khichdi recipe benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે વાત કરીશું એક સાદી રેસીપી વિશે જેને અત્યારના લોકો દેશી રેસીપી પણ કહે છે અને અત્યારના 60 થી 70 ટકા લોકોએ આ સાદી રેસીપી ખાવાની બંધ કરી દીધી છે. પણ જો તમારા ઘરે ગરડા બા કે દાદા હશે તો તમને આ સાદી રેસીપી ખાવાની જરૂર સલાહ આપતા હશે.

આ સાદી અને દેશી રેસીપી એટલે બધા દુઃખોને શરીર થી દૂર રાખનારી ખીચડી. તો આજે આપણે ખીચડી વિષે જોઈશું. ખીચડીમાંથી કયા પોષકતત્વો મળે છે અમે ખીચડી કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે તે પણ જાણીશું. જો તમે પણ ખીચડી ખાઓ છો તો કોમેન્ટ માં જરૂર જણાવજો.

ખીચડી જ એકેવી વસ્તુ છે જે બાળપણથી લઈને ગરડા થઈએ ત્યાં સુધી તમે ખાઈ શકો છો. બાળકોને દૂધ પરથી આપવામાં આવતો સૌપ્રથમ ખોરાક એટલે ખીચડી. જે લોકોની પાચનશક્તિ નબળી પડી ગઈ છે તેવા વડીલો માટે પણ ખીચડી હળવો અને પોષ્ટીક ખોરાક છે.

સાધુ સંતો કે બીમાર વ્યક્તિ માટે ખીચડી એ પહેલી પસંદગી નો ખોરાક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી ભારતીય ખીચડી એ બહારના દેશોના લોકોની પ્રિય વાનગી ઓ માં સ્થાન મેળવ્યું છે. ખીચડી ખૂબ ઓછી મહેનત, ઓછી વસ્તુઓ , કે મસાલા વાપરીને બની જતી ખીચડી પોષક તત્વોથી ભરપૂર છે.

માત્ર ચોખા અને દાળ માંથી બનેલી ખીચડી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, વિટામીન, કેલ્શિયમ ,મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને શરીર માટે ખૂબ અગત્યના એવા દસ એમિનો એસિડ ધરાવે છે. આ પોષક તત્વોને કારણે જ ખીચડી ને સંપૂર્ણ આહાર કહેવાય છે.

જેમને ખોરાક બરાબર પચતો ન હોય અને તેના કારણે અરુચિ અને મંદાગ્નિ રહેતી હોય તેમણે જ્યાં સુધી બરાબર રીતે ભૂખ ન લાગે ત્યાં સુધી ફક્ત ખીચડી જ ખાવી. ખીચડી પચવામાં હળવી છે. તે હોજરી માં પાચન માટે જરૂરી પાચક એન્ઝાઇમ્સ ની પ્રક્રિયાને વધારે છે.

આ પણ વાંચો: સાદી ખીચડી ખાઈને થાકી ગયા હોય તો આજે જ બનાવો મસાલા ખીચડી | Masala khichdi recipe in gujarati

તે લીવરમાંથી ખોરાકના પોષક તત્વો અને ચરબીના વિઘટન માટે જરૂરી પિત્તનો યોગ્ય પ્રમાણમાં સ્ત્રાવ કરે છે અને પાચનક્રિયાને વ્યવસ્થિત કરે છે. માત્ર બે થી ત્રણ ટાઈમ ફક્ત ખીચડી ખાવાથી બગડેલું પાચનતંત્ર ફરીથી કાર્યશીલ બની જાય છે. મગની દાળ માં રહેલું ફાઇબર આંતરડામાંથી ઝેરી તત્વોને બહાર કાઢી શરીરને હાનિકારક તત્વો થી બચાવે છે.

પેટમાં દુખાવો કે જાડા હોય ત્યારે દહીં સાથે ખીચડી ખાવાથી પાચન સારી રીતે થાય છે અને જાડામાં રાહત મળે છે. જેમને વજન ઘટાડવું છે તે સાંજે ભારે ખોરાક લેવાને બદલે જુદા-જુદા શાકભાજી ઉમેરેલી ખીચડી ખાય તો તે પૌષ્ટિક હોવાની સાથે વજન પણ ઘટાડે છે.

ખીચડી પચવામાં ખૂબ હળવી છે તે શરીરમાં જમા થયેલા આમનું પાચન કરી તેને શરીરમાંથી દૂર કરે છે. માટે આમવાત ના રોગમાં જ્યારે સાંધામાં જ્યારે સોજો અને દુખાવો ખૂબ વધી ગયો હોય ત્યારે થોડા દિવસ સૂંઠ અને ઘી ઉમેરી ખીચડી ખાવાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા