kitchen sink cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર કિચન સિંક અચાનક બ્લોક થઇ જાય છે, રસોડામાં સિંક બ્લોક થઈ જવાના ઘણા કારણો હોઈ શકે છે. એટલા માટે તમારે સિંકમાં કંઈપણ વસ્તુ ફેંકવાથી લઈને ધોવા સુધીની દરેક બાબતમાં ખૂબ કાળજી રાખવી જોઈએ.

કારણ કે જો એકવાર કિચન સિંક બ્લોક થઈ જાય છે તો તેને ઠીક કરવામાં ઘણો બધો સમય લાગી જાય છે. આ જ સિવાય, જયારે પણ કિચન સિંક બ્લોક થાય છે ત્યારે પ્લમ્બર સમસ્યાને ઠીક કરી શકે છે.

પરંતુ જો તમે ઈચ્છો છો કે કિચન સિંક ક્યારેય બ્લોક ના થાય, તો આ માટે તમારે કિચન સિંકની યોગ્ય કાળજી લેવી જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહયા છીએ કે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કિચન સિંક ક્યારેય બ્લોકે ના થાય.

ડ્રેઇન સ્ટ્રેન ઉપયોગ કરો : જો તમારા સિન્કમાં પહેલેથી જ કચરાના નિકાલની વ્યવસ્થા નથી તો તમારે સિંકમાં કોઈપણ ખાદ્ય ચીજવસ્તુઓ ફેંકવી જોઈએ નહીં. સિંકને બ્લોક થવાથી બચાવવા માટે ડ્રેઇન સ્ટ્રેનર ખરીદો. તમને હાર્ડવેર સ્ટોર્સમાં વિવિધ પ્રકારના ડ્રેઇન સ્ટ્રેનર મળી જશે. તેને તમારા સિંકના ઉપરના ભાગ પર લગાવો, જેથી કરીને કોઈપણ પ્રકારનો ખોરાક સિંકમાં જતો અટકી જશે.

તેલ ના ફેંકો : જો તમે ઈચ્છો છો કે તમારું સિંક ક્યારેય બ્લોક ના થાય તો તમારે ક્યારેય સિંકમાં ગરમ ​​તેલ ના નાખવું જોઈએ. કારણ કે તેલ ઠંડુ થયા પછી પાઇપ પર જામી જાય છે એ પછી સેટ થઇ જાય છે, સિંક બ્લોક થઇ જાય છે. તેથી રસોડાના સિંકમાં ક્યારેય તેલ ના નાખવું જોઈએ.

ચા પત્તી : મોટાભાગના ઘરોમાં ચાની પત્તીને સિંકમાં નાખે છે, જેના કારણે સિંક બ્લોક થઈ જાય છે. કારણ કે ચા પત્તી સિંકમાં ફેલાય છે અને સિંકનો બંધ થઇ શકે છે. એટલા માટે તમારે ચાની પત્તી સિંકમાં ના ફેંકવી જોઈએ. ચાની પત્તી હંમેશા કચરાપેટીમાં નાખો અથવા ખાતર તરીકે ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો.

અઠવાડિયામાં એકવાર ગટરમાં ગરમ ​​પાણી રેડો : તમારે સિંક બ્લોકેજથી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં એકવાર સિંકમાં ગરમ ​​​​પાણી રેડવું જોઈએ. ગરમ પાણી સિંકની અંદરના કોઈપણ ક્લોગ્સને તોડી નાખશે અને બ્લોક થતા બચાવશે. પરંતુ એકસાથે બધું પાણી રેડશો નહીં. ધીમે ધીમે ગરમ પાણી રેડો.

આ વસ્તુઓને ભૂલથી પણ સિંકમાં નાખશો નહીં : ભલે તમારા સિન્કમાં ગાર્બેજ ડિસ્પોઝલ હોય તો પણ તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. એવી કેટલીક બાબતો છે જે જે તમારા સિંકને બ્લોક કરી શકે છે, જેમ કે કેળાની છાલ, કોફી ગ્રાઉન્ડ, બટાકાની છાલ, ભાત, પાસ્તા, ઈંડાની છાલને સિંકમાં ક્યારેય ના ફેંકવું જોઈએ.

ફ્લશ કરો : સિંક બ્લોકે ના થાય તે માટે તમારે હંમેશા ફ્લશ કરતા રહેવું જોઈએ. આ માટે તમારે બેકિંગ સોડાની જરૂર પડશે. 2-4 ચમચી ખાવાનો સોડા નાલીમા છાંટવો. આ પછી 2-3 મિનિટ ગરમ પાણી ફ્લશ કરતા રહો. તમારે મહિનામાં એક વખત બેકિંગ સોડાથી ડ્રેઇન ફ્લશ કરવું જોઈએ.

આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. તો આવા રસોઈ અને કિચન સબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા