તમારામાંથી ઘણાને એવી ફરિયાદ હોય છે કે રાત્રે સારી અને ગાઢ ઊંઘ નથી આવતી. તો બીજી તરફ કેટલાકની સાથે એવું થતું હશે કે ઊંઘ આવે તો પણ વચ્ચે-વચ્ચે તૂટતી રહે છે, જેના કારણે ઊંઘ પૂરી નથી થતી. જો આવું થતું હોય તો, અમે તમને ઘસઘસાટ ઊંઘ માટે એક મંત્ર જણાવી રહયા છીએ.
જ્યોતિષ નિષ્ણાત કહે છે કે જેમ મનુષ્ય સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે કોઈને કોઈ દેવતા સાથે સંબંધ હોય છે, તેવી જ રીતે ઊંઘનો પણ દેવતા સાથે સંબંધ હોય છે. હિન્દુ ધર્મમાં, નિદ્રાની દેવી અને તેમના મંત્રોનું વર્ણન કરેલું છે.
ઊંઘનો મંત્ર વિધિ : શાસ્ત્રો અનુસાર નિદ્રા દેવીના મંત્રનો જાપ કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. નિદ્રા દેવીના મંત્રો વિશે જણાવતા પહેલા આવો અમે તમને આ મંત્રોના જાપ કરવાની રીત પણ જણાવીએ.
ઊંઘના મંત્રો જાપ કરવાની સૌથી સરળ પદ્ધતિ એ છે કે રાત્રે તમારે કોઈ પણ કારણથી પથારી છોડવાની ન હોય અથવા બધું કામ પતાવીને પથારીમાં સુવા જઈ રહયા હોય ત્યારે આ મંત્રનો જાપ કરવાનો છે.
પથારીમાં સૂયા પછી, તમારા મોઢાને ચાદર અથવા ધાબળાથી ઢાંકો અને તમારી આંખો બંધ કરીને મંત્રનો જાપ કરો. મંત્રો જાપ કરતા પહેલા કે પછી કોઈની સાથે વાત નથી કરવાની. ચોક્કસ તમને મંત્રોના જાપની અસરથી ઊંઘ આવી જશે અને તમે ઊંડી અને સારી રીતે ઊંઘી જશો.
મનની શાંતિ માટેનો મંત્ર : જો તમારું મન અશાંત છે, તો તમને ક્યારેય સારી ઊંઘ નહીં આવે અને તમારું વર્તન પણ ચીડચીડું થતું જશે. આવી સ્થિતિમાં તમે રાત્રે સૂતી વખતે ‘અચ્યુતાય નમઃ’ મંત્રનો જાપ કરો. તેનાથી મન શાંત થશે અને ઘસઘસાટ ઊંઘ પણ આવશે.
ઘભરાહટ માટે મંત્ર : ક્યારેક મનમાં એક અજીબ ગભરાટ હોય છે, જેના કારણે ઊંઘ ઉડી જાય છે અને લાખ પ્રયત્નો પછી પણ ફરી ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં તમારે આ મંત્ર “અનન્તાય નમઃ’ નો જાપ કરવો જોઈએ. તેનાથી મનની ગભરાટ દૂર થશે અને ઊંઘ પણ સરળતાથી આવશે.
ડર માટે : ઘણીવાર પહેલા ઊંઘ આવતી નથી અને જો આવે તો પણ ખરાબ સ્વપ્નને કારણે આંખ ખુલી જાય છે. આવી સ્થિતિમાં તમે ‘ગોવિંદાય નમઃ’ નો જાપ કરી શકો છો. આના કારણે તમને કોઈ ખરાબ સપના નહીં આવે અને તમારા મનમાં ડર પણ નહીં આવે અને તમને રાત્રે સરસ ઊંઘ આવી જશે.
તો આ હતા સારી ઉંઘના મંત્રો અને તેની રીત. હવે પણ આજે જ આ મંત્રનો જાપ કરી જુઓ. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો, આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.