Never make these mistakes when using AC
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળની શરૂઆત થઇ ગઈ છે અને ગરમીથી રાહત મેળવવા માટે અને ઘરને ઠંડુ કરવા માટે એર કંડિશનરનો ઉપયોગ કરીએ છીએ. વાસ્તવમાં તેનો ઉપયોગ તમને ઠંડક તો આપે જ છે પરંતુ તે આપણી ઉનાળાની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

પરંતુ કેટલીક વાર લોકો તેનો ઉપયોગ કરતી વખતે થોડી બેદરકારી દાખવે છે, જેના કારણે તમારું વીજળીનું બિલ પણ વધારે આવે છે અને રૂમની ઠંડક પણ ઓછી થાય છે. એટલું જ નહીં, એર કંડિશનરનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવાને કારણે તે ઝડપથી બગડી પણ જાય છે.

જો તમને પણ આ સમસ્યા વારંવાર જોવા મળે છે કે તમારા ઘરનું એર કંડિશનર વારંવાર ખરાબ થઇ જાય છે અને રૂમને યોગ્ય રીતે ઠંડુ નથી કરતું તો તમારે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. ચાલો તો જાણીયે કઈ છે સામાન્ય ભૂલો જે ક્યારેય ના કરવી જોઈએ.

એર ફિલ્ટરને સાફ ના કરવું : જો તમારું એ.સી બરાબર રીતે રૂમને ઠંડુ નથી કરતુ તો તેનું એક કારણ એર ફિલ્ટર ગંદુ પણ હોઈ શકે છે. ઘણી વખત એર ફિલ્ટરમાં એટલી બધી ગંદકી જમા થઇ જાય છે કે નવું એર કંડિશનર પણ યોગ્ય રીતે ઠંડી હવા નથી આપી શકતું.

આ સિવાય એર ફિલ્ટર પણ ક્યારેક ધૂળથી ભરાઈ જાય છે અને ધૂળથી ભરેલું એર ફિલ્ટર પણ ઓછી ઠંડકનું કારણ બની શકે છે. તેથી એર કંડિશનરનો ઉપયોગ કરતા પહેલા અથાબાવા ઉનાળાની શરૂઆતમાં, તેના ફિલ્ટરને સારી રીતે સાફ કરો. એકવાર તમે તેનું કોમ્પ્રેસર ચેક કરાવી લો કારણ કે ખરાબ કોમ્પ્રેસર ACને પણ બગાડી શકે છે.

રૂમના દરવાજાને વારંવાર ખોલવું અને બંધ કરવું : ઘણીવાર લોકો રૂમમાં એર કંડીશનરનો ઉપયોગ કરતી વખતે રૂમનો દરવાજો બંધ રાખે છે કે જેથી રૂમને ઠંડક મળી શકે. પરંતુ કેટલીકવાર નાના બાળકો અથવા ઘરના કોઈ મોટા વ્યક્તિ કામ માટે વારંવાર રૂમ ખોલે છે અને બંધ કરતા રહે છે.

આમ કરવાથી રૂમમાં ઠંડક નથી થતી અને એર કંડિશનરના કોમ્પ્રેસરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે કારણ કે તે તેની કેપેસીટી કરતા વધારે ઉર્જાનો વપરાશ કરવા લાગે છે. દિવસમાં પડદા ખુલ્લા છોડી દેવા : લોકો ઘણીવાર દિવસ દરમિયાન રૂમના બધા પડદા ખુલ્લા રાખે છે અને બહારનો સૂર્યપ્રકાશ રૂમની અંદર આવતો રહે છે.

આવી સ્થિતિમાં જ્યારે તમે રૂમને ઠંડુ કરવા માટે એર કંડિશનરનો ઉપયોગ કરો છો તો તેને રૂમને ઠંડુ કરવા માટે વધારે ઉર્જાનો વપરાશ કરવો પડે છે. તે જ સમયે, જ્યારે સૂર્યપ્રકાશ રૂમની અંદર પ્રવેશ કરે છે ત્યારે રૂમની ઠંડક પણ ઓછી થાય છે અને વીજળીનો વપરાશ વધવા લાગે છે. તેથી જ્યારે પણ તમે રૂમમાં એ.સી ચાલુ કરો ત્યારે તમારે રૂમના બધા પડદા બંધ કરી દેવા જોઈએ.

એર કંડિશનરની સમયસર સર્વિસ ના કરવી : ઘણી વખત લોકો ભૂલ કરે છે કે એર કંડિશનર યોગ્ય સમયે સર્વિસ નથી કરાવતા. તેને સર્વિસ ન કરવાને કારણે તે ઓછી ઠંડક આપે છે. તેથી ઉનાળાની શરૂઆતમાં જ એસીનો ઉપયોગ કરતી વખતે હંમેશા તેનો ઉપયોગ કરતા પહેલા પ્રોફેશનલ પાસેથી તેની તપાસ કરાવો. આ સિવાય, AC ને લાંબા સમય સુધી સારું રાખવા માટે એર ફિલ્ટરને સમયસર બદલતા રહો.

સારી રીતે પાવર ના મળવો : ઘણી વખત એસી ચાલુ કરીએ ત્યારે થોડીવાર ચાલ્યા પછી જ તે ગરમ થવા લાગે છે. આ માટેનું મુખ્ય કારણ રૂમમાં પાવર સપ્લાયની ખરાબી હોઈ શકે છે. હંમેશા તેને ચાલુ કરતા પહેલા અર્થિંગ અને પાવરને તપાસો. જો અર્થિંગની સમસ્યા હશે તો તમારું AC ઝડપથી ફેલ થઈ શકે છે.

રિમોટનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવો : જ્યારે AC ચાલુ હોય છે ત્યારે તમે ઠંડકને વધારવા અને ઘટાડવા માટે વારંવાર તેના મોડ્સ રિમોટથી બદલતા રહો છો, પરંતુ વારંવાર રિમોટને ખોટી રીતે વાપરવાથી તમારા રિમોટને નુકસાન થઈ શકે છે અને એર કંડિશનરને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી રિમોટનો ઉપયોગ કરતી વખતે વારંવાર મોડ બદલશો નહીં.

રૂમ મુજબ AC ના ખરીદવું : ઘણી વખત આપણે રૂમની ક્ષમતા કરતા ઓછી કેપેસીટીવાળું એ.સી રૂમમાં લગાવીએ છીએ. ઉદાહરણ તરીકે જો રૂમ મોટો છે તો તેમાં ઓછામાં ઓછું 2 ટનનું AC લગાવવું સારો વિકલ્પ છે. ઓછી ક્ષમતાનું એર કંડિશનર રૂમને યોગ્ય રીતે ઠંડુ નથી કરી શકતું અને ACને પણ ઝડપથી બગડે છે.

જો તમે ઉનાળામાં એર કંડિશનરનો ઉપયોગ કરો છો તો તમારે આ લેખમાં જણાવેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો એસીનો ઉપયોગ કરતા લોકોને પણ જણાવજો. આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા