juice benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોરોના સંક્રમણની લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી હતી ને આજકાલ ડેન્ગ્યુના ચેપે સમસ્યાઓમાં વધારો જોવા મળે છે. આ બંને રોગોમાં એક વસ્તુ સામાન્ય છે અને એ છે નબળી રોગપ્રતિકારક શક્તિ. આરોગ્ય નિષ્ણાતોના અનુસાર જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓને કોરોના અને ડેન્ગ્યુ જેવા બીજા ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે.

ડોકટરોના મતે આપણે આપણા આહારમાં એવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ. શાકભાજીના જ્યુસનું સેવન કરવાથી તમે આવી ઘણી બીમારીઓથી બચી શકો છો.

હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ શાકભાજીનો જ્યુસ પીવાથી તમે તમારી જાતને ફ્રેશ અને એનર્જેટિક રાખી શકો છો અને સાથે સાથે અનેક પ્રકારના રોગોના જોખમને પણ ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ફાયદાકારક શાકભાજીના જ્યુસ વિશે.

શાકભાજીના જ્યુસના ફાયદા : આહાર વિશેષજ્ઞો મુજબ દરરોજ બધા પ્રકારના શાકભાજીના જ્યુસનું સેવન કરવાથી શરીર માટે જરૂરી પોષક તત્વો સરળતાથી પૂરા કરી શકાય છે. દૂધી, ગાજર, બીટ, કારેલા અને પાલક જેવા શાકભાજીના મિક્સ રસનું સેવન કરવાથી આંતરડા સાફ રહે છે, જેનાથી પાચનની સમસ્યા દૂર થઇ જાય છે. આ સિવાય પણ બધા શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

ગાજર અને બીટનો જ્યૂસ : ડાયેટિશિયન્સ અનુસાર શિયાળાની ઋતુમાં આવા ઘણા શાકભાજી અને ફળો મળતા હોય છે, જેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. બીટ અને ગાજરના રસનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વોની ઉણપને પુરી કરે છે અને સાથે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વો હૃદય, કિડની અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ગાજર અને બીટના રસના ફાયદા શું છે તો ગાજર અને બીટ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બીટમાં આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને જ્યારે ગાજરને વિટામિન એ અને સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેના જ્યુસનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે

અને સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનથી રોગપ્રતિકારક કોષોને બચાવે છે. શિયાળામાં આ પ્રકારના જ્યુસનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ શાકભાજીના જ્યુસ પણ છે ફાયદાકારક. શાકભાજીના જ્યુસ માટે તમે દૂધી, પાલક, આમળા, આદુ જેવી વસ્તુઓ પણ ઉમેરી કરી શકો છો.

આદુ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે અને જ્યારે દૂધી રહેલા પોષક તત્વો પેટ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યુસનો સ્વાદ વધારવા માટે તમે તેમાં જરૂર મુજબ મીઠું અને કાળામરી પણ ઉમેરી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા