mustard seed in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રાઈના દાણા આપણા રસોડામાં વપરાતી બધી સામગ્રીમાંની એક મુખ્ય સામગ્રી છે. મહિલાઓ તેનો ઉપયોગ એક નહીં પરંતુ લગભગ દરેક વાનગીમાં કરે છે. રાઈના ઉપયોગથી શાકનો ટેસ્ટ પણ સારો આવે છે અને જો રાઈને ઉમેરવામાં ન આવે તો વાનગીનો સ્વાદ પણ બગડી શકે છે.

પરંતુ જો રાઈના દાણામાં ભેળસેળ હોય તો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં રાઈના દાણા ખરીદતી વખતે તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે કે નહિ તેની ઓળખ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.

જો તમે રસોઈ બનાવાવમાં રાઈનો ઉપયોગ કરો છો તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ કારણ કે આ લેખમાં અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે રાઈના દાણામાં ભેળસેળ છે કે નહિ તે ઓળખી શકો છો.

ખાવાનો સોડા અને ગરમ પાણીનો ઉપયોગ : રાઈના દાણા એક એવી વસ્તુ છે કે જેને ઘણા લોકો ફક્ત તેમના હાથમાં રાખીને જોઈને નક્કી કરે છે કે રાઈના દાણા સારા છે કે નહીં. જો તમે પણ આ રીતે હાથમાં રાખીને જુઓ છો તો તમે પણ છેતરાઈ શકો છો.

હા આ સાચું છે કે કારણ કે રાઈના દાણામાં બીજા કેટલાક બીજ પર પીળા કલરમાં રંગીને મિક્સ કરીને રાઈના દાણામાં ભેળવી દેવામાં આવે છે જેના કારણે નકામા દાણા પણ ઓરીજીનલ રાઈના દાણા જેવા સારા લાગે છે. ભેળસેળવાળી રાઇને ઓળખવા માટે આ કેટલીક ટિપ્સ જાણો.

સૌથી પહેલા એક થી બે કપ પાણીને ગરમ કરો. હવે ગરમ પાણીમાં ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરો. પછી આ પાણીમાં રાઈના દાણા નાખીને થોડી વાર રહેવા દો. જો રાઈના દાણા રંગ છોડી દે તો તમે કહી શકો કે રાઈના દાણામાં કોઈ ભેળસેળ છે.

લીંબુનો રસ : કદાચ તમે જાણતા હોય, અને જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કાળા રાઈના દાણામાં આર્ગેમોનના બીજ મિક્સ કરીને વેચવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આર્ગેમોન બીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

આર્ગેમોનના બીજ લગભગ કાળી રાઈના દાણા જેવા જ દેખાય છે જેને રંગીન કરીને રાઈના દાણા સાથે મિક્સ કરી દેવામાં આવે છે. ભેળસેળ ઓળખવા માટે આટલું કરો. સૌથી પહેલા એક વાસણ લો અને તેમાં એકથી બે ચમચી રાઈના દાણા કાઢીને રાખો. હવે તેમાં એકથી બે ચમચી લીંબુનો રસ નાખીને થોડીવાર માટે રહેવા દો. જો રાઈના દાણા રંગ છોડી દે છે તો તમે કહી શકો કે રાઈના દાણામાં ભેળસેળ છે.

Fssai ના નિયમોનું પાલન કરો : Fssai એટલે કે Food Safety and Standards Authority of India. તમે રાઈના દાણામાં ભેળસેળ છે કે નહિ તે ઓળખવા માટે Fssai ના નિયમને પણ અનુસરી શકો છો. આ માટે એક પ્લેટમાં રાઈના દાણાને ફેલાવો. હવે તમે Magnifying glass ની મદદથી ધ્યાનથી જુઓ. જો તમે ધ્યાનથી જોશો, તો તમને ખબર પડશે કે સરસવની સપાટી સરળ છે અને જ્યારે આંગળીઓથી દબાવવાથી અંદરથી પીળો રંગ દેખાશે.

જો સરસવના દાણામાં આર્ગમોનના બીજ અથવા બીજા કોઈ બીજનું મિશ્રણ હશે તો રાઈના દાણા અંદરથી રફ અને સફેદ હોય છે. ઘણી વખત ભેળસેળ કરીને વેચવાવાળા રાઈના દાણામાં અંદરથી કાળા રંગના પણ દેખાય છે.

સાદુ પાણીનો ઉપયોગ : તમે સામાન્ય પાણીથી પણ તમે રાઈના દાણામાં ભેળસેળ છે કે નહિ તે ઓળખી શકો છો. આ માટે સૌથી પહેલા એક વાસણમાં એકથી બે મગ કપ પાણી નાંખો અને તેમાં બેથી ત્રણ ચમચી રાઈના દાણા નાખો. જો રાઈના દાણા પાણી પર તરે છે તો તમે કહી શકો કે ભેળસેળવાળા છે કારણ કે શુદ્ધ રાઈ પાણીની ઉપર નહિ પણ નીચે તળિયે બેસે છે.

જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “રાઈના દાણામાં ભેળસેળ છે કે નહિ આ રીતે જાણો, ઘરે જ આ ટિપ્સની મદદથી ઓળખી શકો છો”

Comments are closed.