Mix these special ingredients in water hair growth can increase
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક સ્ત્રી હંમેશાથી લાંબા વાળની ​​શોખીન હોય છે, પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં લાંબા વાળની ​​કાળજી લેવા માટે કોઈની પાસે સમય એટલો નથી. દેખીતી રીતે, આ કારણે, આપણામાંથી ઘણી સ્ત્રીઓનું આ સ્વપ્નને સ્વપ્ન જ રહી જાય છે.

આટલું જ નહીં, કેટલીક વખત મોંઘી પ્રોડક્ટ પણ વાળમાં સારી અસર દેખાડી શકતી નથી. આવી સ્થિતિમાં, ઘરે જ કેટલાક સરળ ઘરેલું ઉપચારની મદદથી તમે માત્ર વાળની ​​યોગ્ય કાળજી જ નહીં, પરંતુ વાળના વિકાસને પણ સુધારી શકો છો.

(1) અળસીનું પાણી : અળસીના બીજમાં વિટામિન-ઇ, વિટામિન-બી અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી અળસીનો ઉપયોગ વાળ માટે કુદરતી ઘરેલુ ઉપચાર તરીકે પણ કરી શકાય છે. આ માટે તમારે ફક્ત અળસીનું પાણી તૈયાર કરીને તેનાથી તમારા વાળ ધોવા પડશે.

અળસીનું પાણી તૈયાર કરવા માટે, 2 ચમચી અળસીને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત ઢાંકીને રાખો. આ પાણીને સવારે ગાળી લો. તમને આ પાણી થોડું ઘટ્ટ અને પ્રવાહી જેવું દેખાશે. તમે આ પાણીથી આખા વાળને પલાળી દો અને થોડીવાર માટે રહેવા દો. પછી તમે પાણીથી વાળ ધોઈ શકો છો.

ફાયદા : અળસીના પાણીથી વાળને ધોવાથી તમારા પાતળા વાળની ​​જાડાઈ વધશે. NCBIના રિસર્ચ રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે અળસી એન્ટીફંગલ હોય છે અને તેનાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા દૂર થઇ જાય છે.

પ્રોટીનથી ભરપૂર હોવાથી અળસીનું પાણી વાળના વિકાસને વેગ આપે છે. જો તમારા વાળ અકાળે સફેદ થતા થઇ રહયા છે અથવા થઇ ગયા છે તો અળસીનું પાણી સમય પહેલા જ સફેદ થતા વાળને અટકાવે છે.

(2) લીંબુ પાણી : લીંબુનો ઉપયોગ સીધો વાળમાં ક્યારેય ન કરવો જોઈએ. હા, જો તમે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને તમારા વાળમાં લગાવો છો, તો તમને તેના ફાયદા ચોક્કસ મળે છે. તમને જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન-સીની સાથે આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.

જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તમારા વાળને લીંબુના પાણીથી ધોશો તો વાળના મૂળ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે. શેમ્પૂથી તમારા વાળ ધોયા પછી તમે 1 મગ પાણીમાં 2 લીંબુ નિચોવીને તે પાણીથી તમારા વાળને ધોઈ લો. આમ કરવાથી તમને ખૂબ જ સારા પરિણામ મળશે.

ફાયદા : આનાથી તમારા વાળમાં અનોખી ચમક આવે છે. જો વાળમાં ઓછા વાળ દેખાય છે અને થોડી ટાલ દેખાય છે તો તે પણ સારા દેખાવા લાગશે. જો ખોપરી ઉપરની ચામડીમાં ડેન્ડ્રફ છે તો તે પણ ખતમ થઈ જશે.

(3) ચોખાનું પાણી : એક સમાચાર અનુસાર ચીનના એક ગામની મહિલાઓ ચોખાના પાણીથી વાળ ધોવે છે અને તેના કારણે આ ગામની લગભગ દરેક મહિલાઓના વાળ કમરથી પણ લાંબા હોય છે. આ જ કારણ છે કે આ ગામનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

ચોખાના પાણી પર ઘણા સંશોધનો થયેલા છે, જે દર્શાવે છે કે ચોખાના પાણીમાં એમિનો એસિડ હોય છે, જે વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે અને તેમને વધારવામાં મદદ કરે છે. તમે ચોખાના પાણીનો બે રીતે ઉપયોગ કરી શકો છો.

તમે ચોખાને પાણીમાં પલાળી રાખો અને પછી તેના પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે કરો અથવા ચોખાને રાંધીને તેમાંથી નીકળતા સ્ટાર્ચને વાળમાં લગાવો. બંને સ્થિતિમાં ચોખાનું પાણી તમારા વાળ માટે ફાયદાકારક હોય છે. તમે આથેલા ચોખાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

ફાયદા : ચોખાનું પાણી વાળમાં લગાવવાથી તેનો ગ્રોથ સારો થાય છે. જો વાળ બેમુખવાળા થઇ રહયા છે તો તે પણ ઠીક થઈ જાય છે. ચોખાના પાણીથી વાળમાં ચમક આવે છે અને તે મજબૂત બને છે.

આશા છે કે તમને અમારી આ માહિતી પસંદ આવી હશે. જો તમને આવી જ વાળ સબંધિત સમસ્યાઓ માટે ઘરે ઉપાય શોધી રહયા છો તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા