khichdi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્રાચીન સમયથી ખિચડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનું કારણ છે ખીચડીમાં ભારપર પ્રમાણમાં મળતા પૌષ્ટિક તત્વો.

જ્યારે તમારા ઘરે ખીચડી બનાવવામાં આવે છે ત્યારે શું તમે તે દિવસે બહારથી ખાવાનું મંગાવો છો? મોટાભાગના લોકોને ખીચડી ખાવી પસંદ નથી હોતી. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો ખીચડીને ખુશીથી ખાય તો તમારે સાદી ખીચડી બનાવવાની સ્ટાઈલને બદલવી પડશે.

તમે તેમાં કેટલીક એવી વસ્તુઓ ઉમેરી શકો છો જેનાથી ખીચડીનો સ્વાદ અનેક ગણો વધી જાય. શું તમે સાદી ખીચડીને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવી તે જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

શાકભાજી ઉમેરીને બનાવો : શું તમે ખીચડીને ડુંગળી-ટામેટાંનો તડકો કરીને બનાવો છો? આમ કરવાથી ખીચડીનો સ્વાદ સાદો જ રહે છે. જો તમારે ખીચડીને ટેસ્ટી બનાવવી હોય તો તમારે તેમાં શાકભાજી ઉમેરવા જોઈએ. પુલાવની જેમ ખીચડીમાં પણ શાકભાજી ખુબ સરસ લાગે છે, પરંતુ કયા શાકભાજી ઉમેરવા તેનું ખાસ ધ્યાન રાખવું.

હવે જ્યારે પણ તમે ખીચડી બનાવો ત્યારે તેમાં કોબી અને બટાકા ઉમેરો. આ શાકભાજી ખીચડીનો સ્વાદ વધારશે. ધ્યાનમાં રાખો કે તમારે શાકભાજીને વધુ રાંધવાની નથી, કારણ કે વધારે રંધાઈ ગયેલા શાકભાજી ખીચડીને શિરો બનાવી દે છે. શાકભાજીને હળવા ફ્રાય કરીને પછી પાણી ઉમેરીને પકાવો.

તેલ નહિ, ઘી નો ઉપયોગ કરો : શું તમે પણ દરેક પ્રકારની વાનગીઓને તેલમાં બનાવો છો? તમારે આમ ન કરવું જોઈએ. જાણી લો કે કેટલીક વસ્તુઓ માટે સામાન્ય તેલ નહીં, પરંતુ ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.

આપણે બધા જાણીએ છીએ કે કેટલીક વસ્તુઓનો અસલી સ્વાદ ઘી ઉમેર્યા પછી જ આવે છે. ખિચડીમાં પણ એવું છે. જ્યારે પણ તમે ઘરે ખીચડી બનાવો ત્યારે ઘીનો ઉપયોગ કરો અને પછી જુઓ બધા જ આંગળીઓ ચાટતા રહી જશે. ઘીનો ઉપયોગ કરવાથી સ્વાદની સાથે સુગંધ પણ ખૂબ જ સારી આવે છે.

આ વસ્તુઓને ખીચડી સાથે પીરસો : ખીચડીનો સ્વાદ વધારવા માટે તમારે તેની સાથે ટામેટાની ચટણી અથવા ફુદીનાની ચટણી પીરસવી જોઈએ. જો તમારી પાસે ચટણી બનાવવાનો સમય નથી તો તમે ખીચડી સાથે પાપડ પણ પીરસી શકો છો.

છેલ્લે, જો તમારી પાસે બંનેમાંથી કંઈ ન હોય તો તમે અથાણું અને દહીં સાથે ખીચડી ખાઈ શકો છો. ખીચડી સાથે બટાકા ફ્રાય પણ એકદમ પરફેક્ટ લાગે છે. ઘણા લોકો ખીચડીમાં લીંબુનો રસ પણ ઉમેરતા હોય છે, તેનાથી ખીચડીમાં ખટાશ આવશે.

આ બાબતોનું ધ્યાન રાખો : ખીચડીને હંમેશા ગરમ જ ખાવી જોઈએ. ભલે તમે ઘી માં જ ખીચડી બનાવી હોય પરંતુ પીરસતા પહેલા ખીચડી પર એક ચમચી ઘી જરૂર રેડો. પ્રયત્ન કરો કે, ખીચડીને ફરીથી ગરમ કરીને ન ખાઓ.

ખાસ કરીને એકવાર ખીચડી બની જાય છે પછી ખીચડીમાં ક્યારેય પાણી ઉમેરવું જોઈએ નહીં, નહીં તો તેનો સ્વાદ બગડી જાય છે. આગલી વખતે જ્યારે પણ તમે ખીચડી બનાવો, તો ચોક્કસથી આ ટિપ્સને અનુસરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા