masala pav recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મહારાષ્ટ્ર અને ગુજરાત તેમના સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ પ્રખ્યાત જગ્યાઓ છે. અહીં તમને વિવિધ પ્રકારના મસાલેદાર અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ ખાવા અને જોવા મળી જશે. દેખીતી રીતે તમે મુંબઈ કે અમદાવાદ માત્ર સ્ટ્રીટ ફૂડ ખાવા તો જવાના નથીહીં. એટલા માટે તમે તમારા ઘરે જ મુંબઈ અને અમદાવાદનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ બનાવી શકો છો.

ખાસ કરીને જો તમને મસાલેદાર વસ્તુઓ ખાવાનું ગમે છે તો તમે મસાલા પાવ બનાવીને ખાઈ શકો છો. તમે તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો, તો ચાલો આજે તમને નવી સ્ટાઈલમાં મસાલા પાવ બનાવવાની સરળ રીત જણાવીએ.

સામગ્રી : 4 સૂકા લાલ મરચા, 2 લસણની કળી, 1 મોટી ચમચી પાવભાજી મસાલો, 1/2 નાની ચમચી જીરું પાવડર, 1/2 નાની ચમચી ધાણા પાવડર, 2 મોટી ચમચી લસણની ચટણી, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી જીણું સમારેલુ આદુ, 1/2 કપ ગરમ પાણી,

2 મોટી ચમચી માખણ, 1/2 કપ ડુંગળી જીણી સમારેલી, 1 નાની ચમચી લીલું મરચું જીણું સમારેલ, 1/2 કપ ટામેટા જીણા સમારેલા, 1/4 કપ કેપ્સીકમ જીણા સમારેલા, 1 નાની ચમચી લીંબુનો રસ, 6 પાવ, મુઠ્ઠી કોથમીર જીણી સમારેલી અને મુઠ્ઠીભર સેવ.

બનાવવાની રીત : મસાલા પાવ બનાવવા માટે સૌથી પહેલા લાલ મરચાની પેસ્ટ બનાવી લો. તેના માટે સૂકા લાલ મરચાને 1 કલાક પાણીમાં પલાળી રાખો. આ પેસ્ટ તૈયાર કરવા માટે મિક્સરમાં લાલ મરચા સિવાય આદુ, લસણ અને ગરમ મસાલો ઉમેરીને ગ્રાઇન્ડરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.

હવે મસાલા પાવ માટે મસાલો તૈયાર કરવા માટે, ગેસને ધીમી આંચ પર મૂકો અને તેના પર એક પેન રાખો. જ્યારે પેન ગરમ થાય, એટલે માખણ ઉમેરો. સૌથી સારી વાત એ છે કે તેનો મસાલો બનાવવા માટે ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

જ્યારે માખણ પીગળી જાય, ત્યારે પહેલા ડુંગળીને ફ્રાય કરો. તેને એટલું ફ્રાય કરો કે તે બ્રાઉન ન થાય અને ડુંગળીની કાચી ના લાગે. હવે તેમાં બારીક સમારેલા લીલા મરચા ઉમેરો, પછી તેમાં પાવભાજી મસાલો ઉમેરો. પછી તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને મીઠું ઉમેરીને મસાલાને સારી રીતે શેકી લો.

હવે આ મિશ્રણમાં તમે જે લાલ મરચાની પેસ્ટ કરી હતી તેને ઉમેરો. તેમાં બે મોટી ચમચી ઉમેરીવાથી તમને ખૂબ જ સારી ફ્લેવર મળી જશે. હવે આ મિશ્રણમાં ટામેટાં ઉમેરો અને તેને સારી રીતે પકાવો. ધ્યાનમાં રાખો કે તમારે ટામેટાંને હળવા મેશ કરીને રાંધવાના છે.

જ્યારે ટામેટાં પાકવા લાગે ત્યારે તેમાં સમારેલા કેપ્સીકમ ઉમેરો. જ્યારે કેપ્સિકમનો કાચોપણું દૂર થઈ જાય ત્યારે આ મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ ઉમેરવાથી મસાલાની કડવાશ સંતુલિત થાય છે. હા, જો તમે ખાટા ટામેટાંનો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં લીંબુનો રસ ના નાખો.

આ રીતે મસાલો તમારો તૈયાર થઈ જશે. હવે પાવને વચ્ચેથી કાપી, તમે જે પેનમાં મસાલો તૈયાર કર્યો હતો તે જ પેન પર પાવને માખણ વડે શેકી લો. પૅનને ના ધોવાની જરૂર છે એ ના લૂછવાની.

વાસ્તવમાં, મસાલાનો વધેલો ભાગ પેન પર હોય છે, તે પાવને મૉપ-અપ કરે છે અને આ મસાલા પાવનો સ્વાદ વધારે છે. જયારે પાવ શેકાઈ જાય એટલે તેમાં સમારેલી કોથમીર નાખી મસાલો ફેલાવો.

પાવને કટ સાઈડથી દબાવીને બંધ કરો. હવે તેને પેન પર એકસાથે બંને બાજુથી શેકી લો. આ પછી મસાલા પાવને સેવથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ પીરસો. જો તમને આવી અવનવી રેસિપી વિહે જાણવું પસંદ છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા