માત્ર 10 મિનિટમાં ઘરે મમરા માંથી બનાવો આ 2 ઝડપી નાસ્તો | Mamra recipe in gujarati

Spread the love

તમે દિવસમાં તમે તેવું સારું ખાઈ લો પણ 3 થી 5 વાગ્યાની ભૂખ લાગે છે તેને દૂર કરવી થોડી મુશ્કેલ લાગે છે. હંમેશા સાંજની ચા સાથે કંઈક ને કંઈક ખાવાનું જરૂરથી મન થાય છે. આપણે આ મિડ-મીલ નાસ્તાને જાણ્યા વગર જ ગમે તે વસ્તુ ખાઈએ છીએ. પણ આનાથી આપણી ભૂખ સંતોષાય છે પરંતુ તે આપણા સ્વાસ્થ્યને અસર પડે છે.

આ ભૂખની પીડામાંથી છૂટકારો મેળવવા માટે આપણે હંમેશા હળવા અને સ્વસ્થ નાસ્તાની શોધ કરીએ છીએ પરંતુ કંઈક સારું બનાવવાનો સમય નથી મળતો. તો આવા સમય માટે તમારે મમરા સાથે રાખવા જોઈએ. તમે તેમાંથી બધા નાસ્તા બનાવી શકો છો અને સૌથી સારી વાત એ છે કે તે હળવા ની સાથે ઓછી કેલરી અને તમારી ભૂખને પણ શાંત કરે છે.

આજે અમે તમને એવા જ સ્ટ્રીટ સ્ટાઈલના કેટલાક સરળ નાસ્તા જણાવીશું જેને તમે 5 થી 10 મિનિટમાં ઘરે બનાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ અને જાણીએ મમરાના નાસ્તાની રેસિપી.

ઝલમુરી : બંગાળી લોકો તેને ઝલમુરી તરીકે ઓળખે છે અને તેને બનાવવાની તેમની રીત પણ અદ્ભુત છે. તમે આ નાસ્તો તમે સાંજની ચા સાથે અથવા જ્યારે પણ તમને કંઈક આરોગ્યપ્રદ, હલકું અને મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો.

4

સામગ્રી : 200 ગ્રામ મમરા, 1 ચમચી શુદ્ધ સરસોનું તેલ, 1 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 નાની ડુંગળી જીણી સમારેલી, 1 નાનું ટામેટા જીણા સમારેલા, 1 ચમચી લીલું મરચું ઝીણું સમારેલ, 1 ચમચી કોથમીર જીણી સમારેલી

ઝલમુરી બનાવવાની રીત : સૌથી પહેલા તમે મમરાને એક પેનમાં નાખીને ઓછામાં ઓછા 1 થી 2 મિનિટ સુધી ડ્રાયરોસ્ટ કરી લો. પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં લાલ મરચું પાવડર, ડુંગળી, ટામેટા, લીલું મરચું, કોથમીર, ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો.

મિક્સ થઇ ગયા પછી, તેના ઉપર સરસવનું તેલ ઉમેરો અને ફરીથી મિક્સ કરો. આ પછી છેલ્લે લીંબુનો રસ, થોડો ફરી ચાટ મસાલો ઉમેરો અને મિક્સ કરીને આનંદ કરો.

ચણા-મખાના મમરા : ચણા અને મખાના બંને સ્વસ્થ સારા છે અને તમારા પેટ પણ ભરેલું રહે છે. તમે તેને મમરાની સાથે
મિક્સ કરીને સારો નાસ્તો બનાવી શકો છો અને જ્યારે પણ ઈચ્છો ત્યારે તેને બનાવીને ખાઈ શકો છો.

સામગ્રી : 1 કપ મખાના, 1 કપ ચણા (શીંગ ચણા વાળા), 150 ગ્રામ મમરા, મીઠો લીંબડો, શેકેલા શીંગદાણા, નવરત્ન મિક્સ નમકીન

બનાવવાની રીત : સૌથી પહેલા તમે એક પેનમાં મખાના, મમરા અને ચણાને ડ્રાયરોસ્ટ કરીને તેને બાજુ પર રાખો. હવે એ જ પેનમાં થોડું ઘી ઉમેરો અને તેમાં મીઠો લીંબડો ઉમેરીને ફ્રાય કરો. હવે એક બાઉલમાં મખાના, ચણા અને મમરા ઉમેરો, પછી મીઠો લીંબડો ઉમેરો અને છેલ્લે શેકેલા શીંગદાણા અને નવરત્ન મિક્સ નમકીન ઉમેરીને મિક્સ કરો.

તમે આ નાસ્તાને બરણીમાં પણ સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તે તૈયાર થાય ત્યારે ખાઈ શકો છો. શું તમે જોયું છે મમરાનો નાસ્તો બનાવવું કેટલું સરળ છે. તમે તેને સાંજે બનાવીને ખાઈ શકો છો અને તે તમારી ભૂખને શાંત કરી શકો છો અને સ્વસ્થ રહી શકો છો.

જો તમને આ રેસિપી ગમી હોય તો આવી જ બીજી અવનવી રેસિપી અને અદ્ભુત વાનગીઓ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x