Lasaniya Gajar: આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ખાવામાતો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા રોટલા કે ખિચડી જોડે ખાસો તો બહુજ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા બનાવી શકાય.
સામગ્રીઃ
- ૩ ગાજર
- ૮-૧૦ લસણ ની કરી
- ૧ ચમચી મરચુ
- ૧ ચમચી ધાણાજીરું
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ
- કોથમીર
બનાવાની રીત:
સૌ પ્રથમ ગાજર ને છોલી લેવું. ગાજર છોલાઈ ગયાં પછી તેનાં લાંબાં અને પાતળા ટુકડાં કરવાં. ગાજર કાપતી વખતે જો પીળો ભાગ વધારે હોય તો કાઢી લેવો. એક ખાંડણી માં લસણ ની કરી, મરચું અને મીઠું એડ કરીને ચટણી બનાવી લો.
આ પણ વાંચો:
એક સિક્રેટ વસ્તુ ઉમેરી માવા વગર કણીદાર માવા જેવો ગાજર નો હલવો બનાવાની રીત
કાપેલા ગાજર માં ધાણાજીરૂ અને બનાવેલી ચટણી એડ કરીને બરાબર મિક્ષ કરીલો.
ગેસ પર થોડું નવશેકું તેલ ગરમ કરો. ગરમ તેલ થયા પછી તેને કાપેલા ગાજર માં મિક્ષ કરી લો. હવે કોથમીર એડ કરી દો.
તો તૈયાર છે લસણીયા ગાજર.
નોંધ:- વધારે સમય માટે લાસાનીયા ગાજર સ્ટોર કરવા હોય તો તમે ફ્રીઝ માં મુકી શકો.
તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો: રસોઈ ની દુનિયા.