એક કહેવત છે કે “ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી” જે દરેક પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અમુક લોકો એવું કહેતા ફરતા હોય છે કે હું ડુંગળી નથી ખાતો અથવા નથી ખાતી કારણ કે મારા મોઢામાંથી વાસ આવે છે. પણ ડુંગળી એ આપણા શરીર માં ખુબજ ફાયદકારક છે અને દરેક લોકોએ ડુંગળી ખવીજ જોઈએ.
ડુંગળી ની અંદર રહેલા thiosulfate અને jio salfonate નામના જે તત્ત્વો છે તે આપણા મોંના કેન્સરને દૂર કરવા માટે, મોંની અંદર રહેલા જે ખરાબ તત્વો છે તેને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે નહીં જાણતા હોય કે આ ડુંગળી તમારા દાંતનાં સ્વાસ્થ્ય માટે સૌથી ઉપયોગી વસ્તુ છે અને સારામાં સારી વસ્તુ છે.
ડુંગળી છે એ દાતોની અંદર થયેલા કીડા અથવા તો જેના દાંત સડી ગયા હોય, દાંતને લગતી તકલીફ હોય તે તકલીફને દૂર કરવા માટે ઉપયોગી છે. હવે ડુંગળીના આપણે ફાયદાઓ જોઇએ. ૧) બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે: હાર્ટ બીટ ને કંટ્રોલ રાખવા માટે, બ્લડ પ્રેશર ને કાબૂમાં રાખવા માટે, અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે કારણકે ડુંગળી ની અંદર એન્ટી ડાયાબીટીક ગુણો રહેલા છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સાબિત થઇ શકે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે, શુગર લેવલને કંટ્રોલ કરવા માટે, કાચી ડુંગળીનું સેવન કરવું આવશ્યક છે. આ ઉપરાંત કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે આવું ડોક્ટર્સનું કહેવું છે. જે લોકો કેન્સરથી બચવા માંગે છે અથવા કેન્સરના દર્દીઓ છે એમણે રોજ એક કાચી ડુંગળીનું સેવન કરવું જોઇએ.
હાડકાંને મજબૂત રાખે છે:- હાડકાંની અંદર લચીલાપણું હોય છે એને જાળવી રાખે છે. હાડકા મજબૂત બનાવવા, તમારા કોઈપણ પ્રકારની ગોઠવણ કે કમર તકલીફને, સાંધાના દુખાવાથી તકલીફને દૂર કરવા માટે અડધીથી એક ડુંગળી કાચી ડુંગળીનું સેવન તમારે કરવું જોઇએ.
વાળ માટે: ડુંગળી નું તેલ વાળમાં લગાવવાથી આપણા વાળ ખરતા અટકે છે અને ડુંગળી ખાવાથી પણ વાળ ખરતાં અટકે છે. વાળનો ખોડો પણ દૂર થાય છે અને વાળ સફેદ પડી ગયા હોય તો તે સફેદ પડી ગયેલા વાળને કાળા કરવા માટે પણ ડુંગળી ખાવી અને ડુંગળી નું તેલ પણ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોને પાચન ક્રિયા છે નબળી પડી ગઈ હોય, પાચનક્રિયાને તેજ કરવા માટે તમારે ડુંગળીનું સેવન સલાડના રૂપમાં કરવું જોઈએ.
શરદી અને તાવ ભગાવવા માટે આની અંદર એક તત્ત્વ રહેલું છે તે તત્વ છે મેંગેનીઝ તત્વ. તમે ઘણીવાર સાંભળ્યું હશે આ તત્વો વિશે પરંતુ આ તત્વો છે માત્ર અને માત્ર અમુક વસ્તુઓ માંથી જ મળી આવે છે એમાં એક વસ્તુ છે ડુંગળી. ડુંગળી ની અંદર મેંગેનીઝ નામનું તત્વો છે જે તમારી શરદી અને ઉધરસને મૂળ માંથી કાઢી નાખશે.
હાર્ટ એટેકથી બચાવી રાખવા માટે ડુંગળી ખૂબ જ ઉપયોગી છે. ક્યારેય પણ હાર્ટ એટેકનો શિકાર ન બનવું હોય તો ડુંગળી ખાવાનું ચાલુ કરો. ડુંગળી મોંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, સફેદ વાળથી છુટકારો આપે છે, કિડનીની પથરી ને પણ દૂર કરવા માટે, ઓગાળીને તમારી પેશાબ વાટે બહાર કાઢવા માટે ડુંગળી ખૂબ જ ઉપયોગી છે.
આ ઉપરાંત ડુંગળી વિટામીન સીનું ભરપૂર સ્ત્રોત ગણવામાં આવે છે. જે આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે જેવો પ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.