kanak stor karva mate tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘઉંના લોટની રોટલી આખા ભારતમાં ખવાય છે. ગોળ અને એકદમ સોફ્ટ રોટલીને વિવિધ પ્રકારના શાક અને દાળ સાથે લોકો ખાય છે. આ રોટલીને ઘઉંનો લોટ, તેલ અને પાણીનો ઉપયોગ કરીને રોટલીની કણક તૈયાર કરવામાં આવે છે. પછી કણકને વેલણની મદદથી ગોળ ગોળ વણીને બનાવવામાં આવે છે અને તેને લોખંડની તવી પર રાંધવામાં આવે છે.

આપણામાંની મોટાભાગની મહિલાઓ રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે અને ત્યારે બીજી ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમનો લોટ થોડા સમય પછી કડક થઈ જાય છે જેના કારણે તેમની રોટલી ખૂબ જ ટાઈટ બની જાય છે અને ફુલતી પણ નથી.

ચાલો તો જયારે રોટલીની વાત આવે છે ત્યારે ઘઉંના લોટની કણકની એક મહત્વની ભૂમિકા હોય છે. જો કણક સારી રીતે ના બંધાઈ હોય તો ક્યારેય તમારી રોટલી સોફ્ટ બનશે નહીં. તેથી અહીં કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારી રોટલીની કણકને લાંબા સમય સુધી નરમ રાખવામાં મદદ કરશે.

હૂંફાળું પાણી અથવા દૂધનો ઉપયોગ કરો : તમારી કણકને નરમ બનાવવા માટે કણકમાં નવશેકું પાણી અથવા દૂધને જરૂર ઉમેરો. ઘઉંની નરમ કણક બનાવવા માટે 10 થી 15 મિનિટ માટે સારી રીતે ગૂંથી લો. ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી કણક ચુસ્ત બની જાય છે અને રોટલી બનાવવી વખતે મુશ્કેલી પડે છે.

ગૂંથતી વખતે થોડું તેલ ઉમેરો : રોટલીની કણક ભેળતી વખતે કણકમાં થોડું તેલ અથવા ઘી જરૂરથી ઉમેરો. તેલ અથવા ઘી રોટલીને લાંબા સમય સુધી નરમ રાખવામાં મદદ કરે છે.

વધારે પાણીનો ઉપયોગ ના કરો : રોટલીના લોટમાં પાણી ભેળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં વધારે પાણી ના નાખો. આમ કરવાથી તે ખરાબ થઈ શકે છે એટલા માટે ગૂંથતી વખતે હંમેશા થોડું જ પાણી ઉમેરો. જો કણક બહુ ઢીલી થઈ ગઈ હોય તો તેમાં થોડો સૂકો લોટ ઉમેરીને કણકને સંતુલિત કરો.

કણક બાંધ્યા પછી તેની પર ઘી અથવા તેલનો ઉપયોગ કરો. કણક બગડે નહીં તે માટે તેના પર ઘી અથવા તેલનું એક પાતળું પડ લગાવો અને પછી જ તેને ફ્રીજમાં મુકો. આમ કરવાથી કણક સ્મૂથ રહેશે અને તે સૂકી કે કાળું નહીં થાય. આ સિવાય જો તમે આ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમને દર વખતે સોફ્ટ અને તાજી રોટલી ખાવા મળશે.

હવાચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો : ગૂંથેલી કણકને ફ્રિજમાં ક્યારેય ઢાંકીને રાખવાથી કણક બગડી જશે. કણકને હંમેશા એર ટાઇટ કન્ટેનરમાં જ સ્ટોર કરો. લોટમાં ઘઉંના બેક્ટેરિયા હોવાને કારણે આ લોટમાં બગાડનું પ્રમાણ વધારે હોય છે. તેથી તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને એર-ટાઈટ કન્ટેનરમાં રાખવું જોઈએ.

પ્લાસ્ટિક રૈપ અથવા એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકો : દરેક વખતે જ્યારે પણ તમે કણકને રોટલી બનાવવા માટે બહાર કાઢો ત્યારે તેને એર-ટાઈટ કન્ટેનરમાં રાખો અથવા પ્લાસ્ટિક રૈપથી લપેટી અથવા એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકી દો.

યાદ રાખો કે સામાન્ય લોટને ચુસ્તપણે બંધ પ્લાસ્ટિકના કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો તેની લાઇફ 6 મહિના સુધીની હોય છે. જો કે જો તેને નિયમિત કેબિનેટમાં સ્ટોર કરવામાં આવે છે તો તે ટૂંકી લાઇફ ધરાવે છે. ફ્રિજ અથવા ફ્રીઝરમાં સીલબંધ કન્ટેનરમાં લોટનો સંગ્રહ કરવો એ સારો વિચાર છે.

પણ ઘણા આરોગ્ય નિષ્ણાતો પ્રમાણે લોટને લાંબા સમય સુધી ઉપયોગ કરવો નુકસાનકારક હોઈ શકે છે. કણક બાંધી દીધા પછી તેનો તરત જ રસોઈમાં ઉપયોગ કરવો તે સારું છે. તેને લાંબા સમય સુધી સ્ટોર કરી રાખવાથી હાનિકારક પદાર્થો આકર્ષિત થઈ શકે છે જે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

જો તમે એક જ દિવસમાં કણકને વાપરવા માંગતા નથી તો કણકને જથ્થાબંધ રીતે બાંધવું ના જોઈએ. દરરોજ થતા ઉપયોગ મુજબ ઓછી માત્રામાં લોટ બાંધવો શ્રેષ્ઠ છે.

અમને આશા છે કે તમને આ ટિપ્સ તમારા કણકને લાંબા સમય સુધી નરમ રાખવામાં મદદ કરશે. રસોડાની આવી જ વધારે ટીપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા