Cleaning Mixer Tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Cleaning Mixer Tips: રસોડામાં આવા ઘણા ઉપકરણો છે એમાંનું એક મિક્સર, જે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જેનો ઉપયોગ રસોડાના દરેક નાના -મોટા કામને જલ્દીથી પતાવવા માટે થાય છે. જોકે, ઘણા લોકોને તેને વાપરીને સીધું મૂકી દે છે, જેને બહુ ઓછા લોકો તેની સાફ સફાઈ કરતા હશે.

મિક્સર જારમાં મસાલા, કઠોળ અને બીજી ઘણી બધી વસ્તુઓ પીસ્યા પછી, આપણે તેને ધોઈએ મૂકી દઈએ છીએ, પરંતુ મિક્સરની સફાઈ દરરોજ કરવાને બદલે, આપણે મહિનામાં એકવાર કરીએ છીએ અને આના જ કારણે સફાઈ સંપૂર્ણ રીતે થતી નથી અને તેના પર જામી ગયેલી ગંદકી ખાવામાં ના આવે તેનો ભય રહે છે.

એજ રીતે મિક્સરની જારમાં પીસી લીધા પછી પણ જારને અંદરથી સાફ કરવામાં આવે છે, પરંતુ તેનો પાછળનો ભાગ સાફ ના કરવાને કારણે ગંદો રહે છે. જો તમે પણ કરતા હોય , તો તમારી આ આદતને બદલી નાખો. આ લેખમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું,

જેની મદદથી માત્ર મિક્સર જ નહીં પણ જારનો પાછળનો ભાગ પણ સહેલાઈથી સાફ કરી શકશો. આ રીતે તમે તમારા મિક્સરને એકદમ નવું લાવ્યા હોય તેમ ચમકાવી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે સાફ કરી શકાય.

ડીટરજન્ટ અને વિનેગર

તમે મિક્સર ગ્રાઇન્ડરનો બહારના ભાગને સાફ કરવા માટે ડિટરજન્ટ અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જોકે ઘણા લોકો તેને ટૂથપેસ્ટની મદદથી પણ સાફ કરે છે, પરંતુ જો મિક્સર વધારે ગંદું થઇ ગયું હોય અને તમે તેને ઝડપથી સાફ કરવા માંગતા હોય તો વિનેગર અને ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો.

એક વાટકીમાં 1 ટીસ્પૂન ડીટરજન્ટ લો અને તેમાં બે ચમચી વિનેગરનો ઉપયોગ કરો. હવે ટૂથબ્રશ અથવા કોટન કાપડની મદદથી મિક્સરને ભીનું કરો. હવે તેને બ્રશથી રગડીને સૂકા કપડાથી સાફ કરો. ધ્યાનમાં રાખો કે અંદર બ્રશની મદદથી સાફ ન કરો, એટલે જ્યાં તમે જાર મુકો છો, આમ કરવાથી પાણી અંદર જઈ શકે છે, જેના કારણે મિક્સર બગડવાનો ડર રહે છે.

આ પણ વાંચો: મિક્સર ગ્રાઇન્ડર જલ્દી બગડે નહીં તેની જાળવણી કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો

મિક્સર જારનો પાછળનો ભાગ સાફ કરવા

આપણે બધા ઘણી વખત મિક્સર જારનો ઉપયોગ કર્યા પછી તેને સાફ તો કરીએ છીએ, પણ તેના પાછળનો ભાગ જેમ છે તેમ જ છોડી દઈએ છીએ અને ધીરે ધીરે ત્યાં ગંદકી જમા થવા લાગે છે. જો તમને લાગે કે તેને સાફ કરી શકાય એમ જ નથી, તો અહીંયા તમે ખોટા છો.

અહીં અમે તમને એક સરળ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે મિક્સર જારની પાછળની બાજુને મિનિટોમાં સાફ કરી નાખશો. આ માટે મિક્સર જારની પાછળની બાજુ બેકિંગ સોડા, મીઠું અને વિનેગરને મિક્સ કરો અને બે મિનિટ માટે આમ જ રહેવા દો. હવે તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરો. તેના પર રહેલી ગંદકી સંપૂર્ણપણે દૂર થઈ જશે.

ઇયરબડ્સ

મિક્સરમાં જ્યાં જાર મૂકવામાં આવે છે તે જગ્યાને સાફ કરવા માટે ઇયરબડ્સનો ઉપયોગ કરી શકો છો. આ જગ્યાએ ગંદકી વધારે જમા થતી હોય છે, તેને સાફ કરવા માટે, 1 ચમચી બેકિંગ સોડા, ડીશવોશિંગ લિક્વિડ અને મીઠું ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરો.

સૌથી પહેલા સુતરાઉ કાપડને ભીનું કરો અને સાફ કરો અને જ્યાં આંગળીઓ ન પહોંચી શકતી હોય ત્યાં ઇયરબડની મદદથી તેને સાફ કરો. હકીકતમાં આ ભાગને બ્રશથી સાફ કરી શકાતો નથી, કારણ કે જગ્યા ઓછી હોય છે અને પાણી અંદર જવાનો ભય રહે છે. સફાઈ કરતી વખતે ધ્યાન રાખો કે તેને પાણીથી વધારે ભીનું ના કરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા