Gujarati khavana fayda gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કાકડીમાં ૯૫ ટકા પાણી રહેલું છે. તેથી કાકડી શરીરને હાઈડ્રેટ કરવામાં મદદરૂપ થાય છે. કાકડીનો આપણે સલાડમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. કાકડી માં કેલરીની માત્રા નહીંવત છે. તમને જણાવી દઈએ કે કાકડીની છાલ માં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જો સલાડમાં કાકડી ન હોય તો તે સલાટ અધૂરો ગણાય છે. હવે જાણીએ કાકડી ના ફાયદા વિશે.

1) બ્લડપ્રેશરમાં લાભદાયી: કાકડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે. કાકડીનો રસ ઊંચા અને નીચા બંને બ્લડપ્રેશરમાં પણ ખુબજ લાભદાયી છે. એક થયેલા અધ્યયનમાં પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે કાકડી સાથે ઓછી સ્ટાર્ચ અને પ્રોટીનવાળો આહાર ખાવાથી હાઈ બી પી થી પીડિત લોકોના રક્તચાપ માં 5.5 અંકનો ઘટાડો જોવા મળ્યો છે.

2) કાકડીનું જ્યૂસ પાચન ક્રિયા સુધારે છે: કાકડીમાં ખુબજ વધુ માત્રામાં પાણી અને ફાઇબર હોય છે. જે શરીરના પાચનતંત્ર માટે ખુબજ ફાયદાકારક છે. જે લોકોને એસિડિટી, કબજિયાત, છાતીમાં બળતરા, ગેસ અને અલ્સર જેવા વિવિધ પાચનક્રિયા સંબંધિત વિકારોમાં ઘરબેઠા એક ગ્લાસ કાકડીનું જ્યૂસ પીને રાહત મેળવી શકાય છે.

3) મેમરી લોસમાં ફાયદાકારક : દરરોજ નિયમિત રીતે કાકડી ખાવાથી સ્મરણ શક્તિ ઘટી જવાની તકલીફ ઊભી થતી નથી. 4) સાંધાની પીડા ઘટે: જેમ બધાની ઉંમર વધે તેમ બધા લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ વધતી જાય છે. આ વખતે ગાજરની સાથે કાકડીનું સેવન કરવાથી સાંધાની પીડામાં સારો એવો ઘટાડો થાય છે.

5) કાકડી કેન્સર ની સામે લડવાની ક્ષમતા વધારે છે: કાકડી ખાલી કેન્સર થી જ નથી બચાવતી, પરંતુ તે કાકડી ખાવાથી તમારા શરીરને કેન્સરથી લડવાની ક્ષમતા પણ વધે છે. કાકડીમાં એસિડ જેવા પદાર્થ રહેલા હોય છે જે કેન્સરની ગતિવિધિઓ પર રોક લગાવે છે.. આ પદાર્થ પ્રોસ્ટેટ અને સ્તન કેન્સર સામે લડવા માટે ખૂબ જ સક્ષમ હોય છે. કાકડીનું નિયમિત સેવન કરવાથી કેન્સરનું જોખમ પણ ઘટાડી શકાય છે.

6) કાકડી પિત્તથી ઉત્પન્ન થતા દોષોને દૂર કરે: પાકેલી કાકડી પિત્તથી ઉત્પન્ન થતા દોષોને દૂર કરે છે. પરંતુ ધ્યાન રાખવું કે કાકડીનું વધારે સેવન કરવાથી વાયુ અને કફ ની પણ સમસ્યા થાય છે. 7) શરીરની વધી ગયેલી ચરબી ઘટાડે: દરરોજ રાતે સૂતા પહેલા કાકડીનું એક ગ્લાસ જ્યૂસ પીવામાં આવે તો શરીરમાં વધી ગયેલી ચરબી ઘટે છે.

8) વાળનો ગ્રોથ સારા પ્રમાણમાં વધારે: કાકડીમાં સિલિકોન અને સલ્ફર વધારે માત્રામાં હોય છે. જે વાળ નો ગ્રોથ સારા પ્રમાણમાં વધારે છે. કાકડીના રસથી વાળ ધોવા અને કાકડીના રસમાં ગાજર અને પાલકનો રસ મેળવીને પીવાથી વાળ વધે છે.

9) આંખના સોજા ઓછા કરવામાં મદદરૂપ : કાકડીમાં રહેલું એસ્કોર્બિક એસિડ અને અમુક એન્ઝાઈમ આંખમાં થતાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. કાકડી ની સ્લાઈસ કાપી ફ્રીજમાં ઠંડી થવા રાખી દેવી. દસ મિનિટ પછી એક-એક સ્લાઇડ લઇ તમારી બંને આંખ પર લગાવો. પછી આંખને ગરમ પાણીથી ધોઇ લો.

એક અઠવાડિયા સુધી આ પ્રયોગ દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી આંખના સોજા અને આંખની નીચે પડી ગયેલા કાળા દાગ માં રાહત મેળવી શકાય છે. કાકડી ના ફાયદા જાણવા ની સાથે કાકડીનું સેવન કરતી વખતે કેટલીક બાબત ધ્યાનમાં લેવી.

1) જે લોકો એલર્જીથી પીડિત છે એટલે કે જે લોકોને એલર્જીની તકલીફ છે તે લોકોએ કાકડીનું સેવન પહેલા સલાહ અવશ્ય સલાહ લેવી જોઇએ. જો તમને જૂની શ્વાસની બીમારી છે અથવા તો તમે પીડિત છો તો કાકડી ખાવાનું ટાળવું 2) ગર્ભાવસ્થા દરમિયાન કાકડીનું વધારે સેવન ન કરવું તેમજ વધારે પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો થાય છે અને ફુલાયેલા હોય તેવુ મહેસુસ થાય છે.

3) કાકડીને હંમેશા ધોઈને તેમજ યોગ્ય માત્રામાં જ ખાવી.તેનાથી આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા