અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોઈનીદુનિયામાં તમારું સ્વાગત છે. આજે તમારી સાથે શેર કરીશું, જે મગમાંથી ક્યારેય નહિ બનાવી હોય એવી, મગમાંથી બનતી એકદમ નવી રેસિપી. મગનું રસાવાળું શાક, મગના પુડલા તમે ઘણીવાર બનાવ્યા હશે. તો આજે મગની એકદમ મસ્ત નવી રેસિપી શીખીયે.

  • સામગ્રી:
  • 2 કપ મગ,
  • એક મિડીયમ સાઈઝ ડુંગળી,
  • ૨ થી ૩ લીલા મરચા,
  • એક નાનો આદુનો ટુકડો,
  • સ્વાદ પ્રમાણે મીઠું,
  • અડધી ચમચી જીરૂં

બનાવવાની રીત :

સૌથી પહેલા એક કપ લીલા મગ લો. ( બે થી ત્રણ વાર ધોઈને આ મગને આખી રાત પલાળી રાખેલા છે). જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી પલાળીને પણ રાખી શકો છો. ત્યારબાદ તમે આ રેસિપી બનાવી શકો છો.

હવે આ મગમાંથી ચોથા ભાગના મગને કાઢીને બાજુ પર મુકો. આપણે એનું પાછળથી યુસ કરીશું. હવે મગને મિક્સર જારમાં એડ કરીને પીસી લો, અહીંયા બિલકુલ પાણી એડ નથી કરવાનું.

થોડાક આખા મગ રહી જાય તો પણ વાંધો નહીં. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. હવે એક નાનો મિક્સર જારમાં એક મિડીયમ સાઈઝ ડુંગળી, ૨ થી ૩ લીલા મરચા અને એક નાનો આદુનો ટુકડો એડ કરો. તમે જેટલું ખાતા હોય તે પ્રમાણે મરચાં વધુ ઓછા કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરૂં ઉમેરીને પેસ્ટ બનાવી લો.

હવે આ પેસ્ટને મગની બનાવેલી પેસ્ટમાં ઉમેરી દો. હવે જે બાજુમાં રાખેલા મગ હતા તેને હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું. હવે આ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ માટે થોડું એટલે કે એકથી દોઢ ચમચી જેટલું બેસન ઉમેરીને મિક્સ કરી લો.

અહીંયા બીજા પણ મસાલા ઉમેરવા હોય તો પણ તમે એડ કરી શકો છો જેમ કે લાલ મરચું, ધાણાજીરું પાવડર પણ ઉમેરી શકાય, પણ આ સિમ્પલ મસાલાથી પણ આનો સ્વાદ ખુબ જ સરસ આવશે.

બેટર એકદમ રેડી થઈ ગયા પછી, તેલને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દો. હવે હાથ ને પાણીવારો કરીને વડા બનાવતા હોય તે રીતે બનાવીને ગરમ તેલમાં એડ કરીને તળવા મુકો. તમે તમારા પ્રમાણે નાની થેપલી કે વડા જેવું બનાવી શકો છો.

તમે અહીંયા ફ્રાય પણ કરી શકો અથવા શેલો ફ્રાય પણ કરી શકો છો. અહીંયા ગેસની ફ્લેમ મીડીયમ રાખીને, એકદમ સરસ ગોલ્ડન કલર આવે એટલે ડીશ માં કાઢીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે મગની ટિક્કી.

અહીંયા કોઈ બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરેલો તો પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. તમે આને મગના ભજીયા કહો, મગના પકોડા કે મગની ટિક્કી કહો બધું એક જ છે.

જોતાં ખાવાનું મન થઈ જાય અને સ્પેશ્યલ વરસાદમાં તો ખાવાની મઝા જ પડી જાય એવો આ મગનો નવો નાસ્તો બનીને તૈયાર છે. તો તમે પણ એક વાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા