macharo bhagadva no upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મચ્છરોનો ત્રાસ મોટાભાગે ચોમાસામાં વધારે જોવા મળતો હોય છે. જોકે હવે તો ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય બારેમાસ મચ્છરોનો ત્રાસ રહે છે. ખાસ કરીને શહેરોમાં ગામડાની તુલનામાં મચ્છરોનું પ્રમાણ વધારે હોય છે.

તો અહીંયા તમને મચ્છરોને ભગાડવા નો દેશી, ઘરગથ્થુ ઉપાય બતાવીશું જેનાથી મચ્છરો એટલા દૂર ભાગી જશે કે ફરી પાછા આવશે જ નહિ. જો શિયાળાની વાત કરીએ તો શિયાળામાં ઠંડી વધારે હોય ત્યારે તો આપણે ચાદર ઓઢી લઈએ છીએ, પણ જ્યારે ઠંડી ઓછી હોય ત્યારે મચ્છરો કાનમાં ગુણ ગુણ કરતા આવી જાય છે અને આપણને હેરાન કરે છે.

તો અહીંયા તમને એક દીવો બનાવતા શીખવાડીશું. આ દીવો તમારે દસ થી પંદર મિનિટ તમારા રૂમમાં કરવાનો છે જેથી આખી રાત તમારા રૂમમાં મચ્છરો ફરકશે પણ નહીં ને આવશે જ નહીં. મચ્છરથી બચવું ખુબજ જરૂર છે. મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ભયાનક અને જીવલેણ બીમારી પણ થઈ શકે છે.

ખાસ શહેરોની અંદર રૂમમાં મચ્છર ન આવે તે માટે લોકો ઓલ આઉટ લગાવી દે છે જેનાથી મચ્છર રૂમમાં ન આવી જાય. પરંતુ તમને ખબર ન હોય કે ઓલ આઉટની અંદર જે પ્રવાહીનો ઉપયોગ થાય છે તે પ્રવાહી આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક અને ઘાતક છે.

આ સિવાય બજારમાં એક ગોળ ગોળ આકારની અગરબત્તી આવે છે. આ અગરબત્તી સળગાવવાથી જ્યાં સુધી અગરબત્તી નો ધુમાડો હોય છે ત્યાં સુધી મચ્છર આવતા નથી પણ ધુમાડો જતો રહે પછી મચ્છર પાછા આવી જાય છે. પરંતુ આ અગરબત્તીનો ધુમાડો 10 થી 15 સિગારેટ તમે પીવો એટલો જ આ ધુમાડો નુકશાન કરે છે.

આ અગરબત્તીનો ધુમાડો તમારા ફેફસા અને હૃદયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જેથી અગરબત્તી વાપરતા પહેલા ચેતવું જોઈએ. અહીંયા તમને જે રીત બતાવીશું એમાં પણ ધુમાડો નીકળશે પણ તેમાંથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને આ ધુમાડો વાતાવરણને પ્રફુલ્લિત કરી દેશે અને અને બધા મચ્છરો ગાયબ થઈ જશે.

તો આ માટે 5 થી 6 કળી લસણ લેવાનું છે. લસણને પીસી અને તેની અંદર 2 કપૂર નાખવાના છે. કપૂરને સારી રીતે મસળી લસણની અંદર મિક્સ કરવાનું છે. હવે તમારે દેશી ઘી લેવાનું છે. આ ઘી અડધીજ ચમચી લેવાનું છે. ત્યારબાદ આ ઘીને લસણ અને કપૂરના મિશ્રણ સાથે મિક્સ કરી દો.

હવે થોડું રૂ લઇ તેની એક ઉભી દિવેટ બનાવી લેવાની છે. હવે આ દિવેટ ને તમારે ઘી કે તેલમાં ડબોળી એટલે કે પલાળીને તમારે આ મિશ્રમાં ઉભી કરી દેવાની છે. હવે આ દિવેટ ને સળગાવવાની છે. આ દિવેટ દીવો બળે તે રીતે તમને સળગતી દેખાશે. આ દીવાને તમારે તમારા ઘરના બધા ખૂણામાં ફેરવવાનો છે.

ઘરનો એક પણ ખૂણો બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે. આ દીવો કરી ઘરના બધા બારી બારણા ખોલી દેવા જેથી બધા મચ્છરો ઘરની બહાર ભાગી જાય. ઘરના બધા ખૂણામાં દીવાને ફેરવીને દીવાને એક ખૂણામાં મૂકી દો અને ઘરના બારી બારણા ને બંધ કરી અને સુઈ જાઓ.

આ દીવો કરવાથી ઘરમાં રહેલા બધા મચ્છરો ભાગી જશે અને ક્યાંય ફરીથી ફરકશે નહીં. તમારો આ દીવો 5 થી 10 મિનિટ ચાલશે પછી ઓલવાઈ જશે. આ દેશી દીવો કરવાથી તમારા રૂમનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ બની જશે અને સ્વાસ્થ્ય ને કોઈ નુકસાન થશે નહીં.

તો જે લોકો ઓલ આઉટ કે કોઈ બીજી વસ્તુનો મચ્છરો ભગાડવા ઉપાય કરે છે તેમને આ દેશી દીવો કરવો જેથી તેમના સ્વાસ્થ્ય ને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમારું પોતાનું પેજ રસોઈનીદુનિયા સાથે બીજા આવા લેખો વાંચવા માટે જોડાયેલા રહો. તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આભાર.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા