Sunday, October 2, 2022
Homeહોમ ટિપ્સદિવાળી પહેલા, લાકડાના મંદિરને આ 1 વસ્તુથી સાફ કરો, મંદિર અત્યારે જ...

દિવાળી પહેલા, લાકડાના મંદિરને આ 1 વસ્તુથી સાફ કરો, મંદિર અત્યારે જ લાવ્યા એવું દેખાશે

દિવાળીના તહેવારોની સિઝન બહુ જલ્દી શરૂ થવાની છે. તહેવારોની સિઝનમાં લગભગ દરેક જણ થોડા દિવસ પહેલાથી જ ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈની સાથે ભગવાનના મંદિરની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે.

કહેવાય છે કે તહેવારોમાં ઘરની સાથે મંદિરની પણ સફાઈ કરવામાં આવે તો ઘરમાં ભગવાનનો પણ વાસ થાય છે. આ લેખમાં, અમે તમને કેટલીક શ્રેષ્ઠ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે લાકડાના મંદિરને આસાનથી સાફ કરી શકો છો.

સૌથી પહેલા કરો આ કામ : લાકડાના મંદિરની સફાઈ કરવી સરળ કામ છે પરંતુ સફાઈ કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલા તમે મંદિરમાંથી ભગવાનની મૂર્તિ અને ભાગવાનાં ફોટા હટાવો. હવે મંદિરને સાફ કરવા માટે કોઈ બીજી જગ્યાએ લઈ જાઓ.

ગુલાલ અથવા ચંદનના ડાઘ દૂર કરો : પૂજા કરતી વખતે લાકડાના મંદિર પર હંમેશા ગુલાલ અથવા ચંદનના ડાઘ પડી જતા હોય છે. ક્યારેક આ ડાઘને દૂર કરવામાં ઘણી મહેનત કરવી પડે છે. આ કિસ્સામાં તમે આ ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરો.

4

આ માટે સૌથી પહેલા 2 કપ પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણથી ડાઘવાળી જગ્યા પર સ્પ્રે કરીને થોડીવાર રહેવા દો. લગભગ 5 મિનિટ પછી તેને ક્લિનિંગ બ્રશ અથવા કોટનથી ઘસીને સાફ કરો અને મંદિરને થોડો સમય તડકામાં રાખો.

તેલના ડાઘ દૂર કરવા માટે : મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે, જેના કારણે ઘણી વખત મંદિરમાં તેલના ડાઘા પડી જાય છે. આ સાથે ઘણી વખત દીવાના ધુમાડાને કારણે મંદિરમાં કાળા નિશાન પણ પડી જાય છે. આ માટે નીચે આપેલી ટિપ્સ અપનાવો.

આ માટે 2 કપ પાણીમાં 1-2 ચમચી વિનેગર નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણને તે કાળા નિશાન અને તેલના ડાઘ પર છાંટો. 5 મિનિટ પછી કોટન અથવા ક્લિનિંગ બ્રશથી હળવા હાથે સાફ કરો.

બેકિંગ સોડા અને લીંબુનો રસ : ખાવાનો સોડા અને લીંબુના રસથી તમે થોડી જ મિનિટોમાં મંદિર પરના કોઈપણ ડાઘ અને ધબ્બાઓને દૂર કરી શકો છો. આ માટે, સૌથી પહેલા 2 કપ પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે મંદિરના તમામ ભાગો પર સારી રીતે સ્પ્રે કરીને સાફ કપડાથી સાફ કરો. મંદિરને સાફ કર્યા પછી તેને થોડીવાર તડકામાં જરૂર રાખો.

આશા છે કે દિવાળીના તહેવારમાં આ ટિપ્સ દરેક ગૃહીણોને ખુબ જ ઉપયોગી થશે. આવી જ વધુ ટિપ્સ અને ટ્રીક જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -