મુલતાની માટી ત્વચા પર પ્રાચીન સમયથી લગાવવામાં આવે છે. તે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. મુલતાની માટી લગાવવાથી ત્વચામાં નિખાર તો આવે છે પણ સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.
જ્યારે દૂધ ત્વચાને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ કરે છે. શું તમે જાણો છો કે આ બંનેને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને ઘણી રીતે ફાયદો થાય છે. આજે આ લેખમાં અમે તમને તેના ફાયદા જણાવીશું. તો આવો જાણીએ.
ત્વચાને કેવી રીતે એક્સ્ફોલિએટ કરવી : ફેસિયલ કરાવતી સ્ત્રીઓને ખબર હશે કે એક્સ્ફોલિએટ કેટલું જરૂરી છે . જો તમે પણ બજારુ એક્સ્ફોલિયેટરનો ઉપયોગ કરો છો તો હવેથી બંધ કરો. તેના બદલે તમે મુલતાની માટી અને દૂધનો ઉપયોગ કરો.
મુલતાની માટી ત્વચા સાફ કરવા માટે પ્રખ્યાત છે. જો તમે મુલતાની માટીમાં દૂધ મિક્સ કરીને તમારી ત્વચા પર લગાવો છો તો તે તમારા ચહેરા પર રહેલી ડેડ સ્કિન દૂર થઇ જશે. આનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકસાન થશે નહીં. તેથી મોંઘા એક્સફોલિએટરને બદલે આનો ઉપયોગ કરો.
ખીલ ઘટાડે છે : જે લોકોની ત્વચા ઓઈલી હોય છે તેમના ચહેરા પર ખીલ ઝડપથી થાય છે. જો કે ખીલ ઘટાડવા માટે બજારમાં ઘણા ફેસ વોશ મળે છે પરંતુ આ સમસ્યામાંથી કુદરતી રીતે છુટકારો મેળવવા માંગતા હોય તો મુલતાની માટી અને દૂધનો ઉપયોગ કરો.
આ બંનેનું મિશ્રણ ત્વચામાં રહેલા તેલ અને ગંદકીને સાફ કરે છે. આનાથી રોમછિદ્રો પણ સાફ થાય છે જેનાથી ખીલ ઓછા થાય છે. હવે આગલી વખતે જ્યારે પણ તમારા ચહેરા પર ખીલ થાય ત્યારે એકવાર આ ઉપાય જરૂર કરો.
ત્વચાને યુવાન બનાવવા માટે : આજની ખરાબ જીવનશૈલીના કારણે ચહેરો ઉંમર પહેલા ઘરડો દેખાવા લાગે છે. એટલે કે ચહેરા પર ફાઈન લાઈન્સ અને કરચલીઓ દેખાય છે. ઘણી સ્ત્રીઓ કરચલીઓ ઘટાડવા માટે ફેસિયલ અને ક્રીમનો ઉપયોગ કરે છે.
પરંતુ જો તમે કુદરતી રીતે આ સમસ્યાને ઓછી કરવા માંગતા હોવ તો મુલતાની માટીમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. આ તમારી ત્વચાને ટાઈટ કરશે, જેના કારણે કરચલીઓ ઓછી થશે અને તમારી ત્વચા જુવાન દેખાશે.
ચમકતી ત્વચા માટે : મહિલાઓ પોતાની ત્વચાને ચમકાવવા માટે ના જાણે કેટલી બધી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. તેમ છતાં કોઈ ખાસ ફર્ક નથી પડતો. જો પિગમેન્ટેશનને કારણે તમારો ચહેરો નિસ્તેજ દેખાય છે તો મુલતાની માટી અને દૂધ લગાવો.
ટેનિંગ દૂર કરવા માટે : ત્વચાની લાલાશ, બળતરા અને સૂર્યપ્રકાશને કારણે ચહેરો બળવાની સમસ્યાને ઓછી કરવા માટે પણ મુલતાની માટી અને દૂધ ફાયદાકારક છે. કદાચ આમાંથી દરેક મહિઅલાએ મુલતાની માટીનો ઉપયોગ કર્યો હોય તો તમે ચહેરા પર ઠંડક અનુભવી હશે.
મુલતાની માટી લગાવવાથી ચહેરો ઠંડો લાગવાનું કારણ તેમાં રહેલા ઠંડકના ગુણ છે. તેના ઉપયોગથી ટેનિંગ ઘણી હદ સુધી ઓછું થાય છે. જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો આવી જ બ્યુટી ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.