lemon benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે અવારનવાર સાંભળ્યું હશે કે વજન ઓછું કરવા માટે વિટામિન-સીથી ભરપૂર લીંબુ ખૂબ જ મદદગાર છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 1 લીંબુને ડાયટમાં લેવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત બીજા પણ ઘણા ફાયદા મેળવી શકો છો. લીંબુમાં વિટામિન સી વધુ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

લીંબુ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને હૃદય રોગ, એનિમિયા, કિડની પથરી અને પાચન સબંધિત સમસ્યાઓના જોખમને ઘટાડી શકે છે. દરરોજ 1 લીંબુ પાણીનું સેવન કરવાથી તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે તે વિશે જણાવવા રહ્યાં છે.

આપણે ઘણીવાર લોકલ મળતા ફૂડને અવગણીએ છીએ અને આકર્ષક દેખાતા ફૂડને શોધીએ છીએ. વાસ્તુમાં લીંબુના છોડનું વિશેષ સ્થાન છે જે દર્શાવે છે કે લીંબુમાં એવી વસ્તુ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે. લોકો ભૌતિક સંપત્તિ માટે લીંબુના ઝાડ વાવે છે પરંતુ વાસ્તવમાં તે સારા સ્વાસ્થ્યનો ભંડાર છે તો ચાલો વિગતવાર જાણીએ.

ચરબીના શુદ્ધિકરણમાં મદદ કરે છે : લીંબુનું સેવન ફેટી લીવરને ઠીક કરવામાં મદદરૂપ છે અને લીંબુની નેચરલ સફાઇ શક્તિ લીવરને નવજીવન આપે છે. સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ નીચોવી પીવાથી કુદરતી રીતે ઝેરી તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીંબુની એસિડિટી, સારી પાચન પ્રોત્સાહિત કરવા માટે પાચન તંત્ર અને લીવરમાં તંત્રિકાઓને જાગૃત કરે છે.

કિડની પથરી : જો તમે કિડનીની પથરીથી પરેશાન થઇ રહ્યા છો તો તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરો. લીંબુ આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી રહે છે અને તેનું સેવન પણ સરળ છે. લીંબુ પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે કારણ કે તેમાં સાઇટ્રેટની માત્રા વધારે હોય છે. સાઇટ્રેટ કેલ્શિયમ ક્રિસ્ટલ બનવા દેતું નથી, જેનાથી કિડનીમાં પથરી થતી નથી.

વિટામિન સી થી ભરપૂર : લીંબુ વિટામિન-સીનો એક સારો સ્ત્રોત છે. દરરોજ 1 લીંબુનું સેવન કરવાથી વિટામિન સીની તમારી દરરોજની જરૂરિયાત મુજબ 1/2 ભાગને પૂરી કરવામાં મદદ મળે છે. સંશોધન મુજબ વિટામિન- સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

સારા બેક્ટેરિયા : શરીરમાં સારા બેક્ટેરિયા વધવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લીંબુ પેક્ટીન નામના ફાઇબરથી ભરપૂર હોય છે, જે એક પ્રીબાયોટિક છે જે સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. જો કે,લીંબુના પલ્પમાં રસ કરતાં વધારે પેક્ટીન જોવા મળે છે. તેથી દરરોજ સવારે લિંબુનું શરબત બનાવતી વખતે ખાતરી કરો કે તમે બને તેટલો પલ્પ સામેલ કરો.

વૃદ્ધત્વ રોકે છે : જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને જુવાન રાખે છે. વિટામિન સી જેને એસ્કોર્બિક એસિડ પણ કહેવામાં આવે છે, તેમાં કોલેજન પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા છે તેથી જેમ જેમ આપણે ઉમર વધતી જાય છે તેમ આપણી ત્વચા કોલેજન ગુમાવે છે, પરંતુ લીંબુ તે ચમક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

લીંબુ ક્ષારયુક્ત અને નેચરથી એસિડિક હોય છે. જો તેને પાણી સાથે પીવામાં આવે તો તે એસિડ રિફ્લક્સમાં મદદ કરે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી પણ લોકોના અનુભવ મુજબ તેનું સેવન ગેસ ઘટાડવામાં મદદ કરે છે.

જો તમારે પણ આ બધા ફાયદા મેળવવા હોય તો દરરોજ 1 લીંબુનું સેવન ચોક્કસ કરો. પરંતુ જો તમને ગળું ખરાબ હોય તો તેનું ગરમ પાણીમાં સેવન કરો. તેને ઉકાળવાનું ટાળો કારણ કે તેની અસર ઘટી જાય છે. તમે હૂંફાળા પાણીમાં લીંબુનું સેવન કરી શકો છો. તમને આ જાણકારી કેવી લાગી? જો સારી લાગી હોય તો આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા