mango ice cream recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને મેંગો આઈસ્ક્રીમ એક નવી જ રીતે બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

મેંગો આઈસ્ક્રીમ સામગ્રી

  • કેરી – 400 ગ્રામ
  • દૂધની મલાઈ – 3/4 કપ
  • ગરમ દૂધ – 1/4 કપ
  • ખાંડ – 4-5 ચમચી
  • ઈલાયચી પાવડર
  • 4 ચમચી દૂધ પાવડર
  • ડ્રાયફ્રુટ (વૈકલ્પિક)

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત

  • મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, એક કેરી (400 ગ્રામ) લો. હવે કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.
  • હવે એક મિક્સર જાર લો, તેમાં કેરીના ટુકડા ઉમેરો અને ઝીણી પેસ્ટ બનાવો.
  • હવે એક બાઉલ લો, તેમાં 3/4 કપ દૂધની મલાઈ, 1/4 કપ ગરમ દૂધ ઉમેરો અને સારી રીતે ફેટ કરો (મિક્સરમાં મિક્સ ન કરો).
  • હવે કેરીના પલ્પની મિક્સર જાર લો, તેમાં તૈયાર કરેલું મલાઈનું મિશ્રણ, 4-5 ચમચી ખાંડ, ઈલાયચી પાવડર, 4 ચમચી દૂધ પાવડર અને 1 ચપટી મીઠું ઉમેરો.
  • હવે મિક્સર જારમાં બધું બરાબર પીસી લો.
  • હવે, આઈસ્ક્રીમ મોલ્ડ, કપ અથવા ગ્લાસ લો અને તેમાં આઈસ્ક્રીમ મિશ્રણ ભરો.
  • હવે બધા મોલ્ડને ફોઈલ પેપર વડે ઢાંકી દો.
  • હવે આઈસ્ક્રીમ મોલ્ડને ફ્રીઝરને એક કલાક માટે ફ્રીઝ કરો.
  • એક કલાક પછી, ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમના મોલ્ડને બહાર કાઢો અને તેમાં કુલ્ફીની સ્ટિક નાખો.
  • હવે ફરીથી કુલ્ફીના મોલ્ડને ફ્રીઝરમાં મુકો અને 5-6 કલાક માટે ફ્રીઝરમાં રાખો.
  • 4-5 કલાક પછી ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ મોલ્ડ કાઢી લો. હવે આઈસ્ક્રીમ ઉપર ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો.
  • હવે તમારો પરફેક્ટ મેંગો આઈસ્ક્રીમ સંપૂર્ણપણે તૈયાર છે. તમે તેનો આનંદ માણી શકો છો.

જો તમને અમારી મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા