ગેસ અને પાચનશક્તિ માટે ચટપટી, ખટ્ટી મીઠ્ઠી જીરા ગોળી બનાવવાની રીત | Jeera goli recipe in gujarati

jeera goli recipe in gujarati

આજે અમે ચટપટી, ખટ્ટી મીઠ્ઠી રેસિપી લઈને આવ્યા છીએ. આજે બનાવીશું જીરા ગોળી જે લોકોને ગેસ ની તકલીફ અને પાચનશક્તિ ઓછી છે તેમના માટે ફાયદાકારક છે. આ રેસિપી બનાવવી બહુ જ સરળ છે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવવી.

એક પેન લો. તેમાં 4 ચમચી જીરું એડ કરો. જીરું નોર્મલ જ લેવાનું છે જે આપણે દરરોજ વપરાતા હોય તે લેવાનું છે. હવે જીરા ને શેકો જ્યાં સુધી જીરાનો કલર આછો કાળાશ પડતો ના થઇ જાય.

તમે નોર્મલ જીરું પણ લઇ શકો છો પણ તેનો સ્વાદ શેકેલા જીરા જેવો તો નહિ આવે એટલે આપણે શેકેલું જ જીરું લેવાનું છે. જીરું દોઢ થી બે મિનિટ માં શેકાઈ જશે. હવે ગેસ ને બંદ કરો અને જીરા ને ઠંડુ પાડવા મુકો.

જીરું ઠંડુ પડી ગયા પછી મિક્ષર ના જાર માં એડ કરીને પીસી લો અને અચકાચરો પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને એક બાઉલ માં એડ કરી લો. હવે બાઉલ માં 4 ચમચી આમચૂર્ણ પાઉડર ઉમેરો.

આમચૂર્ણ પાઉંડર નાખવાથી ખાટો મીઠો સ્વાદ આવશે. 1 ચમચી સેંધા મીઠું એડ કરો, 1 ચમક સંચળ, 1 ચમચી દરેલી ખાંડ, હવે બધી સામગ્રી ને બરાબર મિક્સ કરી લો.

હવે લીંબુના રસ ને ધીરે ધીરે એડ કરો. ( જેમ કણક બાંધતા હોય, પાણી મિક્સ કરતા હોય તે રીતે મિક્સ કરો બાંધો.). કણક જેવું બંધાઈ ગયા પછી તમે, તમારી પસંદ ની સાઈઝ ની ગોળી બનાવી લો.

હવે આ બધી ગોળીઓને બૂરુંખાંડ સ્પ્રેડ કરી લો. તો તૈયાર છે ચટપટી , ખટ્ટી મીઠ્ઠી જીરા ગોળી. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.