળીના રસથી તૈયાર કરવામાં આવેલા 5 હેર પેક જાણીએ.
1. નાળિયેર તેલ અને ડુંગળીના રસ : નાળિયેલ તેલનો લગભગ મોટાભાગના ઘરે તેનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે વાળને સ્વસ્થ રાખવા માટે નારિયેળનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળને પોષણ આપે છે અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક હોય છે.
ડુંગળીના રસના ફાયદા મેળવવા માટે તમે નાળિયેર તેલમાં મિક્સ કરીને હેર પેક બનાવી શકો છો. આ માટે એક બાઉલ લો અને તેમાં નારિયેળ તેલ અને ડુંગળીનો રસ બંને સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરીને વાળમાં લગાવો. આ પેકને માથાની ચામડી પર હળવા હાથે લગાવો અને 30 મિનિટ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
જો તમારી પાસે સમય ઓછો છે અને તૈયાર ડુંગળીના હેર પેક વડે તમારા વાળની તંદુરસ્તી જાળવવી હોય તો તમે વાળ ખરતા નિયંત્રણ માટે મામાઅર્થનો ઓનિયન હેર માસ્ક ઘરે બેઠા મેળવી શકો છો.
2. ઇંડા અને ડુંગળીનો રસ : વાળના પ્રોટીનના બનેલા છે તો તેને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઈંડામાં ભરપૂર પ્રોટીન હોય છે. જો ડુંગળીનો રસ અને લેવેન્ડર એસેન્સિયલ ઓઇલ સાથે ઈંડાનો ઉપયોગ કરવામાં આવે તો તે વાળ માટે ખૂબ સારો હેર પેક બને છે. આ પેકને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો અને પછી હૂંફાળા અથવા સાદા પાણીથી ધોઈ લો.
3. મધ અને ડુંગળીનો રસ : ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે મધ ખૂબ જ ફાયદાકારક છે . તેનાથી વાળને પૂરતું પોષણ મળે છે અને વાળ ખરવાની સમસ્યાને દૂર કરે છે. આ પેક બનાવવા માટે બે ચમચી ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને માથાની ચામડી પર લગાવીને તેને હળવા હાથે મસાજ કરો. આ પછી ઓછામાં ઓછા અડધો કલાક રાખીને પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
4. એરંડાનું તેલ સાથે ડુંગળીનો રસ : તમે પણ જોયું હશે નાના બાળકોને વાળના ગ્રોથ માટે એરંડાનું તેલ લગાવામાં આવે છે, કારણ કે તે વાળને અંદરથી મજબૂત બનાવવામાં અસરકારક માનવામાં આવે છે. જો એરંડાના તેલ સાથે ડુંગળીના રસને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વાળ માટે વધુ ફાયદાકારક બને છે.
તેનો ફાયદો મેળવવા માટે તમે એક બાઉલમાં 2 ચમચી એરંડાનું તેલ અને 2 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરીને માથાની ચામડી પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ મિશ્રણને તમારા વાળમાં 1 કલાક માટે લગાવેલું રહેવા દો અને પછી તેને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ વાળના વિકાસમાં મદદ કરે છે અને માથાની ચામડીને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે.
5. ઓલિવ ઓઈલ અને ડુંગળીનો રસ : ઓલિવ તેલ વાળમાં કુદરતી ચમક લાવવા અને ફ્રઝી વાળ, ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક છે. ઓલિવ ઓઈલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને સરસ હેર પેક બનાવી શકાય છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી ઓલિવ તેલ અને 2 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો અને 2 કલાક માટે રહેવા દો.
ઘરે આસાનીથી તૈયાર થતા આ હેર પેકનો ઉપયોગ કરીને તમે ઘણા પૈસા બચાવી શકો છો. આ સાથે તમારા વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જશે, તો પછી રાહ જોયા વગર આ 5 સરળ રીતો અપનાવો અને સરળતાથી સ્વસ્થ અને ચમકદાર વાળ મેળવો.
જો તમે વાળ અને ત્વચાને સુંદર બનાવવા માટે સ્કિન કેર ટિપ્સ મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને ત્વચા સબંધિત અને વાળની કેર કેવી રીતે કરાવી તે વિષે માહિતી મળતી રહેશે.
જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.