limbu nu athanu recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતમાં રસોઈ ભલે સ્વાદિષ્ટ ના બની હોય પણ તેને સ્વાદિષ્ટ બનાવવાની ઘણી રીતો છે, જેમ કે ભોજન સાથે ચટણી પીરસવી, સલાડ ખાવું, અથાણું ખાવું વગેરે વગેરે. પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં અથાણાંનો સૌથી વધુ ઉપયોગ થાય છે, કારણ કે તેનાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે.

અથાણું એક એવી વાનગી છે જેને લગભગ દરેક ભોજન સાથે સર્વ કરી શકાય છે. કારણ કે ખોરાક સાથે અથાણું ઉમેરવાથી સ્વાદ વગરનો ખોરાક પણ મસાલેદાર બની જાય છે. અથાણાની મજાની વાત એ છે કે જો તમને ક્યારેય શાક બનાવવાનું મન નથી થતું ત્યારે તમે પરાઠા બનાવીને તેની સાથે ખાલી અથાણું અને દહીં પણ ખાઈ શકો છો.

જો કે તમે અથાણાંના ઘણા પ્રકારના જોયા હશે, પરંતુ આજે અમે તમારી સાથે ગોળમાંથી બનેલું ખાટા મીઠા અથાણાંની રેસિપી વિશે જણાવીશું જેને તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગોળમાંથી બનેલા અથાણાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો તમે ગળ્યા અથાણા ખાવાના શોખીન છો તો તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને અથાણું બનાવી શકો છો.

લીંબુ ખટ-મીઠું અથાણું માટે જરૂરી સામગ્રી : લીંબુ 500 ગ્રામ, લાલ મરચું 1/2 ચમચી, ઈલાયચી 5, ગરમ મસાલો 1 ચમચી, કાળું મીઠું 2 ચમચી. આદુનો પાવડર 1 ચમચી, મીઠું 3 ચમચી અને ગોળ 600 ગ્રામ

લીંબુનું અથાણું બનાવવાની રીત : લીંબુનું અથાણું બનાવવા માટે, સૌથી પહેલા લીંબુને સાફ પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી તેને કપડામાં બાજુમાં મૂકીને સારી રીતે સાફ કરી લો. હવે એક એક લીંબુને લઈને એક લીંબુના 8 ટુકડા કરો અને તેની અંદરના બધા બીજને કાઢી લો. બીજ દૂર કરવા માટે તમે છરીનો ઉપયોગ કરી શકો છો.

લીંબુને કાપ્યા પછી તેને કન્ટેનરમાં મૂકો અને મીઠું નાખ્યા પછી લગભગ 15 થી 20 દિવસ સુધી તડકામાં રાખો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે દર 2 થી 3 દિવસે એકવાર કન્ટેનરને હલાવો અને લીંબુને ઉપર – નીચે કરો.

જયારે લીંબુની છાલ નરમ થઈ જાય એટલે તેમાં ગોળની ચાસણી નાખો. ગોળની ચાસણી બનાવવા માટે એક પેનમાં ગોળ અને કપ પાણી નાખી ગેસ પર ગરમ કરવા માટે મુકો. હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરો, પછી તેમાં લીંબુ, ગરમ મસાલો, લાલ મરચું, આદુ પાવડર, કાળું મીઠું વગેરે સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

ચાસણી સારી રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી લીંબુને ચાસણીમાં પકાવો અને જયારે ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારું લીંબુનું ગોળનું અથાણું. તમે તેને કોઈપણ વાનગી જોડે પીરસી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા