Japan has very strange rules for fat people
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જાપાન વિશ્વના તે દેશોમાંનો એક છે જે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ માનવામાં આવે છે. જાપાનમાં વેઈટર્સ ઓછા અને ઓટોમેટિક રેસ્ટોરન્ટ સૌથી વધુ છે. આ દેશના લોકો પણ ખૂબ જ ફિટ હોય છે અને જાપાનમાં સ્કિન કેરથી લઈને બોડી કેર સુધી કોઈ તોડ નથી.

જાપાનનો ફિટનેસ ઇન્ડેક્સ બેજોડ છે અને એક અહેવાલ સૂચવે છે કે જાપાની લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત કેટલીક શારીરિક રમત રામે છે અને દરરોજ ચાલવાની ટેવ ધરાવે છે.

જાપાનમાં ફિટનેસનું એટલું ધ્યાન રાખવામાં આવે છે કે જાડા લોકો માટે કેટલાક વિચિત્ર નિયમો પણ બનાવવામાં આવેલા છે. આજે આ લેખમાં અમે તમને આ વિચિત્ર નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જાપાનની કંપનીઓમાં જાડા લોકોને નોકરીએ રાખવામાં આવતા નથી: 2008માં જાપાનમાં આ વિચિત્ર કાયદો અમલમાં મુક્યો છે. આ હેઠળ કંપનીઓ એક મર્યાદાથી વધુ મોટાપા ધરાવતા લોકોને નોકરી પર રાખી શકશે નહીં. એટલું જ નહીં, કંપનીઓએ તેમના કર્મચારીઓના ફિટનેસ ઇન્ડેક્સને પણ માપવા પડશે અને તેમની કમર પણ માપવી પડશે, આ નિયમ ઘણા શહેરોમાં પણ લાગુ છે.

લોકોની કમરનું માપ માપવામાં આવે છે: જાપાનમાં લોકોની કમર માપવાની પ્રથા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આ અંગે એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં જાપાનના ઘણા ભાગોમાં કમર માપવાની પ્રથા વિશે વાત કરી હતી. જાપાનમાં, વધુ વજનવાળા લોકોની કમરનું કદ માપવામાં આવે છે અને જો તેઓ વધુ વજનવાળા હોવાનું ખબર પડે તો તેમને ઘણા નિયમોનું પાલન કરવું પડે છે અને કેટલીક વાર દંડ પણ ભરવો પડે છે.

પુરુષોની કમરની સાઇઝ 33.5 ઇંચ અને મહિલાઓની કમરની સાઇઝ 35 ઇંચ રાખવામાં આવી હતી. જો તેઓ આનાથી વધી જાય તો તેમને દંડ ભરવો પડી શકે છે. આ દેશમાં 40 થી 74 વર્ષની વયના લોકોની ફિટનેસ ચોક્કસપણે જોવા મળે છે.

કંપનીઓમાં વજન ઘટાડવાના ક્લાસ રાખવામાં આવે છે: જેમ કે આપણે પહેલેથી જ કહ્યું કે જાપાનમાં, વધુ વજનવાળા લોકોને નોકરી પર ન રાખવાનો કાયદો પણ ઘણી જગ્યાએ છે, તેથી આ સમસ્યાથી બચવા માટે ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓ માટે ઓવરવેઇટ ક્લાસ રાખે છે, જેમાં તેમને વજન ઘટાડવાની તાલીમ અપાય છે. સમજાવવામાં આવે છે અને કસરતો કરાવવામાં આવે છે.

માત્ર સુમો કુસ્તીબાજોને જ જાડા થવાની છૂટ છે : જાપાનમાં માત્ર સુમો કુસ્તીબાજોને જ જાડા થવાની છૂટ છે અને તેમની કમરનું કદ માપવામાં આવતું નથી. બાકીના દેશમાં સંતુલિત આહાર જાળવવો પડે છે.

જાંઘ અને હિપ્સ બતાવવાનું ગેરકાયદેસર છે : જો કે આ કાયદો જાડા અને પાતળા બંને લોકોને લાગુ પડે છે, પરંતુ જો તમે જાપાનમાં જાહેર સ્થળે આવું કરો છો તો તમને 29 દિવસની જેલ થઈ શકે છે. હા, સ્વિમિંગ પૂલ, બીચ વગેરે જેવા કેટલાક અપવાદો છે, પરંતુ તેમ છતાં તમે સાર્વજનિક સ્થળે મર્યાદા કરતા નાના શોર્ટ્સ પહેરી શકતા નથી.

હવે સવાલ એ થાય છે કે મેદસ્વી લોકો માટે આવા વિચિત્ર નિયમો કેમ બનાવવામાં આવ્યા છે, તો તેનું કારણ જાપાનની વસ્તી છે. વાસ્તવમાં, જાપાનમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધ વસ્તી છે અને ત્યાં બાળકોનો જન્મ દર પણ ઓછો છે.

આવી સ્થિતિમાં, જો તેઓ તેમની વસ્તીની ફિટનેસનું ધ્યાન નહીં રાખે તો તેમની અર્થવ્યવસ્થાનો અડધાથી વધુ હિસ્સો હેલ્થકેરમાં જશે. એટલા માટે આવા ઘણા નિયમો રાખવામાં આવ્યા છે જે જાપાનને ફિટ બનાવવામાં અસરકારક છે.

તો તમને જાપાન વિશે જાણવું કેવું ગમ્યું? તેના વિશે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા